________________
२५०२
• स्वात्मशुद्धिः साधनीया 0
૨૬/૭ दीक्षितदृष्टिम् अञ्जन्ति आवृण्वन्ति च हुण्डकाऽवसर्पिणीकरालकलिकाले। एतच्च ग्रन्थिभेदा* ऽन्तरङ्गोद्यमप्रतिबन्धकम् । अतोऽत्र सावधानतया भाव्यं ग्रन्थिभेदाऽर्थिना । ग्रन्थिभेदकृते च प्रसिद्धि रा -प्रवचनप्रभावकता- प्रवचनपटुता-परिवारवृद्ध्यादिप्रलोभन-पंदवी-प्रत्युत्पन्नप्रज्ञा-प्रकाण्डविद्वत्ता म -प्रकृष्टलेखनशक्ति-पराघातनामकर्मोदय- सौभाग्यनामकर्मोदय-सुस्वरनामकर्मोदयाऽऽदेयनामकर्मोदय
- समर्थमित्रवृन्द-गारवत्रिकमग्नता- करणबल-मनोबल-कायबल-२दे हसौन्दर्य-बाह्याडम्बार "चमत्कारदर्शना ऽधिकारवृत्ति-"विशिष्टव्यक्तित्व(Personality)-"विशालभक्तवृन्द- विभूषा-वशीकरण क -दक्षिणावर्त्तशङ्खादिलौकिकविशिष्टतारुचिं विषकण्टक-दावानल-कालसर्प-क्रूरडाकिनी-महारोगादिरूपां णि विज्ञाय सा तावत् कान्येन परित्याज्या ।
___मोक्षमार्गे शक्तिसाधना न कार्या किन्तु स्वशुद्धिसाधना कर्त्तव्या। अत एवाऽनवरतम् एकान्त -मौन-प्रत्याहार-धारणा-ध्यान-भेदविज्ञानाऽसङ्गसाक्षिभाव-कायोत्सर्गादिमयदर्शितपञ्चदशविधाऽन्तरङ्गोद्यमછે. તેથી જ ગ્રંથિભેદની કામનાવાળા સંયમીએ પુણ્યોદયથી અને પુણ્યોદયજન્ય સામગ્રીથી અત્યંત સાવધ રહેવું. સાધના માર્ગે ચાલવાથી આગળ જતાં સાધકને પુણ્યોદય વગેરેથી નીચેની ચીજો મળી શકે. જેમ કે (A) સર્વત્ર પોતાની પ્રસિદ્ધિ, (B) પ્રવચન પ્રભાવકતા, (C) પ્રવચન પટુતા, (D) શિષ્ય પરિવાર વૃદ્ધિસ્વરૂપ પ્રલોભન, (E) પદવી, (F) પ્રત્યુત્પન્ન પ્રજ્ઞા, (૯) પ્રકાંડ વિદ્વત્તા, (H) લેખનશક્તિ, ) પરનો પરાભવ કરે તેવો પરાઘાત નામકર્મનો ઉદય, (૫) બીજાને આકર્ષી લે તેવો સૌભાગ્યનામકર્મોદય, () પારકાને આકર્ષે તેવો સુસ્વર નામકર્મોદય, (L) પરાયા પાસે પણ પોતાની વાતનો સ્વીકાર કરાવે છે તેવો આદેયનામકર્મોદય, (M) સમર્થ મિત્રોનું વૃંદ, (N) રસ-ઋદ્ધિ-શાતાગારવમાં મગ્નતા, (O) ઈન્દ્રિયબળ,
(P) મનોબળ, (Q) કાયબળ (= કાયાનું સ્વાસ્થ, રોગપ્રતિકારક શક્તિ, બલિષ્ઠાણું વગેરે), (R) વા દેહસૌંદર્ય, (5) બાહ્ય આડંબર-ફટાટોપ, (T) ચમત્કારદર્શન, (U) અધિકારવૃત્તિ = સત્તા, (૫) વિશિષ્ટ
વ્યક્તિત્વ (personality), (W) વિશાળ ભક્તવૃંદ-અનુયાયીઓનું વર્તુળ, () શારીરિક વિભૂષા, Y) સ વશીકરણ, (2) દક્ષિણાવર્ત શંખ આદિ મળી શકે. પરંતુ પુણ્યોદયવૈભવ વગેરેથી મળતી આવી અનેકવિધ
લૌકિક વિશેષતાઓ એ આંતરિક સાધનામાર્ગથી બીજી દિશામાં ફંટાઈ જવાના સ્થાનો છે. તેથી તેની રુચિ, લગની, પ્રીતિ એ ઝેરી કાંટા સમાન રીબાવનારી છે, દાવાનળ તુલ્ય બાળનારી છે. કાળા સાપ જેવી મારનારી છે, ક્રૂર ડાકણ જેવી વળગનારી છે, મહારોગ વગેરેની જેમ અસાધ્ય-દુઃસાધ્ય-પીડાદાયિની છે. આવું જાણીને, સમજીને ગ્રંથિભેદ કરવા માટે સૌપ્રથમ તેવી રુચિને સાધકે પૂરેપૂરી છોડી દેવી.
જ શક્તિના નહિ, શુદ્ધિના પૂજારી બનીએ . (મો.) મોક્ષમાર્ગમાં, સંયમજીવનમાં શક્તિના પૂજારી થવાનું નથી પણ પોતાની શુદ્ધિના પૂજારી થવાનું છે. તેથી શક્તિની રુચિને મૂળમાંથી ઉખેડીને (૧) લોકપરિચયત્યાગાદિસ્વરૂપ એકાન્ત, (૨) મૌન, (૩) પ્રત્યાહાર (= ઈન્દ્રિયોની બહિર્મુખતાનો ત્યાગ), (૪) શુદ્ધાત્મસ્વરૂપની ધારણા, (૫) ધ્યાન, (૬) ભેદવિજ્ઞાન, (૭) અસંગ સાક્ષીભાવ, (૮) કાયોત્સર્ગ વગેરેથી વણાયેલ અંતરંગ ઉદ્યમમાં લાગી