________________
* विश्रामस्थानानि व्यामोहकारीणि
૨ ૬/૭
परायणतया स्वयं भवितव्यम् ।
तदानीम् आज्ञाचक्रस्थलीयपीत-रक्त-श्वेतादिप्रकाशानुभव- दिव्यसौरभाऽनाहतनादाऽऽन्तरिकदिव्यध्वनिश्रवण-गगनवाणीश्रवण-“दिव्यरूपदर्शन- 'देवसान्निध्य-सुधारसाऽऽस्वादज्ज्वल-तेजोमय-चैतन्यमूर्त्तिदर्शन -शुक्लस्वप्नदर्शन- "दिव्यसङ्केतलाभ- भविष्यस्फुरणार्डेणिमाद्यष्टसिद्धि-वैचनसिद्धि-सङ्कल्पसिद्धीच्छासिद्धि - लब्धि- 'चमत्कारशक्ति- प्राकृतिकसहाय- शब्दमग्नता- "विनियोगसामर्थ्य- कुण्डलिनीजागरण- षट्चक्रभेदन - रोगनिवारण- शारीरिकशातानुभूति- मानसिकाऽपूर्वशान्तिसंवेदनादिप्रयुक्तग्रन्थिभेदभ्रमादिलक्षणानि क विश्रामस्थानानि चित्तव्यामोहकारीणि प्रादुर्भवन्ति। तदुपभोगरुचिलक्षणा विश्रान्तिः विस्मयाऽहङ्कारादि- र्णि लक्षणश्च व्यामोहो ग्रन्थिभेदप्रयत्नविघ्नविधया सम्पद्येते ।
का
H
२५०३
જવું. ગ્રંથિભેદ ક૨વાના પ્રબળ સાધન સ્વરૂપ જે પંદર પ્રકારના અંતરંગ પુરુષાર્થ હમણાં જ (પૃ.૨૪૯૫ થી ૨૫૦૦) જણાવેલ છે, તેમાં સાધકે ડૂબી જવું. પોતાની આંતરિક વિશુદ્ધ દુનિયામાં ખોવાઈ જવું. ગ્રંથિભેદ માટે આ અપેક્ષિત છે, આવશ્યક છે, અનિવાર્ય છે, આદરણીય છે, આચરણીય છે. * વિરામસ્થાનો વિઘ્નરૂપ બને
trav
(તવા.) ગ્રંથિભેદ માટે ધ્યાનાદિમય ઉપરોક્ત અંતરંગ સાધના ચાલતી હોય ત્યારે ઘણી વાર ઘણા સાધકોને (A) આજ્ઞાચક્રના ભાગમાં પીળા, લાલ, સફેદ વગેરે પ્રકાશનો અનુભવ થાય. (B) દિવ્ય સુગંધ માણવા મળે. (C) અનાહત નાદ સંભળાય. (D) આંતરિક દિવ્ય ધ્વનિનું શ્રવણ થાય. (E) આકાશવાણી -દેવવાણી સંભળાય. (F) દિવ્યરૂપનું દર્શન થાય. (G) દેવનું સાન્નિધ્ય-સહાય મળે. (H) મોઢામાં સુધારસનો મધુર આસ્વાદ આવે. (I) અંદરમાં ઉજ્જવળ તેજોમય ચૈતન્યમૂર્તિના દર્શન થાય. (J) પ્રસન્નમુખમુદ્રાવાળા દેવાધિદેવ-ગુરુદેવ, અપૂર્વ તીર્થસ્થાન વગેરેના સુંદર મજાના સ્વપ્રો દેખાય. (K) અવાર-નવાર અવનવા દિવ્ય સંકેતો મળે. (L) ભાવી ઘટનાની સ્વયમેવ અંદરમાં સ્ફુરણા થાય. (M) અણિમા, મહિમા, લધિમા સુ વગેરે અષ્ટ મહાસિદ્ધિઓ પ્રગટે. (N) વચનસિદ્ધિનો આવિર્ભાવ થાય. (૦) સંકલ્પસિદ્ધિ મળે. (P) ઈચ્છાસિદ્ધિનો પ્રાદુર્ભાવ થાય. (Q) જુદી-જુદી લબ્ધિઓ પ્રાપ્ત થાય. (R) આનંદઘનજી મહારાજની જેમ ચમત્કારશક્તિ પ્રગટે. (S) કુદરતી સહાય મળે. (T) ‘હું શુદ્ધાત્મા છું’- ઈત્યાદિ રટણમાં શાંતિદાયક શાબ્દિક મગ્નતા આવે. (U) પોતાને સિદ્ધ થયેલ તપ વગેરેનો બીજામાં વિનિયોગ કરવાનું સામર્થ્ય પ્રગટે. (V) કુંડલિનીનું જાગરણ થાય. (W) ષચક્રનું ભેદન થાય. (X) હઠીલા જૂના રોગ આપમેળે દૂર થાય. (Y) શારીરિક શાતા-આનંદનો અલૌકિક અનુભવ થાય. (Z) માનસિક અપૂર્વ શાંતિનું પ્રચુર પ્રમાણમાં, સારી રીતે સંવેદન થવાથી ગ્રંથિભેદ થઈ ગયાનો ભ્રમ થાય.. આ બધા ગ્રંથિભેદાદિની સાધનાના માર્ગમાં આવતા વિશ્રામસ્થાનો છે, વિરામસ્થળો છે. અહીં ઘણા સાધકો અટકેલા છે. તેનો ભોગવટો કરવાની ઈચ્છાથી અહીં જ રોકાયેલા છે, મૂળ ધ્યેયથી ખસી ગયેલા છે. આથી આવી વિશ્રાન્તિ એ ગ્રન્થિભેદના પ્રયત્નમાં વિઘ્નસ્વરૂપ બને છે. એ લાલ, પીળા અજવાળા વગેરેથી સાધકને વિસ્મય થાય, આશ્ચર્ય થાય એ વ્યામોહ છે. લબ્ધિ, શક્તિ વગેરે મળવાથી અહંકાર વગેરે ઉત્પન્ન થાય એ પણ એક જાતનો વ્યામોહ જ છે. આ રીતે વિશ્રાંતિસ્થાનો ચિત્તમાં વ્યામોહ પેદા કરીને ગ્રંથિભેદના પ્રયત્નમાં વિઘ્નરૂપ બને છે.