________________
२०१८ ० देहक्रियादिकर्तृत्व-कारकत्वभावत्यागोपायदर्शनम् ० १३/७
(२) भेदज्ञानपरिपाकावस्थायां च 'कर्माद्यधीना मदीया चेतना देहचालन-भोजनादिक्रियायां प व्यापिपर्ति । कर्मोदयः तां तत्र बलात्कारेण प्रेरयति । नाऽहं तत्र प्रेरकः' इत्यादिभावनया निर्वेदगर्भया
स्वस्य क्रियाकारकत्वपरिणतिः त्याज्या, कर्मणि क्रियाकारकत्वपरिणतिः शरीरे च क्रियाकर्तृत्वपरिणतिः बोध्या। ‘सर्वद्रव्याणां स्वपरिणामकर्तृत्वमिति जगत्तत्त्वं पश्यतः परपरिणामसाक्षित्वमेवाऽवशिष्यते । तदुक्तं ज्ञानसारे “स्वभावसुखमग्नस्य जगत्तत्त्वावलोकिनः। कर्तृत्वं नाऽन्यभावानां साक्षित्वमवशिष्यते ।” (જ્ઞા.સા.ર/રૂ) રૂત્તિા
(३) कर्तृत्व-भोक्तृत्वभावशून्यसाक्षिभावभूमिकायां 'शरीरं स्वयमेव चोरिकया मदीयचेतनोपष्टम्भेन + चलन-भोजनादिक्रियायां व्याप्रियते कर्म-काल-नियति-स्वभावादिसहायतः। तत्र मे का रतिः शोको णि वा ? अहं तु तत्र असङ्गभावेन केवलः साक्ष्येव' इत्यादिभावनया संवेगगर्भया स्वस्य क्रियानुमोदन
परिणतिः त्याज्या, शरीरस्य क्रियाकर्तृत्वपरिणतिः कर्मादेश्च सहायकत्वेन क्रियाकारकत्वपरिणतिः अवसेया। वचन-मनःक्रियासु अपि एवं विभावनीयम् ।
સાક્ષીભાવને અપનાવીએ જ (૨) ભેદજ્ઞાન જ્યારે પરિપક્વ બની જાય તેવી દશામાં હજુ સૂક્ષ્મ બુદ્ધિથી એમ વિચારવું કે કર્માધીન બનેલી મારી ચેતના શરીરને ચલાવવું, જમાડવું વગેરે ક્રિયાઓમાં જોડે છે. તે ક્રિયાઓમાં શરીરને કર્મોદય બળાત્કારથી = પરાણે પ્રેરે છે. પરંતુ હું તેમાં પ્રેરકબળ નથી, પ્રેરક કર્તા નથી, પ્રયોજકર્તા નથી.' આ મુજબ નિર્વેદગર્ભિત ભાવનાથી દેહ પાસે ક્રિયા કરાવવાની પોતાની પરિણતિને છોડવી. તથા દેહમાં ક્રિયાનો કર્તૃત્વપરિણામ અને કર્મમાં ક્રિયાકારકત્વપરિણામ (= શરીર પાસે ક્રિયા કરાવવાનો પરિણામ) છે - તેમ સમજવું. “દરેક દ્રવ્યો પોત-પોતાના પરિણામના જ કર્તા છે' - આ પ્રમાણે જગતનું સ્વરૂપ જોતા એવા સાધકને હલન-ચલન-ભોજનાદિ પર પરિણામનું માત્ર સાક્ષિત્વ જ બાકી રહે છે. અર્થાતુ તે માત્ર સાક્ષી જ છે, કર્તા નથી. તેથી તો જ્ઞાનસારમાં મહોપાધ્યાયજીએ કહેલ છે કે “જે
સહજાનંદમાં મગ્ન છે અને જગતનું તત્ત્વ જુએ છે તેવા યોગીને પરપરિણામોનું કર્તુત્વ નથી. માત્ર - સાક્ષીપણું બાકી રહે છે.” “મેં આ પરપરિણામ કર્યો કે કરાવ્યો' - તેવો અહંકાર તે યોગીને સ્પર્શતો નથી.
છે કર્મસહકૃત દેહક્રિયામાં હરખ-શોકને છોડીએ આ (૩) જ્યારે કર્તુત્વ-ભોસ્તૃત્વપરિણતિ ન હોય, માત્ર સાક્ષીભાવની ભૂમિકા પ્રગટે ત્યારે આત્માર્થી સાધક સંવેગગર્ભિત ભાવનાથી એમ સમજે છે કે “મારી ચેતનાની ચોરી કરીને તેના ટેકાથી શરીર પોતે જ, જાતે જ ચાલવાની-જમવાની વગેરે ક્રિયાઓ કરે છે. તેમાં કર્મ, કાળ, નિયતિ, સ્વભાવ વગેરે પરિબળો શરીરને સહાય કરે છે. કર્માદિસહકૃત દેહક્રિયામાં મારે શું હરખ કે શોક કરવાનો? હું તો તેમાં અસંગ ભાવથી માત્ર સાક્ષી જ છું. દેહક્રિયાનો નિર્લેપ સાક્ષીમાત્ર છું - આ રીતે દેહક્રિયાની અનુમોદનાની પરિણતિને પણ છોડવી. તથા ચલન-ભોજનાદિ ક્રિયાનો કર્તુત્વપરિણામ = મુખ્યકર્તુત્વપરિણામ શરીરમાં છે અને સહાયક પરિબળ સ્વરૂપે તે ક્રિયાને કરાવવાની પરિણતિ કર્મ-કાળ વગેરેમાં છે - આમ સમજવું. દેહક્રિયાની જેમ વચનક્રિયામાં અને મનની ક્રિયામાં સમજી લેવું.