________________
२५०४
० ग्रन्थिभेदविघ्नस्थाननिर्देश: 0 प ध्यानादिकाले निद्रा-तन्द्राऽनुत्साहाऽऽलस्य-प्रमादाऽश्रद्धा-मूढतादिकमपि ग्रन्थिभेदगोचराऽन्तरङ्गोद्यमरा विघ्नरूपेण विज्ञेयम् । विद्यासिद्धिकाले साधकस्य बहुविघ्नोपस्थितिरिव ग्रन्थिभेदकाले नानाविघ्नोपस्थितिः विशेषावश्यकभाष्यानुसारेण (११९७) विज्ञेया ।
तादृशान्तरङ्गसाधनायां कालविलम्बाऽनादराऽरुचि-खेदोद्वेग-क्षेपोत्थानादिकमपि विघ्नतया विज्ञेयम् । एवं देव-गुर्वादिनिन्दा-दम्भ-क्रोध-कृपणता-भय-शोकाऽज्ञान-विकथारुचि-कुतूहल-व्याक्षेप-मान
પણ ગ્રંથિભેદના અન્ય વિજ્ઞોને ઓળખીએ છે. (ધ્યાના.) ગ્રંથિભેદ માટે જરૂરી ધ્યાનાદિ કરવાના સમયે (૧) ઊંઘ આવે, (૨) ઝોકા આવે, (૩) ધ્યાનાદિ માટેનો ઉત્સાહ ન જાગે, (૪) આળસ અને (૫) પ્રમાદ આવે. (૬) “ધ્યાનાદિ કરવાથી શું વળે ? ધ્યાનમાં રહેવાથી સમય આમ ને આમ પસાર થઈ જાય છે અને વળતર કશું મળતું નથી. મારો ભણવાનો સમય આમાં બગડે છે. ધ્યાન આદિથી મને શું લાભ થવાનો ?' - આવી અશ્રદ્ધા જાગે. (૭) ધ્યાનાદિની સાધનામાં મગજ બહેર મારી જાય, મન મૂઢ બને. ધ્યાનમાં શું કરવું અને કેવી રીતે કરવું ? તેની કશી ગતાગમ જ ન પડે. આથી અંતરંગ સાધના આગળ જ ન વધે. આ બધા પણ ગ્રંથિભેદના અંતરંગ પ્રયત્નમાં વિઘ્નરૂપે જાણવા. જેમ વિદ્યાસિદ્ધિના સમયે ઢગલાબંધ વિષ્પો વિદ્યાસાધક સમક્ષ હાજર થાય, તેમ ગ્રંથિભેદના અવસરે અનેક પ્રકારના વિદ્ગો સાધકની સામે ઉપસ્થિત
થાય છે. વિશેષાવશ્યકભાષ્ય મુજબ આ બાબત જાણવી. | (તા૬) (૮) તે જ રીતે ગ્રંથિભેદ માટે અંતરંગ સાધનામાં કાળવિલંબ કરવાનું મન થાય તે પણ
અહીં વિપ્ન જાણવું. “આજે નહિ, કાલે ધ્યાન કરશું. હમણાં નહિ, પછી સાધના કરશું' - આવો Cી કાળવિલંબ પણ ગ્રંથિભેદમાં વિઘ્નરૂપ બને છે. (૯) ગ્રંથિભેદ માટે જરૂરી અંતરંગ પુરુષાર્થમાં અનાદરનો - ભાવ, (૧૦) અરુચિ-અણગમો એ પણ વિઘ્ન બને. (૧૧) અંતરંગ ઉદ્યમ કરવામાં ખેદ આવે, (૧૨) રન ઉગ જાગે તે પણ ગ્રંથિભેદ સાધનામાં એક પ્રકારનું વિઘ્ન જ જાણવું. (૧૩) ધ્યાન વખતે સ્વાધ્યાય વગેરેમાં મન જાય તે ક્ષેપ-વિક્ષેપ પણ અહીં વિઘ્ન બને. (૧૪) ધ્યાન-કાયોત્સર્ગાદિમાં મન ચોટે જ નહિ. બીજે બધે ભટકતા ચિત્તનું ઉત્થાન વગેરે પણ ગ્રંથિભેદમાં વિઘ્નરૂપ જાણવા.
છે તેર કાઠિયાની સઝાયને ન ભૂલીએ છે. (વં.) એ જ રીતે (૧૫) દેવ-ગુરુની નિંદા-અવર્ણવાદ-આશાતના તથા (૧૬) બીજા પાસે ધર્મી -સાધક-યોગી તરીકે પોતાની છાપ ઉપસાવવા માટે બીજાને ખબર પડે તેવા સમયે ધ્યાનાદિ કરવા, બાકી ન કરવા... આવી માયા-દંભ-કપટ પણ ગ્રંથિભેદકારક તાત્ત્વિક સાધનામાર્ગમાં વિઘ્નરૂપ બને છે.
(૧૭) નાની-નાની બાબતમાં ક્રોધ-રોષ-રીસની ટેવ પણ આ માર્ગમાં અવરોધક છે.
(૧૮) કૃપણતા-લોભ-કંજૂસાઈના લીધે પણ ચિત્ત બાહ્ય પદાર્થમાં જ અટકેલું રહે. તેના લીધે પ્રભુમાં, પ્રભુના નિષ્કષાયસ્વરૂપમાં, નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં ચિત્ત ચોટે જ નહિ, ધ્યાન થાય જ નહિ.
(૧૯) ચોર, માંદગી, અપયશ, અકસ્માત, ધરતીકંપ, મૃત્યુ વગેરેના ભયથી મન ઘેરાયેલું જ રહેતું હોય તો પણ ગ્રંથિભેદની સાધનામાં મન ન લાગે.
(૨૦) ઈષ્ટવિયોગ, અનિષ્ટસંયોગ, મોટું નુકસાન વગેરેનો ગાઢ શોક પણ અહીં વિઘ્ન બને છે.