SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬/૭ २४२१ • निजविशुद्धचित्स्वरूपे चित्तवृत्तिप्रवाहलयः । -प्रबलभक्तिभावगर्भः निजचित्तवृत्तिप्रवाहः लीयते, संलीयते, विलीयते च तदा संशुद्धा वीतरागनतिः स्थैर्यमापद्यते, ‘णमो अरिहंताणं'पदञ्च परमार्थतः परिणमति । इत्थमवञ्चकयोगत्रितयं विशुध्यति, प्रकृष्यते च। प्रकृते “यथाप्रवृत्तकरणे चरमेऽल्पमलत्वतः। आसन्नग्रन्थिभेदस्य समस्तं जायते ह्यदः ।।” । (यो.स.३८) इति योगदृष्टिसमुच्चयकारिका अनुसन्धेया। ‘अदः = अवञ्चकयोगत्रितयादिकम्'। म ___(२४) योगदृष्टिसमुच्चय(१६)प्रदर्शितानाम् आत्मतत्त्वाद्यद्वेष-जिज्ञासा-शुश्रूषा-श्रवणलक्षणगुणानां बलेन श षोडशकोक्तानाञ्च (१४/३-११) खेदोद्वेग-क्षेपोत्थानदोषाणां त्यागेन निजपरमात्मतत्त्वगोचरायाः चित्तवृत्तेः स्थिरत्वाद् अध्यात्मसारोक्तम् ‘एकाग्रं' चित्तमत्र लभ्यते। यथोक्तम् अध्यात्मसारे “अद्वेषादिगुणवतां । नित्यं खेदादिदोषपरिहारात् । सदृशप्रत्ययसङ्गतम् एकाग्रं चित्तमाम्नातम् ।।” (अ.सा.२२/७) इति। (२५) निजपरमात्मतत्त्वगोचरैकाग्रचित्तबलेन च “शुभकाऽऽलम्बनं चित्तं ध्यानमाहुर्मनीषिणः। स्थिर- का प्रदीपसदृशं सूक्ष्माऽऽभोगसमन्वितम् ।।” (यो.बि.३६२) इति योगबिन्दुव्यावर्णितो ध्यानयोगोऽत्र परिणमति । ચિત્તવૃત્તિપ્રવાહ લીન-સંલીન-વિલીન થાય છે ત્યારે વિતરાગનમસ્કાર શુદ્ધ બને છે, સ્થિર-દઢ થાય છે. તથા “મો રિહંત પદ ત્યારે પરમાર્થથી તન્મયપણે પરિણમે છે. પોતાના વીતરાગ ચૈતન્યસ્વરૂપ તરફ અહોભાવથી નિરંતર ઝૂકેલા રહેવા સ્વરૂપે “મો રિહંતા' પદમાં આત્માર્થી સાધક સ્થિર થાય છે, એકાકાર થાય છે. (= ફલાવંચક્યોગ પ્રાપ્તિ.) આમ યોગાવંચક, ક્રિયાઅવંચક અને ફલાવંચક યોગ વિશુદ્ધ થતા જાય છે તથા પ્રકૃષ્ટ થતા જાય છે. પ્રસ્તુતમાં યોગદૃષ્ટિ સમુચ્ચયની એક કારિકાનું અનુસંધાન કરવું. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “ચરમ યથાપ્રવૃત્તકરણમાં સહજમળ (= અનાદિકાલીન આત્મસ્વભાવવિરોધીબળ સ્વરૂપ ગાઢ આશ્રવદશા) અત્યંત અલ્પ થવાના લીધે, ગ્રંથિભેદની નજીક રહેલા સાધકને અહીં જણાવેલ ત્રણ અવંચયોગ વગેરે બધી બાબતો પ્રગટ થાય છે.” | # એકાગ્ર ચિત્તનો લાભ . (૨૪) યોગદૃષ્ટિ સમુચ્ચયમાં જણાવેલ આત્મતત્ત્વનો અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા તથા શ્રવણ ગુણનું બળ અહીં માર્ગપતિત દશામાં પ્રગટેલ હોય છે. તથા ષોડશકમાં દર્શાવેલ ખેદ, ઉદ્વેગ, શેપ અને ચિત્તઉત્થાન છે - આ દોષો દીપ્રા નામની ચોથી યોગદષ્ટિવાળી ભૂમિકામાં હોતા નથી. આમ આ ચાર ગુણોનું બળ પ્રાપ્ત થવાના લીધે તથા ચાર ચિત્તદોષોનો પરિહાર થવાના લીધે સાધકની ચિત્તવૃત્તિ પોતાના જ પરમાત્મતત્ત્વમાં સ્થિર બને છે. નિજપરમાત્મસ્વરૂપલીનતામાં જ આનંદની પ્રબળ ઊર્મિઓ અને અદમ્ય લાગણીઓ ઉછળે છે. તેથી અધ્યાત્મસારમાં દર્શાવેલ “એકાગ્ર ચિત્તને આત્માર્થી સાધક અહીં મેળવે છે. ત્યાં જણાવેલ છે કે “અદ્વેષ વગેરે ગુણવાળા સાધકોનું ચિત્ત ખેદાદિ દોષોનો ત્યાગ કરવાથી કાયમ માટે સાધનામાં એકાગ્ર હોય છે. એકસરખો ધ્યેયાકાર વૃત્તિપ્રવાહ ચિત્તમાં હોવાના કારણે તે ચિત્ત “એકાગ્ર' તરીકે માન્ય છે.” આ આત્મામાં પરમાત્મદર્શન (૨૫) પોતાના પરમાત્મસ્વરૂપમાં ચિત્ત એકાગ્ર બનવાથી આત્મામાં એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે જેના કારણે યોગબિંદુમાં દર્શાવેલ “ધ્યાનયોગ અહીં પરિણમે છે. યોગબિંદુમાં જણાવેલ છે કે “પ્રશસ્ત એક આલંબનવાળું ચિત્ત જ્યારે સ્થિર દીવા જેવું ધારાવાહી સૂક્ષ્મ જ્ઞાનોપયોગવાળું બને તેને પંડિતો ધ્યાન કહે છે.”
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy