SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ २५०१ ० ग्रन्थिभेदप्रणिधानादिकं नैव त्याज्यम् । इदमेवाभिप्रेत्योक्तं बृहत्कल्पभाष्यवृत्तौ श्रीमलयगिरिसूरिभिः “रजोहरणादि लिङ्गं दीयते । तदनन्तरं मिथ्यात्वस्य प अज्ञानस्य च कचवरस्थानीयस्य शोधनम्” (बृ.क.भा.३३२ वृ.) इति । तदुक्तं पञ्चवस्तुकवृत्तौ श्रीहरिभद्रसूरिभिः । अपि “शरणं प्रपन्नाः प्रव्रज्यादिप्रतिपत्त्या, मोचयितव्याः प्रयत्नेन सम्यक्त्वकारणेन" (प.व.गा.१३५१ स्वोपज्ञवृत्तिः । પૃ.૧૭૮) તિા. ____महापुरुषाः स्वयमपि ग्रन्थिभेदोत्तरकालीनसम्यक्त्वप्राप्तिकृते संयमजीवने प्रभुप्रार्थनादौ प्रयतन्ते श एवेति व्यक्तम् अनेकचैत्यवन्दन-स्तवन-स्तुति-स्तोत्रादौ । ततश्च दीक्षाजीवनेऽपि ग्रन्थिभेदार्थिता-तत्प्रबलप्रणिधानोग्रोद्यमादिकं नैव त्याज्यम् । दीक्षाग्रहणोत्तर- र्णि कालम् अन्यविधप्रलोभनादौ नैव भ्रमितव्यम्, यतः प्रव्रज्यापथपदार्पणकालत एव प्रायः प्रबलपुण्योदयादयः હોય. આ જ અભિપ્રાયથી શ્રીમલયગિરિસૂરિજીએ બૃહત્કલ્પભાષ્યવૃત્તિમાં જણાવેલ છે કે “રજોહરણ વગેરે સાધુવેશ આપ્યા પછી નૂતન દીક્ષિતના મિથ્યાત્વ અને અજ્ઞાન સ્વરૂપ કચરાને ગુરુ દૂર કરે.” શ્રીહરિભદ્રસૂરિજીએ પણ પંચવસ્તુક ગ્રંથની વ્યાખ્યામાં જણાવેલ છે કે “દીક્ષા વગેરેને સ્વીકારવા દ્વારા શરણે આવેલા શિષ્યોમાં સમ્યત્વ ઉત્પન્ન થાય તેવો પ્રયત્ન ગુરુએ કરવો. આવા પ્રયત્ન દ્વારા શરણાગત શિષ્યોને જન્મ-મરણાદિ સંસારદુઃખોમાંથી ગીતાર્થ ગુરુએ છોડાવવા.” થાકે મહાપુરુષો પણ સમકિત મેળવવા ઝૂરે ! . (મદા.) મહાપુરુષો સ્વયં પણ દીક્ષા જીવનમાં સમકિત મેળવવા પ્રભુને સરળ ભાવે, આÁ ચિત્તથી કાલાવાલા કરતા હોય છે, નમ્ર ભાવે પ્રાર્થતા હોય છે, ગ્રંથિભેદ માટે અંદરમાં સતત ઝૂરતા હોય છે. (૧) શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ.સા. “અરિહંત નમો ભગવંત નમો...' આ ચૈત્યવંદનમાં છેલ્લે પ્રભુને પ્રાર્થના કરે છે કે “બોધિ દિઓ અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમલ સૂરીશ નમો.” (૨) શ્રીમોહનવિજયજી મ.સા. પણ સંભવનાથ ભગવાનના સ્તવનમાં પ્રભુને વિનવે છે કે “સમકિતદાતા સમકિત આપો, મન માગે થઈ મીઠું...' (૩) તે જ રીતે ઉપાધ્યાય શ્રીઉદયરત્નવિજયજી મ.સા. પણ મહાવીર સ્વામી ભગવાનને સ્તવનમાં પ્રાર્થે છે કે “સમ્યગ્દર્શન જો મુજને દીયો, તો લહું સુખ ભરપૂર...' તથા તેઓશ્રી જ શાંતિનાથ પ્રભુના શો, સ્તવનમાં કહે છે કે “હું તો સમકિતથી અધૂરો, તું તો સકલ પદારથે પૂરો.” (૪) ઉપાધ્યાય શ્રીવિમલવિજયના શિષ્ય શ્રીરામવિજયજી મ.સા. પણ સ્તવનમાં શાંતિનાથ ભગવાનને કહે છે કે “સમકિત રીઝ કરો ને સાહિબ, ભક્તિ ભેટયું લાવ્યો. મારો મુજરો લ્યો ને રાજ.” (૫) તે જ રીતે પૂ.શ્રીનીતિવિજય મ.સા. ના શિષ્ય શ્રીઉદયવિજયજી મ. સા. “પ્રભુ પાર્શ્વ પ્યારા પ્રણમું...” સ્તવનમાં મુક્ત કંઠે કહે છે કે “મને સમકિત સુખડી આપો, મારા દૂષિત દોષોને કાપો.' છે જો જ, પુયભવ આંજે નહિ ? (તત) તેથી દીક્ષાજીવનમાં પણ ગ્રંથિભેદ માટે તીવ્ર તલસાટ, પ્રબળ પ્રણિધાન, ઉગ્ર પુરુષાર્થ છૂટવો ન જોઈએ. સંયમસ્વીકાર બાદ અન્ય પ્રલોભનોમાં અટવાવું ન જોઈએ. કેમ કે વર્તમાન હુંડા અવસર્પિણી કાળના વિકરાળ કલિકાળમાં સંયમસાધનાની પગદંડીએ સાધક પા-પા પગલી માંડે કે પ્રાય: તરત જ પુણ્યોદયવૈભવ વગેરે સાધકની દૃષ્ટિને આંજે છે, આવરે છે. એ ગ્રંથિભેદના પુરુષાર્થમાં અત્યંત બાધક
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy