SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ २४४२ • क्रमशो भोगशक्तिप्रक्षयः । ૨૬/૭ प स्वभूमिकोचितानुष्ठानेषु प्रवर्त्ततेऽयं मतिमान् । ततः आत्मनः पुष्टिः शुद्धिश्च षोडशकोक्ते(३/४) प्रवर्धते । ___आहार-भय-मैथुन-परिग्रह-क्रोध-मान-मायादिसंज्ञासामर्थ्यम् अत्यन्तं हीयते । अत एव योगदृष्टिसमुच्चये " (३) प्रदर्शित इच्छायोगः अत्र अत्यन्तं शुध्यति प्रकृष्यते च। म 'गेह-देह-वचन-करणाऽन्तःकरण-ज्ञानावरणादिद्रव्यकर्म-रागादिभावकर्म-विकल्पाऽन्तर्जल्प र्श -विचारादिविभिन्नः केवलचैतन्यस्वरूप एक एवाऽहमि'त्यादिस्वरूपा तत्त्वमीमांसा अस्यां प्रायः सदैव के प्रवर्त्तते । अत एवायं भवोद्विग्नतया नित्यं संसारोदधिं तितीर्षति । प्रकृते “ज्ञानी तस्माद् भवाम्भोधेः, - नित्योद्विग्नोऽतिदारुणात् । तस्य सन्तरणोपायं सर्वयत्नेन काङ्क्षति ।।” (ज्ञा.सा.२२/५) इति ज्ञानसारकारिका संस्मर्तव्या। अत्र प्रवर्धमानधर्मशक्त्या भोगशक्तिः क्रमशः क्षीयते। का योगपूर्वसेवायां ये एकोनविंशतिः सदाचाराः योगबिन्दौ प्रोक्ताः तेऽपीह परां काष्ठां प्रयान्ति, પોતાની શક્તિ-આવડત-ભૂમિકા-પરિસ્થિતિ વગેરે વર્તમાનકાળે છે કે નહિ? તેનો વિચાર કરીને પ્રવૃત્તિ કરવા દ્વારા ઉપયોગશુદ્ધિ, (૨૧) સારા આશયથી કાર્ય કરવા દ્વારા ઉદ્દેશ્યશુદ્ધિ, (૨૨) શુક્લાદિ લેશ્યાશુદ્ધિ, (૨૩) ઔચિત્ય વગેરે જાળવવા દ્વારા વ્યવહારશુદ્ધિ, (૨૪) કઠોર-કડવા-કર્કશ વચનનો ત્યાગ કરવા દ્વારા ભાષાશુદ્ધિ, (૨૫) બીજાની વાતને વિચારસરણીને સમજવાની સ્વીકારવાની તૈયારી વગેરે સ્વરૂપે નયશુદ્ધિ. આવી શુદ્ધિઓને આગળ કરીને સર્વદા સર્વત્ર પ્રવૃત્તિ કરવાના લીધે ષોડશકમાં જણાવેલી પોતાના આત્માની પુષ્ટિ= પુણ્યાનુબંધી પુણ્યનો સંચય અને શુદ્ધિ = પાપક્ષયજન્ય આત્મનિર્મળતા પ્રકૃષ્ટપણે વધે છે. સંજ્ઞાશૈથિલ્યના લીધે ઈચ્છાયોગની વિશુદ્ધિ થઈ (સાદ1.) આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસંજ્ઞા વગેરેનું શું સામર્થ્ય કાંતા દૃષ્ટિમાં અત્યંત ઘટતું જાય છે. તેથી જ યોગદૃષ્ટિ સમુચ્ચયમાં શ્રીહરિભદ્રસૂરિજીએ વર્ણવેલ ઇચ્છાયોગ આ અવસ્થામાં અત્યંત વિશુદ્ધ થતો જાય છે અને બળવાન થતો જાય છે. - કાંતાદ્રષ્ટિમાં તત્ત્વમીમાંસાનો ચમકારો - (દ.) યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં જણાવ્યા મુજબ કાંતા દષ્ટિમાં “તત્ત્વમીમાંસા' નામનો ગુણ પ્રગટે જ છે. મતલબ કે ત્યારે તે સાધક અંદરમાં સંવેદનશીલ હૃદયથી એવું ઘૂંટે છે કે “ઘર, શરીર, વાણી, ઈન્દ્રિય, મન, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, રાગાદિ ભાવકર્મ, મનના સંકલ્પ-વિકલ્પ-અંતર્જલ્પ, વિચાર વગેરેથી હું અત્યંત જુદો છે. આ બધા પરાયા તત્ત્વ છે, નશ્વર છે. તે મારા નથી. હું તો એકલો છું. હું કેવલ ચૈતન્યસ્વરૂપ છું.' આવી તત્ત્વમીમાંસા છઠ્ઠી કાંતા દષ્ટિમાં પ્રાયઃ હંમેશા પ્રવર્તે છે. તેના કારણે જ સંસારથી ઉદ્વિગ્ન બનીને તે સંસારસાગરને તરવાને ઝંખે છે. અહીં જ્ઞાનસારની એક કારિકા યાદ કરવી. ત્યાં જણાવેલ છે કે “તેથી અતિભયાનક સંસારસાગરથી જ્ઞાની પુરુષ હંમેશા ઉદ્વિગ્ન હોય છે. સંસારમાં ડૂળ્યા વિના તેને તરવાના ઉપાયને સર્વ પ્રયત્નથી તે ઝંખે છે.' કાંતા દૃષ્ટિમાં પ્રકૃષ્ટપણે વધતી જતી આત્મધર્મશક્તિના કારણે ભોગશક્તિ ક્રમશઃ ધીમે-ધીમે ક્ષય પામતી જાય છે. * શ્રાવકજીવનમાં પૂર્વસેવાની પરાકાષ્ઠા છે. | (ચોરા.) (૧) લોકનિંદાભીરુતા, (૨) દીન-દુઃખીયા લોકોનો સામે ચાલીને ઉદ્ધાર કરવાની રુચિ,
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy