________________
२४५८ ० सर्वविरतौ ध्यानप्रकर्षः ।
૨૬/૭ परिणतिमज्ज्ञानमपि स्वस्थता-प्रशान्तता-सर्वविरतिपरिणामाद्यनुविद्धतया तत्त्वसंवेदनज्ञानरूपेण परिणमति । प इत्थं सम्यग्ज्ञान-क्रियासमुच्चयेन मोक्षमार्गे द्रुतम् अभिसर्पति अयम् । आर्त्त-रौद्रध्याने प्रायः इतो
निवर्तेते। धर्मध्याने चित्तम् अयम् अनवरतं दृढतया स्थापयति । क्वचित् सालम्बनं क्वचिच्च निरालम्बनं ध्यानं व्रजति स्वाध्याययोगसामर्थ्यात् ।
स्वरसवाहि-स्वसन्मुख-स्वरूपग्राहक-शान्तचित्तवृत्तिप्रवाहस्वरूपा स्वाध्यायदशा अन्तःकरणे प्रादुर्भवति । शे ततश्च स्वबाह्यव्यक्तित्वद्रावणप्रक्रिया सवेगा सम्पद्यते । तत्प्रभावेण चानादिरूढविभावदशा-विकल्पदशा के -कर्माधीनदशा आशु व्यावर्त्तन्ते । अनिवार्याऽऽवश्यकदेहनिर्वाहादिप्रवृत्तौ स्वभ्यस्तजिनाज्ञासंस्काराऽनुसारेण यतमानः नैव तत्र लीयते । कर्तृत्व-भोक्तृत्वभाववियुक्तः समिति-गुप्तिषु प्रवर्त्तमानः कायादिचेष्टां
साक्षिभावेन विलोकयति । चक्षुरुन्मीलनादिकं मनोजसङ्कल्प-विकल्प-विचारादिकञ्च अतन्मयभावेन का अवधारयति । सर्वा अपि मनो-वाक्-कायचेष्टाः आत्मजागृतिपूर्वाः प्रवर्त्तन्ते । पूर्णानन्दमय -निर्विचारात्मजागरणगिरिशिखराऽऽरूढस्य निर्ग्रन्थस्य अतीन्द्रिय-निर्विकल्पात्मबोधः स्वान्तः जागर्ति । જ્ઞાન છે, તે હવે તત્ત્વસંવેદનજ્ઞાન સ્વરૂપે પરિણમે છે. કારણ કે હવે આકુળતા-વ્યાકુળતાનો ત્યાગ કરીને તે પ્રવૃત્તિ કરે છે, પ્રશાન્તતા તેના અંતઃકરણમાં પ્રવર્તતી હોય છે, સર્વવિરતિની પરિણતિ અંદરમાં છવાયેલી હોય છે. આમ અનાકુળતા-પ્રશાંતતા-સર્વવિરતિપરિણતિથી વણાયેલ આત્મપરિણતિવાળું જ્ઞાન હવે તત્ત્વસંવેદનજ્ઞાનરૂપે પરિણમે છે. આ રીતે યથાર્થપણે સમ્યજ્ઞાન અને સમ્યફ ક્રિયા બન્નેનો સમુચ્ચય કરીને સાધક ભગવાન મોક્ષમાર્ગે અત્યંત ઝડપથી આગળ વધે છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન પ્રાયઃ અહીંથી રવાના થાય છે. સાધક ધર્મધ્યાનમાં પોતાના ચિત્તને સતત દૃઢપણે સ્થાપે છે. ક્યારેક સાલંબન ધ્યાનમાં 31 રમે તો ક્યારેક નિરાલંબન ધ્યાનમાં. સ્વાધ્યાયયોગના સામર્થ્યના લીધે આવી ધ્યાનદશામાં તે આરૂઢ થાય છે.
જ નિર્વિચાર આત્મજાગૃતિની પરાકાષ્ઠા જ વ| (સ્વર) ખરેખર સ્વરસવાહી સ્વસમ્મુખી સ્વરૂપગ્રાહક શાંતચિત્તવૃત્તિપ્રવાહ સ્વરૂપ સ્વાધ્યાયદશા
સાધક ભગવાનના અંતઃકરણમાં પ્રગટે છે. તેના લીધે પોતાના બાહ્ય વ્યક્તિત્વને ઓગાળવાની પ્રક્રિયા સે વેગવંતી બને છે. તેના પ્રભાવથી અનાદિરૂઢ એવી હઠિલી વિભાવદશા, વિકૃત વિકલ્પદશા અને ક્લિષ્ટ કર્માધીનદશા ઝડપથી વિદાય લે છે. અનિવાર્ય અને આવશ્યક (ન વ્યવહારથી જરૂરી) એવી દેહનિર્વાહાદિ પ્રવૃત્તિમાં, સારી રીતે અભ્યસ્ત = આત્મસાત કરેલી જિનાજ્ઞાના સંસ્કાર અનુસાર જયણાપૂર્વક જોડાવા છતાં તેમાં સાધક ભગવાન ભળતા નથી. તેમાં લીન થતા નથી જ. કર્તાભાવથી અને ભોક્તાભાવથી છૂટા પડીને પાંચ સમિતિમાં અને ત્રણ ગુપ્તિમાં પ્રવર્તતા સાધુ ભગવંત કાયાદિની ચેષ્ટાને સાક્ષીભાવે જુએ છે. અરે ! આંખના પલકારા વગેરેની કે મનમાં ઉઠતા સંકલ્પ-વિકલ્પ-વિચાર વગેરેની પણ તેમાં ભળ્યા વિના સાધક નોંધ લે છે. મન-વચન-કાયાની તમામ ચેષ્ટાઓ આત્મજાગૃતિપૂર્વક પ્રવર્તે છે. પૂર્ણ આનંદમય અને નિર્વિચાર આત્મજાગૃતિ (Thoughtless awareness) સ્વરૂપ પર્વતના શિખર ઉપર આરૂઢ થયેલ નિર્ગસ્થ ભગવાન ત્યાં સ્થિરતાપૂર્વક આસન જમાવે છે. તેમને પોતાને અતીન્દ્રિય નિર્વિકલ્પ આત્મબોધ-આત્મસાક્ષાત્કાર અંદરમાં સતત ઉજાગર રહે છે.