SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨/૭ ० स्वाऽभिन्नषट्कारकसङ्गतिसन्दर्शनम् । २०१९ इत्थं पौनःपुन्येन एतादृशभावपरिशीलनतः पौद्गलिकभावगोचराणां कर्तृत्व-कारयितृत्वाऽनुमन्तृत्व- प भावानां परित्यागतः अलिप्तदशाऽसङ्गदशाऽबन्धदशाप्रादुर्भावः प्रत्यासन्नतरः स्यात् । प्रकृते “नाऽहं पुद्गलभावानां कर्ता कारयिताऽपि न। नाऽनुमन्ताऽपि चेत्यात्मज्ञानवान् लिप्यते ક્રથમ્ ? ” (જ્ઞા.સા./૨) તિ જ્ઞાનસારવારિકા વિમાનનીય (४) ज्ञातृ-दृष्टभावपरिणतौ समुपलब्धायां तु 'शाश्वतशान्तसुधारसमये मत्स्वरूपचित्स्वभावे स्थित्वा श स्वदृष्टि-ज्ञप्ति-रमणतानुभवानां कर्ता अहं निजशुद्धस्वभावाय समर्पितसर्वस्वः मदीयाऽतीन्द्रियाऽमूर्त्त क -शुद्धस्वभावाभ्यां प्रसूतं ममैव परमानन्दरसं निष्कृत्रिमं शुद्धोपयोगेन पायं पायं सन्तृप्तोऽस्मीति है જ દેહક્રિયામાં કરણ-કરાવણ-અનુમોદન તજીએ જ સ્પષ્ટતા :- અહીં (૧) માં શરીર મુખ્યર્તા (= પ્રયોજયકર્તા) છે તથા આત્મા કારક = કરાવનાર = પ્રયોજનકર્તા છે, કરનાર નહિ. (૨) માં આત્મા કરનાર નથી કે કરાવનાર નથી. શરીર કરનાર છે. કર્મ કરાવનાર છે. આત્મા ફક્ત અનુમોદક છે. (૩) માં આત્મા નથી કરનાર, નથી કરાવનાર કે નથી અનુમોદના કરનાર. શરીર સ્વયં કરનાર છે. કર્માદિ કરાવનાર નથી. પણ સહાયક-અનુમોદક -શુભેચ્છકના સ્થાનમાં છે. આટલો તફાવત અહીં ત્રણેય વિકલ્પમાં ગંભીરતાથી સમજવો. ૪ પોદ્ગલિક ભાવોનો ત્રિવિધ સંબંધ છોડીએ ૪ (ઘં.) આ રીતે વારંવાર ઉપરોક્ત ભાવોનું પરિશીલન-અનુશાસન-પુનરાવર્તન-દઢીકરણ કરવાથી પૌદ્ગલિક ભાવોને વિશે કરણ-કરાવણ-અનુમોદન પરિણતિનો પૂરેપૂરો ત્યાગ થાય છે. તેના લીધે ખૂબ નિકટના કાળમાં અલિપ્તદશા, અસંગદશા, અબંધદશા પ્રગટ થાય છે. (પ્ર.) પ્રસ્તુત બાબતમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જ્ઞાનસાર પ્રકરણમાં જણાવેલ છે કે કે “પુગલભાવોનો કર્તા નથી. કરાવનાર નથી, અનુમોદક નથી - આ પ્રમાણે આત્મસ્વરૂપની વા સમજણવાળો સાધક કઈ રીતે લેપાય ?' આ બાબતની અહીં ઊંડાણથી વિભાવના કરવી. $ જ્ઞાતા-દ્રષ્ટાભાવની સાધનાનો ચિતાર જ (૪) જ્યારે ભેદજ્ઞાનની અને સાક્ષીભાવની પરિણતિને આત્મસાત કરીને સાધક જ્ઞાતા-દષ્ટાભાવની પરિણતિને પ્રગટ કરે, ત્યારે તેણે પોતાનાથી અભિન્ન છ કારકનો સમન્વય કરવામાં ડૂબી જવાનું હોય છે. તે આ રીતે – “શાશ્વત શાન્તસુધારસમય અને મારાથી અભિન્ન એવા ચેતનસ્વભાવમાં (= અધિકરણ કારક) રહીને, પોતાનું જ દર્શન અને સંવેદન તથા પોતાની જ રમણતા અને અનુભૂતિ - આવા સ્વપરિણામોને પ્રગટ કરનાર એવો હું (= કર્તા કારક) મારા શુદ્ધ સ્વભાવને (= સંપ્રદાન કારક) દર્શન-જ્ઞાન-સ્વરૂપ રમણતા આદિ સ્વરૂપ મારું સર્વસ્વ સોંપીને, મારા અતીન્દ્રિય એવા અમૂર્તસ્વભાવમાંથી અને શુદ્ધસ્વભાવમાંથી (= અપાદાન કારક) પ્રગટેલા મારા જ અકૃત્રિમ = સ્વાભાવિક એવા પરમાનંદરસને (= કર્મ કારક) શુદ્ધ ઉપયોગ વડે (= કરણ કારક) વારંવાર પી-પીને સમ્યક પ્રકારે તૃપ્ત થયેલો છું.' અહીં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ - આ છએ કારક આત્માથી અભિન્ન જ છે. ટૂંકમાં આશય એ છે કે “હું જ, મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy