________________
२००४ ० अज्ञस्य बन्धदशाव्यग्रत्वम् ०
૨૨/૪ ए भावगोचरस्वत्व-स्वामित्व-कर्तृत्व-भोक्तृत्वादिकाल्पनिकपरिणामतोऽज्ञस्य बन्धदशाव्यग्रता न दुर्लभा ।
तदुक्तम् अध्यात्मसारे “पराऽऽश्रितानां भावानां कर्तृत्वाद्यभिमानतः। कर्मणा बध्यतेऽज्ञानी ज्ञानवांस्तु न लिप्यते ।।” (अ.सा.१८/१०९) इति शुद्धचेतनस्वभावे निमज्जनीयमित्युपदेशः। तदनुसरणतश्च “निष्ठापिताऽष्टकर्माणः सम्प्राप्ताः परमं पदम् । लोकाग्रसंस्थास्ते सिद्धाः” (अभ.च.१२/६७४) इति श्रीअभयकुमारचरित्रे उपाध्यायश्रीचन्द्रतिलकैः दर्शिता सिद्धदशा प्रत्यासन्नतरा स्यात् ।।१३/५।। આત્મામાં જ જાણવો જોઈએ.” આ બાબતને ભૂલવી નહીં. બાકી કર્મપુદ્ગલો વગેરે પરદ્રવ્યોને આશ્રયીને રહેલા રાગાદિ પરિણામોને વિશે પોતાપણાની બુદ્ધિ, માલિકીપણાની પરિણતિ, કર્તૃત્વ-ભોક્નત્વાદિ કાલ્પનિક પરિણામના લીધે અજ્ઞાની જીવને કર્મબંધદશાની વ્યગ્રતા દુર્લભ ન રહે. અર્થાત્ તેવી દશામાં અજ્ઞાની કર્મબંધના વમળમાં જ અટવાય. તેથી જ તો અધ્યાત્મસાર ગ્રંથમાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “પર દ્રવ્યોમાં રહેલા ભાવોનો હું કર્તા છું, ભોક્તા છું - આવા અભિમાનના લીધે અજ્ઞાની જીવ કર્મથી બંધાય છે. આત્મજ્ઞાની તો (તેવું અભિમાન ન કરવાથી કર્મ દ્વારા) લેખાતા નથી. તેથી શુદ્ધ ી ચેતનસ્વભાવમાં જ ડૂબી જવા જેવું છે. આ ધ્યેય કદાપિ ખસી ન જાય તેની કાળજી રાખવાની હિતશિક્ષા
આ શ્લોક દ્વારા મળે છે. તે હિતશિક્ષાને અનુસરવાથી શ્રીઅભયકુમારચરિત્રમાં દર્શાવેલ સિદ્ધદશા અત્યંત નજીક આવે છે. ત્યાં શ્રીચન્દ્રતિલક ઉપાધ્યાયજીએ જણાવેલ છે કે “આઠ કર્મનો ક્ષય કરીને લોકાગ્ર ભાગમાં રહેલા તે સિદ્ધ ભગવંતોએ પરમ પદને સંપ્રાપ્ત કરેલ છે. (૧૩/૫)
- લખી રાખો ડાયરીમાં......8 - • વાસના સ્વગુણદર્શન કરીને અહંકાર પેદા કરે છે.
ઉપાસના સ્વદોષદર્શન કરીને નમ્રતા પ્રગટાવે છે. • બુદ્ધિ બીજાની સારી વાતની રજૂઆત નબળી કરે છે.
શ્રદ્ધા બીજાની સારી વાતની રજૂઆત જોરદાર કરે છે. કાયાથી પાપની પ્રવૃત્તિ, વાણીથી પાપપ્રશંસા, મનથી પાપપક્ષપાત બુદ્ધિને વળગેલ છે. કાયાથી ધર્મપ્રવૃત્તિ, વાણીથી ધર્મપ્રશંસા, મનથી ધર્મપક્ષપાત શ્રદ્ધાને વરેલ છે.
સાધના જંગલની કેડી સમાન છે. ઉપાસના ભવાટવીમાં ભોમિયા સમાન છે.