SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૬/૭ • तात्त्विकं स्व-परस्वरूपं विज्ञातव्यम् । २४९५ ___ (१) '“जह नाम असी कोसे, अण्णो कोसो असी वि खलु अण्णो। इय मे अन्नो देहो अन्नो जीवो प ત્તિ મન્નતિ ” (વ્ય.લૂ.મા.૨૦/૧૭9 + ની વસૂ.૧પૃ.મા.૧૪૦/પૃ.૪૭) તિ વ્યવહારસૂત્રમાણ-જ્જીતવપસૂત્ર बृहद्भाष्यादिगाथाम् अवलम्ब्य स्व-परयोः तात्त्विकं स्वरूपं मार्गानुसारिप्रज्ञया विज्ञातव्यं हृदा च .. निरन्तरं विभावनीयम्। (२) देहादिभिन्ननिजाऽऽत्मतत्त्वश्रद्धा-रुचि-प्रीति-भक्ति-भावना-सद्भावाऽऽदरभाव-प्रतीति-स्मृति-जागृति र -लक्ष्य-महिमाऽनुसन्धानाऽनुप्रेक्षाऽन्वेषण-भासन-संशोधन-सम्मार्जन-परिमार्जन-लीनतादिपरायणतया भाव्यम्। क (३) केवलं स्वचित्तशुद्धिलक्ष्येण स्वभूमिकोचितस्वाध्याय-सद्गुरुसेवा-सामायिक-निजस्वरूपधारणा णि (૧) “જેમ તલવાર મ્યાનમાં રહે છે છતાં પણ તલવાર જુદી છે અને મ્યાન જુદું છે, તેમ મારો દેહ મારા કરતાં જુદો છે. અને તેના કરતાં હું આત્મા અલગ છું - આ પ્રમાણે સાધક માને છે. આ મુજબ વ્યવહારસૂત્રભાષ્યમાં અને શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણરચિત જીતકલ્પસૂત્રના સ્વોપન્ન બૃહભાષ્યમાં જણાવેલ છે. પ્રસ્તુત ગાથા વગેરેનું આલંબન લઈને આત્માર્થી સાધકે સતત સ્વ-પરનું તાત્ત્વિક સ્વરૂપ પોતાની માર્ગાનુસારી પ્રજ્ઞા દ્વારા સમજવા માટે પ્રયત્નશીલ રહેવું. તથા દિલથી સતત તેની ભાવના કરવી. | O દેહાદિભિન્ન આત્માની શ્રદ્ધા-રુચિ વગેરે તીવ કરીએ , (૨) સ્વ-પરનું યથાર્થ સ્વરૂપ જાણ્યા બાદ પોતાના આત્મતત્ત્વની સવળી શ્રદ્ધા ઊભી કરવી કે હું દેહાદિભિન્ન આત્મા જ છું.” ત્યાર પછી તેની રુચિ કેળવવી. તેની પ્રીતિ પ્રગટાવવી. પોતાના જ નિર્મળ આત્મતત્ત્વને ભજવાનો પ્રયત્ન કરવો. એ જ તાત્ત્વિક આત્મભક્તિ છે. આત્મતત્ત્વની જ વારંવાર ભાવના ભાવવી. આત્મતત્ત્વ પ્રત્યે સભાવ રાખવો. પોતાના આત્મા પ્રત્યે અહોભાવ-આદરભાવ શું જગાડવો. “શરીરાદિથી છૂટું ચેતન તત્ત્વ એ હું છું – તેવી અવાર-નવાર પ્રતીતિ કરવી. દરેક પ્રવૃત્તિ કરતી વખતે આત્માને સૌપ્રથમ યાદ કરવો. “હું અસંગ-અલિપ્ત ચેતનતત્ત્વ છું - આવી જાગૃતિ સર્વ વી. પ્રવૃત્તિ વખતે રાખવી. આત્મતત્ત્વને પ્રગટાવવાનું લક્ષ્ય રાખવું. અનંત આનંદમય-શાંતિમય-સમાધિમય આત્મતત્ત્વનો એવો મહિમા અંદરમાં ઉભો કરવો કે સતત સર્વત્ર આત્મા જ નજરાયા કરે. ‘હું નિષ્કષાય, નિર્વિકારી આત્મા છું - આ અનુસંધાન ક્યાંય છૂટે નહિ તેવી સાવધાની રાખવી. આત્માની શક્તિ -શુદ્ધિ-શાશ્વતતા-શુચિતા વગેરે વિશે ઊંડી અનુપ્રેક્ષા કરવી. દેહ, ઈન્દ્રિય, મન, ઈન્દ્રિયજ્ઞાન વગેરેથી અત્યંત નિરાળા આત્માની વારંવાર ખોજ કરવી, તપાસ કરવી, તલાશ કરવી. “હું શુદ્ધ ચૈતન્યનો અખંડ પિંડ છું - આ પ્રમાણે આત્મતત્ત્વનું ભાન થવું જોઈએ. ચેતનતત્ત્વનું સતત સંશોધન કરવું. સર્વત્ર આત્માનું સંમાર્જન અને પરિમાર્જન કરવું. આત્માના વર્તમાન મલિન પર્યાયોને દૂર કરવા. આ રીતે આત્માને સ્વચ્છ કરવો. શુદ્ધ આત્માના ચૈતન્યસ્વરૂપમાં સર્વથા લીન-સુલીન લયલીન થઈ જવું જોઈએ. - વભૂમિકાયોગ્ય સાધનામાં મસ્ત રહીએ , (૩) માત્ર આત્મતત્ત્વની ભાવના નથી કરવાની. પરંતુ પોતાના ચિત્તની શુદ્ધિના લક્ષથી પોતાની વર્તમાન ભૂમિકાને ઉચિત સ્વાધ્યાય કરવા પ્રયત્ન કરવો. જ્ઞાનદાતા સદ્ગુરુદેવની સેવાની તક ઝડપી લેવી, તેવી તક ઊભી કરવી. સામાયિક કરવી. અર્થાત્ સમભાવમાં રહેવાનો અભ્યાસ કરવો. નિજ 1. यथा नाम असिः कोशे (वर्त्तते), अन्यः कोशः असिः अपि खलु अन्यः। इति मे अन्यः देहः अन्यः जीव इति मन्यते।।
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy