SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ २४२४ ० चरमयथाप्रवृत्तकरणदिव्यशक्तिप्रभावप्रतिपादनम् . १६/७ प दिकारिचरमयथाप्रवृत्तकरणदिव्यशक्त्या तथाविधक्षयोपशमाद् (द्वात्रिंशिका-२१/११) अहिंसा-सत्याऽचौर्यादि __ गोचरौ इच्छायम-प्रवृत्तियमौ योगदृष्टिसमुच्चयोक्तौ (२१५-२१६) प्रकृष्येते अत्र । (३३) तथाविधयमद्वयपालनजन्येन सहजमलह्रासाऽतिशयेन निर्व्याजातिशयितानन्दाऽनुभवाद् अयं म बहिः शुभाऽशुभद्रव्यादिषु इष्टाऽनिष्टताबुद्धिपरिहारेण योगबिन्दु(३६४)-द्वात्रिंशिकाप्रकरणा(१८/२२)दिव्यावर्णितं समतायोगम् आरोहति । (३४) एवं सर्वजीवशिवदर्शन-सर्वजडवस्तुसमताऽऽविर्भावतः कर्माऽऽश्रवदशा प्रपलायते । नव १ -नवदीर्घस्थितिककर्मबन्धाऽभिरुचिलक्षणां कर्मवासनाम् अयं परित्यजति । इत्थम् अन्तर्मुहूर्त्तस्थितिकं णि स्व-परपरिणामपृथक्करणप्रवणं नैश्चयिक-चरम-यथाप्रवृत्तकरणं प्राप्यते प्रकृष्यते च। શક્તિ મુજબ સાધક ભગવાન પ્રવૃત્તિ પણ કરે છે. ચરમ યથાપ્રવૃત્તકરણની દિવ્ય શક્તિથી આ બધું અંદરમાં સતત સહજતઃ થયા કરે છે. તેનાથી મોહનીયાદિ કર્મનો પ્રબળ ક્ષયોપશમ (ધરખમ ઘટાડો) થાય છે. તેના લીધે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ સંબંધી ઈચ્છાયમ અને પ્રવૃત્તિમ તેના જીવનમાં પ્રકૃષ્ટ બને છે. અહિંસાદિ યમની ઈચ્છા તે ઈચ્છાયમ. તથા શમપ્રધાન-શાંતિપ્રધાન અહિંસાદિ યમનું પાલન તે પ્રવૃત્તિયમ. આ બન્નેનું વિસ્તારથી નિરૂપણ યોગદૃષ્ટિ સમુચ્ચયમાં મળે છે. જ શુભ-અશુભ દ્રવ્યાદિમાં સમતા જ (૩૩) આ રીતે અહિંસાદિસંબંધી પ્રકૃષ્ટ ઈચ્છાયમનું અને પ્રવૃત્તિયમનું પાલન કરવાથી સાધક ભગવાનમાં સહજમાનો પુષ્કળ ઘટાડો થાય છે. જેમ દિવસો જૂની કબજિયાતમાંથી - મળમાંથી છૂટકારો ' મળવાથી માણસને પ્રસન્નતાનો, હુર્તિનો, તાજગીનો અનુભવ થાય, તેમ અનાદિકાલીન સહજમાનો ધ રેચ થવાથી સાધક પ્રભુને અંદરમાં સ્વાભાવિક આનંદનો અનેરો અનુભવ થાય છે. ફરિયાદી વલણને મૂળમાંથી રવાના કરે તેવો આનંદ અનુભવાય છે. અંદરમાં અત્યંત પ્રગાઢ તૃપ્તિ અનુભવાય છે. તેથી સ બહારની સારી ચીજ મળી જાય, પોતાની કદર કરનારી વ્યક્તિ મળી જાય, સારી જગ્યા વગેરે મળી જાય તો હરખાવા જેવું લાગતું નથી. શુભ દ્રવ્ય-ક્ષેત્ર વગેરેમાં ઈષ્ટપણાની બુદ્ધિ થતી નથી. તથા બહારમાં કોઈ પ્રતિકૂળ-અશુભ ચીજ વગેરે આવી જાય તો તેનો તેને અણગમો થતો નથી. તેમાં તેને અનિષ્ટપણાની બુદ્ધિ થતી નથી. આમ સારા-નરસા દ્રવ્ય-ક્ષેત્રાદિમાં ગમો-અણગમો રવાના થવાથી યોગબિંદુમાં તથા દ્વાર્નાિશિકામાં બતાવેલ સમતાયોગ ઉપર સાધક ભગવાન આરૂઢ થાય છે. - a નૈૠયિક ચરમ યથાપ્રવૃત્તકરણનો પ્રકર્ષ a (૩૪) આ રીતે સર્વ જીવોમાં શિવદર્શન કરવાથી અને સર્વ દ્રવ્ય-ક્ષેત્રાદિમાં સમતા રાખવાથી કર્મનો આત્મામાં પગપેસારો થાય તેવી આત્મદશા ઝડપથી પલાયન થાય છે. હવે દીર્ઘ કાળની સ્થિતિવાળા નવા-નવા કર્મોને બાંધવાની અભિરુચિસ્વરૂપ કર્મવાસનાને સાધક પૂરેપૂરી છોડે છે. આ રીતે અન્તર્મુહૂર્તની સ્થિતિવાળું નૈૠયિક ચરમ યથાપ્રવૃત્તકરણ અહીં પ્રાપ્ત થાય છે અને તે પરમ પ્રકર્ષને પામે છે. “આ રાગાદિ પર પરિણામ છે. ચૈતન્ય સ્વપરિણામ છે' - આ રીતે સ્વ-પરપરિણામને જુદા કરવામાં આ ચરમ યથાપ્રવૃત્તકરણ નિપુણ હોય છે.
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy