SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/૭ ० हेतु-स्वरूप-फलद्वारेण अपूर्वकरणनिरूपणम् । २४२५ (३५) तदनु निजपरमशीतल-त्रिकालशुद्ध-परिपूर्णवीतराग-चैतन्याऽखण्डपिण्डे एकतानतादिसम्पादनतः अपूर्वमात्मवीर्यम् उच्छलति । निजनिर्मलपरिणामग्रहणप्रवणे अपूर्वकरणे साधकः प्रविशति । स्वाध्यायध्यान-कायोत्सर्गादितपश्चर्या-करणाऽन्तःकरणसंयम-विशुद्धशीलादिगुणसामर्थ्येन सक्रियतरसमुचितयोग्यता रा अत्र ग्रन्थिभेदादिफलोपधायकयोग्यतारूपेण परिणमतितमाम् । अतः अपूर्वात्मवीर्योल्लासेन निर्भयतया म अनादिनिबिडरागादिमयतमोग्रन्थिम् आत्मार्थी भिनत्ति। संवर-शम-दम-समता-मध्यस्थतादिबलेन । अनन्तानुबन्धिनः कषायाः क्षीयन्ते। अपूर्वाऽऽध्यात्मिकप्रशान्तरसाऽऽनन्दसन्दोहम् अनुभूय र निजशुद्धात्मद्रव्यग्राहिणी पावन-विमलभावधारां अखण्डतया आत्मार्थी सम्प्रवर्धयति। प्रकृते “आदे क हि कम्मगंठी जा बद्धा विसयरागरागेहिं । तं छिन्दन्ति कयत्था तव-संजम-सीलगुणेन ।।” (शी प्रा.२७) इति शीलप्राभृतगाथा स्मर्तव्या। सर्वैरपि आत्मार्थिभिः ग्रन्थिभेदः कर्तुं शक्यते । (३६) ततः अयम् असङ्गाऽमलाऽविकल्पस्वकीयचैतन्यपरिणतिरमणप्रवणे अनिवृत्तिकरणे प्रविशति । का હા, અપૂર્વકરણમાં ગ્રંથિભેદ છે (૩૫) ત્યાર બાદ સાધક ભગવાન પોતાના જ પરમ શીતળ, ત્રિકાળશુદ્ધ, પરિપૂર્ણ વીતરાગપણે પરિણમેલ ચૈતન્યના અખંડ પિંડમાં એકતાન, લયલીન, તન્મય-એકાકાર-એકરસ બને છે. તેના લીધે સાધક પ્રભુમાં અપૂર્વ આત્મશક્તિ ઉછળે છે. આ રીતે તે અપૂર્વકરણમાં પ્રવેશે છે. આત્માની નિર્મળ ચૈિતન્યપરિણતિને ઉપાદેયપણે ગ્રહણ કરવામાં અપૂર્વકરણ નિપુણ હોય છે. સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ આદિ તપશ્ચર્યા, ઈન્દ્રિય-મનનો સંયમ, વિશુદ્ધ શીલ વગેરે ગુણોના સામર્થ્યથી સક્રિયતા એવી સમુચિતયોગ્યતા અહીં ગ્રંથિભેદાદિ ફળને તાત્કાલિક જન્માવે તેવી ફલોપધાયયોગ્યતા સ્વરૂપે પ્રકૃષ્ટપણે પરિણમે છે. તેથી અપૂર્વ આત્મવીર્યોલ્લાસથી નિર્ભયપણે આત્માર્થી ભગવાન અનાદિકાલીન નિબિડ-ગૂઢ રાગાદિમય ! તમોગ્રંથિને ભેદે છે. અત્યંત દૃઢ થયેલ સંવર, ઉપશમ, ઈન્દ્રિયદમન, સમતા, મધ્યસ્થતા વગેરે સદ્દગુણોના બળથી અનંતાનુબંધી ક્રોધાદિ ચારેય કષાયો ક્ષીણ થાય છે. પૂર્વે કદાપિ ન અનુભવેલ આધ્યાત્મિક વ} પ્રશમરસના આનંદની છોળો અંદર ઉછળે છે. અનંત આત્માનંદનો મહાસાગર અંદર હિલોળે ચઢે છે. તેનો અનુભવ કરીને પણ સાધક તેમાં અટવાતો નથી, અટકતો નથી. પરંતુ પોતાના શુદ્ધ આત્માને સ ગ્રહણ કરવા સતત તલસે છે. તેવી પાવન નિર્મળ ભાવધારાને તે અખંડપણે સમ્યફ પ્રકારે પ્રકૃષ્ટ રીતે આગળ વધારે છે, ઉછાળે છે. સાધક પ્રભુ સ્વયં તેવી અખંડ વિમલ ભાવધારામાં આગેકૂચ કરે છે. તેવી વિશુદ્ધ અધ્યવસાયધારાના માધ્યમે આંતરિક મોક્ષમાર્ગે આત્માર્થી ઝડપથી આગળ વધે છે. અહીં શીલપ્રાભૂતની એક ગાથાનું અનુસંધાન કરવું. ત્યાં જણાવેલ છે કે “વિષયરાગના રાગથી = પક્ષપાતથી આત્માની જે ગાંઠ = ગ્રંથિ બંધાયેલી હતી, તેને કૃતાર્થ સાધકો તપ, સંયમ અને શીલ ગુણથી છેદી નાંખે છે.” દરેક આત્માર્થી મુમુક્ષુથી આવો ગ્રંથિભેદ થઈ શકે તેમ છે. આત્મસાક્ષાત્કારનો પરિચય ક્રૂફ (૩૬) હવે સાધક ભગવાન અનિવૃત્તિકરણમાં પ્રવેશે છે. નિજ નિઃસંગ-નિર્મલ-નિર્વિકલ્પ 1. आत्मनः हि कर्मग्रन्थिः यो बद्धो विषयरागरागैः। तं छिन्दन्ति कृतार्थाः तपः-संयम-शीलगुणैः।।
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy