SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ २४२० ० वर्धमानकुशलानुबन्धसन्ततिहेतुप्रदर्शनम् । निरुणद्धि, स्वभिन्नरूपेण च विजानाति । ततश्च पृथग् भवितुं यतते । इत्थं नैश्चयिकम् अध्यात्मयोगं प्रकर्षयति । प्रकृते “आत्मानम् अधिकृत्य प्रवर्त्तमानः कर्तृत्व-भोक्तृत्वादिधर्मनिरासपुरस्सरः कश्चन विचारविशेषः " शुद्धाऽऽत्मस्वरूपश्रवण-मनन-निदिध्यासनरूपोऽपि लक्षणया अध्यात्मम्” (अ.बि.१/१ वृ.) इति अध्यात्मबिन्दुवृत्तौ म हर्षवर्धनोपाध्यायवचनम् अनुसन्धेयम् । र्श (२१) नैश्चयिकाऽध्यात्मयोगबलेन नैश्चयिकं कर्तृत्व-भोक्तृत्वादिशून्यनिजविशुद्धपरमात्मस्वरूपके भजनलक्षणं भक्त्यनुष्ठानं परमार्थतोऽत्र प्रारभ्यते। २ (२२) निजप्राणाधिकधर्मबुद्धि-तात्त्विकमुक्तिराग-सूक्ष्मपरपीडापरिहारादिगोचरप्रणिधानादिबलेन " कुशलानुबन्धसन्ततिश्च प्रवर्धते (योगदृष्टिसमुच्चय - ५८ + १५०, द्वात्रिंशिका-१२/३०)। का (२३) यदा देहेन्द्रियादिभिन्न-कर्तृत्वादिशून्य-विशुद्धनिजचेतनतत्त्वे निरन्तरं दृढरुचि-परमप्रीति છતાં પૂર્વસંસ્કારવશ તેને તેમાં તન્મયતા આવી જતી હોય છે. તો પણ તેવી તન્મયતાને તે પોતાના ચિત્તમાંથી પ્રયત્નપૂર્વક બહાર કાઢે છે, અટકાવે છે તથા “આ તન્મયતા પણ પોતાનાથી ભિન્ન છે - એવું તે કોઠાસૂઝથી ઓળખી જાય છે. તથા તેવી તન્મયતાથી છૂટો થવા માટે તે પ્રયત્ન પણ કરે છે. આ રીતે નૈૠયિક અધ્યાત્મયોગને તે પ્રકૃષ્ટ બનાવતો જાય છે. પ્રસ્તુતમાં અધ્યાત્મબિંદુસ્વોપજ્ઞવૃત્તિમાં એક વાત જણાવી છે, તેનું આત્માર્થીએ અનુસંધાન કરવું. ત્યાં શ્રીહર્ષવર્ધન ઉપાધ્યાયે જણાવેલ છે કે કર્તુત્વ-ભોસ્તૃત્વાદિ પરિણામોને દૂર કરવાપૂર્વક શુદ્ધ આત્મસ્વરૂપ વિશે શ્રવણ, મનન, નિદિધ્યાસન સ્વરૂપ એવો પણ કોઈક અનોખો વિશેષ પ્રકારનો જે વિચાર પ્રગટે, તે લક્ષણાથી અધ્યાત્મ છે.' નૈઋયિક ભક્તિઅનુષ્ઠાનનો પ્રારંભ છે (૨૧) નૈૠયિક અધ્યાત્મયોગના બળથી નૈૠયિક ભક્તિઅનુષ્ઠાન પ્રવર્તે છે. પોતાના જ કર્તુત્વાદિભાવવા શૂન્ય વિશુદ્ધ પરમાત્મસ્વરૂપને ભજવું તે નૈૠયિક ભક્તિઅનુષ્ઠાન છે. અહીં તે પરમાર્થથી શરૂ થાય છે. # કુશલાનુબંધની વર્ધમાન પરંપરા છે સ (૨૨) પોતાના પ્રાણ કરતાં પણ ધર્મને આ સાધક ચઢિયાતો માને છે, મહાન માને છે. તેથી અવસરે ધર્મ ખાતર જીવનની કુરબાની આપતા આ સાધક ખચકાતો નથી. તથા પોતાના જ રાગાદિમુક્ત સ્વરૂપને પ્રગટ કરવાની અભિલાષા સ્વરૂપ તાત્ત્વિક મુક્તિરાગ એના અંતઃકરણમાં જ્વલંત બને છે. “મારા ચૈતન્યસ્વરૂપને રાગાદિથી મુક્ત કરવું જ છે' - આવું તાત્ત્વિક મુક્તિપ્રણિધાન તેના અંતરમાં છવાયેલ હોય છે. તેના ફળસ્વરૂપે સૂક્ષ્મ પણ પરપીડાનો પરિહાર કરવાનું આ સાધક પ્રણિધાન કરે છે. આવા ઉમદા તત્ત્વો બળવાન બનવાના લીધે કુશલાનુબંધની = મોક્ષસહાયક શુભ અનુબંધની પરંપરા એના આત્મામાં પ્રકૃષ્ટપણે વધતી જ જાય છે. ફ્રિ અવંચકયોગનો પ્રકર્ષ (૨૩) હવે શરીર, ઈન્દ્રિય વગેરેથી ભિન્ન અને કર્તુત્વાદિજૂન્ય એવા પોતાના ચેતનતત્ત્વમાં પોતાની ચિત્તવૃત્તિનો પ્રવાહ નિરંતર દેઢ રુચિથી ઢળે છે, પરમ પ્રીતિથી ઝૂકે છે, પ્રબળ ભક્તિભાવથી સમર્પિત થાય છે. (= ક્રિયાઅવંચક્યોગ પ્રાપ્તિ.) આ રીતે પોતાના જ શુદ્ધ ચેતનતત્ત્વમાં જ્યારે પોતાનો
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy