________________
१६/७
आर्द्रान्तःकरणप्रसूतप्रज्ञया भेदज्ञानम् अभ्यसनीयम् ० २५२३ निराकुलः, विदेहश्चाऽहं सर्वथा व्यतिरिक्तः' इत्येवम् आत्मार्थिना आर्द्राऽन्तःकरणप्रसूतया निजप्रज्ञया प दृढतया सततं सर्वत्र विचारणीयम् ।
एवम् अध्यात्मोपनिषद्(२/२८)-द्वात्रिंशिकाप्रकरण(१०/२९)-समयसार(५२-५६)प्रमुखदर्शितरीत्या 'चतुर्दशमार्गणास्थान- चतुर्दशजीवस्थान- चतुर्दशगुणस्थान-योगस्थान- बन्धस्थानोदयस्थान -"स्थितिबन्धस्थानाऽनुभागबन्धस्थान- सङ्क्लेशस्थान- विशुद्धिस्थान-संयमलब्धिस्थान- लेश्या- श स्थानादिभ्यश्च शुद्धचैतन्याऽखण्डपिण्डैकस्वरूपोऽहं सर्वथा विभक्तः' इत्यपि तदर्थं विभावनीयम् । कु
(૩૦) રાગાદિ ભાવકર્મની આવેગાદિ ક્રિયાના ફળસ્વરૂપે જીવ નિગોદ વગેરેમાં જાય છે તથા દ્વેષાદિની આવેશ આદિ ક્રિયાના ફળસ્વરૂપે જીવ નરકાદિમાં જાય છે. પરંતુ હું તો રાગાદિની ક્રિયાના ફળસ્વરૂપે મળતા નિગોદાદિગમનાદિથી પણ સાવ ભિન્ન છું. કેમ કે હું તો વિદેહ = દેહરહિત છું.
રાગાદિ ભાવકર્મ, ભાવકર્મના ગુણધર્મ, ભાવકર્મનું સ્વરૂપ, ભાવકર્મજન્ય ક્રિયા વગેરે પાંચેયથી હું અનાદિ કાળથી સાવ જ નિરાળો છું, વિસદશ જ છું.”
માર્ગણાસ્થાન, જીવસ્થાન, ગુણસ્થાનકાદિથી આત્મા નિરાળો છે (વમ્.) તે જ રીતે સૂક્ષ્મ તાત્વિક ભેદવિજ્ઞાનને સાધવા અધ્યાત્મ ઉપનિષ, કાત્રિશિકા પ્રકરણ, સમયસાર વગેરે ગ્રંથોમાં બતાવેલી પદ્ધતિ મુજબ સાધકે નીચે પ્રમાણે વિચારણા કરવી કે :
(૩૧) “ગતિ-ઈન્દ્રિય-કાય-યોગ-વેદ-કષાય વગેરે ૧૪ માર્ગણાસ્થાનોથી હું સર્વદા જુદો છું. (૩૨) સૂક્ષ્મ-બાદર એકેન્દ્રિય, વિકસેન્દ્રિય વગેરે ૧૪ જીવસ્થાનોથી પણ હું અળગો જ છું. (૩૩) મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર વગેરે ૧૪ ગુણસ્થાનકથી હું સાવ જ નિરાળો છું.
(૩૪) શ્રેણિના અસંખ્યયભાગગત પ્રદેશના સમૂહ જેટલા સર્વ યોગસ્થાનોથી હું સ્વતઃ જ સાવ જુદો છું. (શ્રીશિવશર્મસૂરિકૃત કર્મપ્રકૃતિમાં નવમી ગાથામાં યોગસ્થાનનું નિરૂપણ મળે છે.)
(૩૫) કર્મબંધના અસંખ્ય લોકાકાશપ્રમાણ અધ્યવસાયસ્થાનોથી હું તદન અલાયદો જ છું. (૩૬) કર્મના અસંખ્ય લોકાકાશપ્રમાણ ઉદયસ્થાનોથી પણ હું સ્વયમેવ સાવ જ ન્યારો છું. અને
(૩૭) કર્મના સ્થિતિબંધના તમામ સ્થાનોથી હું રહિત છું. (એક સમયે એક સાથે જેટલી કર્મસ્થિતિનો બંધ થાય તે સ્થિતિબંધસ્થાન કહેવાય. કર્મની જઘન્ય સ્થિતિથી શરૂ કરીને ઉત્કૃષ્ટસ્થિતિ સુધી જેટલા સમયો હોય તેટલા પ્રમાણમાં સ્થિતિસ્થાનો હોય છે. જુઓ - કર્મપ્રકૃતિ ગાથા ૬૮-૬૯)
(૩૮) મારા મૌલિક નિર્લેપ સ્વભાવના લીધે કર્મના અનુભાગબંધના અનંતાનંત સ્થાનોથી પણ હું તદન અન્ય છું. (એક અધ્યવસાય વડે ગ્રહણ કરેલા કર્મપરમાણુઓના રસસ્પર્ધક સમુદાયનો પરિણામ એટલે કર્મના અનુભાગબંધસ્થાન. જુઓ - કર્મપ્રકૃતિ-૩૧ મી ગાથા).
(૩૯) સંક્ષિશ્યમાન જીવના સંક્લેશસ્થાનોથી પણ હું તદન ભિન્ન છું. (કર્મપ્રકૃતિ-૬૯)
(૪૦) વિશુધ્યમાન જીવના તમામ વિશુદ્ધિસ્થાનોથી પણ હું સ્વાભાવિકપણે સાવ જ અનોખો છું. (સંક્લેશસ્થાનો જેટલા વિશુદ્ધિસ્થાનો હોય છે. કર્મપ્રકૃતિમાં ૭૦ મી ગાથામાં તેને વર્ણવેલ છે.)
(૪૧) સામાયિક, છેદોપસ્થાપનીય વગેરે સંયમની લબ્ધિના સ્થાનોથી પણ સર્વથા વિભક્ત છું. (૪૨) કૃષ્ણ, નીલ વગેરે છ વેશ્યાઓના તમામ સ્થાનો વગેરેથી પણ હું અત્યંત વિભિન્ન છું. કેમ