SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/૭ ० कान्तायां न अन्यमुद्दोषः । २४४३ परिपूर्णतया च परिशुद्धा भवन्ति । ते सदाचारास्तु योगबिन्दौ इत्थमुपदर्शिताः – “लोकापवादभीरुत्वं । दीनाभ्युद्धरणादरः। कृतज्ञता सुदाक्षिण्यं सदाचारः प्रकीर्तितः।।” (यो.बि.१२६), “सर्वत्र निन्दासन्त्यागः, वर्णवादश्च साधुषु। आपद्यदैन्यमत्यन्तं तद्वत् संपदि नम्रता ।।” (यो.बि.१२७), "प्रस्तावे मितभाषित्वमविसंवादनं रा તથા અતિપન્ન િતિ, ઉત્તધર્માનુપાનનમ્T” (પો.વિ.૨૮), “વ્યરિત્યા, 'થાને વૈયિા = સવાા પ્રધાનાર્થે નિર્વન્યા, 'પ્રેમાવસ્ય વિવર્નનમ્ II” (યો.વિ.૭૨૧), “તોછાવરીનુવૃત્તિબ્ધ, સર્વત્રૌચિત્યપત્તિનમ્ . प्रवृत्तिर्गर्हिते नेति, प्राणैः कण्ठगतैरपि ।।” (यो.बि.१३०) इति । समग्रा योगपूर्वसेवा इह भावतः परांश काष्ठाम् अधिगच्छतीति व्यक्तं द्वात्रिंशिकाप्रकरणे (१८/३१)। निजजिनस्वरूपधारणाप्रकर्षेण षोडशक(१४/ 2 ૧) - યોવૃષ્ટિસમુચ્ચ (9૬ર) - ત્રિશિપ્રવર(૧૮/99)ર્શિતઃ સચમુષઃ વ્યાવર્તિત निजविशुद्धनिर्विकल्पाऽसङ्गसाक्षिमात्रध्रुवचैतन्यस्वरूपलीनतागोचरदृढपक्षपातकारिणः अपूर्वाऽऽत्मजागरणरूपस्य योगदृष्टिसमुच्चय-द्वात्रिंशिकाध्यात्मसारादिदर्शितस्य (यो.दृ.स.१६४ + द्वा.२४/१० का (૩) કૃતજ્ઞતા, (૪) ગંભીર-ધીર-ગુણાનુરાગી ચિત્ત હોવાના લીધે દાક્ષિણ્ય, (૫) સર્વત્ર સમ્યફ પ્રકારે નિંદાત્યાગ, (૬) સદાચારી-સજ્જન-સંત લોકોની પ્રશંસા, (૭) આપત્તિમાં દીનતાનો અત્યંત ત્યાગ, તથા તે જ રીતે (૮) સંપત્તિમાં અત્યન્ત નમ્રતા, (૯) અવસરે પરિમિત-પથ્ય બોલવું, (૧૦) બોલેલું પાળવું, (૧૧) સ્વીકૃતવ્રત-નિયમાદિનું પાલન, (૧૨) ધર્મશાસ્ત્રાદિથી અવિરુદ્ધ એવા પોતાના કુલાચારને પાળવા, (૧૩) ખોટા ખર્ચાનો પૂરેપૂરો ત્યાગ, (૧૪) દેવ-ગુરુ-સાધર્મિકભક્તિ વગેરે યોગ્ય સ્થાનમાં = ક્ષેત્રમાં સદા ધનની વાવણી કરવી, (૧૫) વિશિષ્ટ ફળદાયી કાર્ય કરવાને વિશે પક્કડ-ટેક રાખવી, (૧૬) મદ્યપાનાદિ પ્રમાદનો ત્યાગ કરવો. (૧૭) દેશ-કાળ પ્રસિદ્ધ એવા લોકાચારને પાળવા, (૧૮) સર્વત્ર ઔચિત્યનું પાલન કરવું, (૧૯) પ્રાણ ગળામાં આવી જાય, મોત નજર સામે દેખાય તો પણ પોતાના કુળને દૂષણ લાગે તેવા નિંદનીય કાર્યોને ન જ કરવા' - આ પ્રમાણે શ્રીહરિભદ્રસૂરિજીએ યોગબિંદુમાં પૂર્વસેવાઅન્તર્ગત સ્વરૂપે જે ૧૯ સદાચાર બતાવેલા છે, તે અહીં કાંતા દષ્ટિમાં રહેલા છે શ્રાવકના જીવનમાં પરાકાષ્ઠાએ પહોંચેલા હોય છે તથા પરિપૂર્ણપણે પરિશુદ્ધ બનેલા હોય છે. કાંતા તો દૃષ્ટિમાં રહેલા ભાવશ્રાવકની આ અવસ્થામાં સમગ્ર યોગપૂર્વસેવા ભાવની અપેક્ષાએ, શુદ્ધ પરિણામની અપેક્ષાએ પરાકાષ્ઠાને પામે છે. આ મુજબ કાત્રિશિકા પ્રકરણમાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે. પોતાના સે નિર્વિકાર જિનસ્વરૂપની ધારણા સ્વરૂપ છઠ્ઠા યોગાંગની અહીં તાત્ત્વિક પ્રાપ્તિ થાય છે. તેના પ્રકર્ષને લીધે પોતાના પરમાત્મસ્વરૂપ સિવાય બીજે ક્યાંય તેને આનંદ આવતો નથી. આથી ષોડશક, યોગદૃષ્ટિસમુચ્ચય, દ્વાર્નાિશિકાપ્રકરણ ગ્રંથમાં જણાવેલ “અન્યમુદ્દ’ નામનો ચિત્તદોષ રવાના થાય છે. છે આક્ષેપક જ્ઞાનના પ્રભાવને પિછાણીએ છે (નિ.) યોગદષ્ટિ સમુચ્ચય, કાત્રિશિકા પ્રકરણ, અધ્યાત્મસાર વગેરે ગ્રંથોમાં જે “આક્ષેપક જ્ઞાનનું વર્ણન કરવામાં આવેલ છે, તે અહીં પ્રગટ થાય છે. આક્ષેપક જ્ઞાન એટલે અપૂર્વ આત્મજાગરણ. તેના પ્રભાવે સાધક ભગવાનને પોતાના જ વિશુદ્ધ નિર્વિકલ્પ અસંગ સાક્ષીમાત્ર ધ્રુવ ચૈતન્યસ્વરૂપમાં જ પૂરેપૂરી રીતે ડૂબી જવાનો દઢ પક્ષપાત, રસ, રુચિ, ઝંખના રહ્યા કરે છે. તેથી સંસારના ભોગસુખમાં કાયા પ્રવર્તતી હોય ત્યારે પણ તેમના અંતઃકરણને આત્મસ્વરૂપ તરફ ખેંચવાનું કામ આક્ષેપક જ્ઞાન” કરે છે.
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy