________________
૨૬/૭ . स्वात्मा संरक्षणीयः ।
२४९३ सम्यक्त्वप्राप्तिप्रयत्नकृते तावद् ‘अहं देहः', 'देहोऽहम्', 'अहं मनुष्यः', 'मनुष्योऽहम्', 'अहं प શીર ', “ીરોડમ્', “મને પુત્રઃ કૃME', “મવીયા ફ્લેશ્યા કૃMા', ‘ાવ મમ મુવમ્', ‘મર્દ = પુત્ર', ‘યં પુત્રોડગેવ', ‘મવીયા પુત્ર-તંત્રદ્યાર’, ‘મને ઘન-વસ્ત્ર-ગૃહ-શવિમ્', ‘મમ શરીરમ્', ‘શશિમુવી ન્યા' રૂલ્યવયો રે મારોપાટ રૂવ પૂર્વ (૭/-૧૦,૭૩,૧૭,૧૮ + ૮/૬-૭) તા:, તે ન स्वचेतसि नैव समादरेण समारोपणीयाः। सततं निजनिरुपाधिकाऽमूर्त्ताऽऽत्मद्रव्य-गुण-पर्यायाऽन्वेषण र्श -चिन्तन-भावन-स्मरणाऽनुसन्धानादिवशेन तादृशनानासमारोपसकाशात् स्वात्मा संरक्षणीयः।
तथा बाह्यदृष्टिपरिहारेण तत्त्वदृष्टिः उपासनीया। अत्र “बाह्यदृष्टेः सुधासारघटिता भाति सुन्दरी। , तत्त्वदृष्टेस्तु सा साक्षाद् विण्मूत्रपिठरोदरी ।।” (ज्ञा.सा.१९/४), “लावण्यलहरीपुण्यं वपुः पश्यति बाह्यदृग् । ण तत्त्वदृष्टिः श्व-काकानां भक्ष्यं कृमिकुलाऽऽकुलम् ।।” (ज्ञा.सा.१९/५) इति ज्ञानसारकारिके विभावनीये। का
તપ-જપ-સંયમ કિરિયા કરો, ચિત્ત રાખો ઠામ;
સમકિત વિણ નિષ્ફળ હોવે, જિમ વ્યોમ ચિત્રામ. (૨) આ સક્ઝાયની પંક્તિઓ પણ ઉપરની જ વાતનું સમર્થન કરે છે. તેથી આધ્યાત્મિક પ્રવાસને અને પ્રયાસને સફળ કરનાર એવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે જ સૌપ્રથમ ઉદ્યમ કરવો જરૂરી છે.
# તમામ આરોપને છોડીએ . (સી.) સમકિતની પ્રાપ્તિ અંગે પ્રયત્ન કરવા માટે સૌપ્રથમ તો તમામ પ્રકારના નિમ્નોક્ત આરોપોને છોડવા પડે. જેમ કે (૧) હું શરીર છું.” (૨) “શરીર એ જ હું છું.” (૩) “હું માણસ જ છું.” (૪) “માણસ હું છું.” (૫) “હું ગોરો છું.” (૬) “ગૌરવર્ણવાળો જે દેખાય છે, તે હું જ છું.” (૭) મારો દીકરો કાળો છે.” (૮) “મારી વેશ્યા કૃષ્ણ છે.” (૯) “અરીસામાં મારું મોઢું દેખાય છે. દર્પણમાં જે દેખાય છે, તે મારું મુખ છે.” (૧૦) “હું પુત્ર છું.” (૧૧) “આ પુત્ર એ હું જ છું. મારામાં અને મારા દીકરામાં કોઈ તફાવત તમે ના જોશો.” (૧૨) “આ દીકરા, પત્ની વગેરે મારા છે.' (૧૩) છે “આ ધન, વસ્ત્ર, ઘર, દેશ, રાજ્ય વગેરે મારા છે.” (૧૪) “આ મારું શરીર છે.” (૧૫) “કન્યાનું તો મોટું ચન્દ્ર જેવું છે. તેના દાંત દાડમની કળી જેવા છે. તેની આંખ કમળ જેવી છે....... ઈત્યાદિ જે જે આરોપો-ઉપચારો આ જ ગ્રંથમાં પૂર્વે સાતમ-આઠમી શાખામાં જણાવી ગયા, તેને પોતાના ચિત્તમાં 1 સારી રીતે આદરપૂર્વક બિરાજમાન ન કરવા. જીવનવ્યવહારમાં ક્વચિત્ ક્યાંક તેવા કોઈક ઉપચારને કરવા પડે તો હોઠથી તેવું બોલવા છતાં પણ હૈયેથી તેના પ્રત્યે આદરભાવ ન દેખાડવો. પરંતુ સતત પોતાના નિરુપાધિક અમૂર્ત આત્મદ્રવ્યની જ તપાસ, ચિંતન, ભાવના, સ્મૃતિ, એનું જ અનુસંધાન વગેરે જાળવવા વડે તેવા ઉપરોક્ત ઉપચારોથી - આરોપોથી પોતાના આત્માને સતત બચાવવો.
તત્ત્વષ્ટિને મેળવીએ CS (તથા) તથા સમકિતને મેળવવા બાહ્ય દૃષ્ટિનો પરિહાર કરીને તત્ત્વદૃષ્ટિની જ ઉપાસના કરવી. આ અંગે જ્ઞાનસારમાં જણાવેલ છે કે “બાહ્યદૃષ્ટિવાળાને રૂપાળી કન્યા અમૃતના સાર વડે ઘડેલી લાગે છે. તત્ત્વદૃષ્ટિવાળાને તો તેનું ઉદર પ્રત્યક્ષ વિષ્ઠા-મૂત્રથી ભરેલી હાંડલી ભાસે છે. બાહ્યદષ્ટિવાળા (વિજાતીયના) શરીરને સૌંદર્યના તરંગોથી પવિત્ર જુએ છે. તત્ત્વદૃષ્ટિવાળા તો તેને કૂતરા-કાગડાઓને ભક્ષણ કરવા યોગ્ય અને કૃમિઓના સમૂહથી ભરેલું જ દેખે છે.” આવી તત્ત્વદૃષ્ટિને = આરોપશૂન્યવહુ