________________
२४९४ ० मुमुक्षुणा स्वात्मनिष्ठतया भाव्यम् ।
૨૬/૭ तत्त्वदृष्टिप्राप्तिकृते चाऽनारतं निजशुद्धाऽऽत्मनिष्ठतया भाव्यम् । इदमेवाऽभिप्रेत्योक्तं नयोपदेशवृत्ती
यशोविजयवाचकेन्द्रैः “मुमुक्षुणा सर्वं परित्यज्य स्वात्मनिष्ठेन भवितव्यम्” (नयो.श्लो.४ वृ.) इति । ततश्चात्मार्थिना ५ स्वकीयशुद्धचिन्मयस्वरूपे लीनता, सुलीनता, विलीनता च सम्पादनीया। स्वयमेव निजपरमपवित्ररा सहजानन्दमयचैतन्यस्वभावे एकाकारतया एकरूपतया च भाव्यम् । निजविमल-शाश्वत-शान्तरसमयाऽऽत्मतत्त्वे एव तदाकारताम्, तन्मयताम्, तद्रूपताञ्च समुपलभ्य तथाविधतादात्म्यपरिणतिः सम्प्राप्या।
'निष्कषायः निर्विकारः निष्प्रपञ्चः केवलचैतन्यस्वरूपः शुद्धात्मा अहम् अस्मि । मदीयं परमशान्तिमयं र्श सहजसमाधिमयम् अनन्तानन्दमयम् अचिन्त्यसामर्थ्यसम्पन्नं शुद्धचैतन्यस्वरूपम् आशु आविर्भवतु, ___आविर्भवतु, आविर्भवतु । श्रीतीर्थङ्कर-गणधरप्रसादाद् ग्रन्थिभेदोत्तरकालीनाऽपरोक्षस्वानुभूतिमय-नैश्चयिक
-भावसम्यग्दर्शनयोग-क्षेम-शुद्धि-वृद्धि-पुष्टिगोचरोऽयं यत्नः फलतु' इति प्रणिधान-प्रार्थनापुरस्सरम् आत्मार्थिना ग्रन्थिभेदगोचराऽन्तरङ्गोद्यमे परायणतया भवितव्यम् ।
___अनादिकालीनाऽतिनिबिडग्रन्थिभेदकृते चाऽन्तरङ्गः पुष्कलः परिश्रमः अपेक्षितः, यथा का घोरमहासमरशिरसि दुर्जयानेकशत्रुगणविजयकृते अतिशयितः परिश्रम इति व्यक्तं विशेषावश्यकभाष्ये (गा.११९७)। स च निम्नोक्तरीत्या पञ्चदशधा कर्त्तव्यः। तथाहि - સ્વરૂપગ્રાહક દૃષ્ટિને મેળવવા સતત પોતાના શુદ્ધ આત્મામાં જ વસવાટ કરવો. આ જ અભિપ્રાયથી મહોપાધ્યાયજી નયોપદેશવ્યાખ્યામાં જણાવે છે કે જેને રાગાદિથી છૂટવાની તીવ્ર ઝંખના છે, તે સાધકે બીજું બધું પૂરેપૂરું છોડીને પોતાના આત્મામાં જ વસવું જોઈએ.” તેથી પોતાના જ શુદ્ધ ચિન્મય સ્વરૂપમાં આત્માર્થી સાધકે લીન, સુલીન, વિલીન થવું જોઈએ. સ્વયમેવ નિજ પરમપવિત્ર સહજાનંદમય ચૈતન્યસ્વભાવમાં જ એકાકાર, એકરૂપ બનવું જોઈએ. પોતાના જ વિમલ શાશ્વત શાન્તરસમય આત્મતત્ત્વમાં તદાકાર, તન્મય, તતૂપ થઈને તે સ્વરૂપે તાદાત્મપરિણતિ કેળવવી જોઈએ, મેળવવી જોઈએ.
પ્રણિધાન-પ્રાર્થનાપૂર્વક પુરુષાર્થનો પ્રારંભ થા (“નિ.) “નિષ્કષાય, નિર્વિકાર, નિષ્ઠપંચ, કેવલ ચૈતન્યસ્વરૂપ હું શુદ્ધ આત્મા છું. પરમ શાંતિમય, Cી સહજ સમાધિમય, અનંત આનંદમય, અચિંત્યશક્તિસંપન્ન મારું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ વહેલી તકે પ્રગટ
થાઓ ! પ્રગટ થાઓ ! પ્રગટ થાઓ ! શ્રીતીર્થકર, ગણધર ભગવંતોના પ્રસાદથી ગ્રંથિભેદોત્તરકાલીન રા અપરોક્ષ સ્વાનુભૂતિમય નૈૠયિક ભાવ સમ્યગ્દર્શનસંબંધી યોગક્ષેમ-શુદ્ધિ-વૃદ્ધિ-પુષ્ટિ માટેનો આ પ્રયત્ન
સફળ થાવ, સફળ થાવ, સફળ થાવ' - આ પ્રમાણે પ્રણિધાન અને પ્રાર્થના કરવાપૂર્વક ગ્રંથિભેદસંબંધી અંતરંગ સાધનામાં આત્માર્થી સાધકે તત્પર થવું, પરાયણ થવું, લીન થવું, ગળાડૂબ થવું.
ગ્રન્થિભેદ માટે પંદર પ્રકારે અંતરંગ પુરુષાર્થ : | (અનારિ.) અનાદિકાલીન અત્યંત ગાઢ ગ્રંથિના ભેદ માટે પુષ્કળ અંતરંગ પરિશ્રમ અપેક્ષિત છે. જેમ ઘોર ભયંકર યુદ્ધના મેદાનમાં દુર્જય એવા અનેક મહારથી શત્રુઓના સમૂહ સામે વિજય મેળવવા અત્યંત પરિશ્રમ કરવો પડે, તેમ મિથ્યાત્વમોહનીય કર્મને જીતવા અત્યંત પરિશ્રમ કરવો પડે છે. આ વાત વિશેષાવશ્યક ભાષ્યમાં સ્પષ્ટપણે જણાવી છે. પોતાને સમકિતી માનનારા જીવોએ “મેં આવો અથાગ પરિશ્રમ ગ્રંથિભેદ માટે કર્યો છે કે નહિ?” તે વિચારવું. તે અંતરંગ પુરુષાર્થ નીચે મુજબ પંદર પ્રકારે કરવો. તે આ પ્રમાણે :
RSS