SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ४ अध्याससप्तकोच्छेदोपदेश: ० २००३ “चैतन्यमात्मनो रूपं तच्च ज्ञानमयं विदुः। प्रतिबन्धकसामर्थ्यान्न स्वकार्ये प्रवर्त्तते ।।” (यो.सा.प्रा.७/१०) इति । प्रोक्तमित्यवधेयम् । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - साम्प्रतम् अस्माकम् अशुद्धपरमभावग्राहकद्रव्यार्थिकनयतः । चेतनस्वभाववत्त्वम् । जिनशासन-सद्गुरु-जिनवाणीश्रवण-श्रद्धान-साधनादिद्वारा देहाध्यासेन्द्रियाध्यास म -मनोऽध्यास-नामाध्यास-रूपाध्यास-रागादिविभावपरिणामाध्यास-विकल्पाध्यासाधुच्छेदतः सिद्धस्वरूपाविर्भावे र्श शुद्धपरमभावग्राहकद्रव्यार्थिकनयदृष्ट्या चेतनस्वभावः सम्पद्येत । तत्सम्पादनाऽनुभवादिकरणमेवाऽस्माकं मुख्यं लक्ष्यम् । तच्च कर्मजनितोपाधिशून्यशुद्धात्मनि दृष्टि . -रुचि-समादरादिन्यासेन सम्पद्येत। तदुक्तं भावप्राभृते कुन्दकुन्दस्वामिना “सुद्धं सुद्धसहावं अप्पा अप्पम्मि ण तं च णायव्वं” (भा.प्रा.७७) इति। तच्च न विस्मर्तव्यम्, अन्यथा कर्मपुद्गलादिपरद्रव्याश्रितरागादि- का કરતો નથી. આ જ અભિપ્રાયથી અમિતગતિ નામના દિગંબરાચાર્યે યોગસારપ્રાભૂતમાં જણાવેલ છે કે “આત્માનું સ્વરૂપ ચૈતન્ય છે. “તે જ્ઞાનમય છે' - એમ શાસ્ત્રકારો જાણે છે. પ્રતિબંધકીભૂત કર્મના સામર્થ્યથી તે પોતાના કાર્યમાં પ્રવર્તતું નથી.” જ સાત પ્રકારના અધ્યાયમાંથી છૂટકારો જ આધ્યાત્મિક ઉપનય :- વર્તમાનમાં આપણે અશુદ્ધ પરમભાવને ગ્રહણ કરનારા દ્રવ્યાર્થિકનયથી ચેતનસ્વભાવને ધરાવીએ છીએ. જિનશાસન, સદ્દગુરુ, જિનવાણીશ્રવણ, શ્રદ્ધા, સાધના વગેરેના માધ્યમથી આપણે (૧) દેહાધ્યાસ = દેહમાં તાદાત્મબુદ્ધિ અને તેના લીધે દેહક્રિયામાં આવતી તન્મયતા, (૨) ઈન્દ્રિયાવ્યાસ = રુચિપૂર્વક રૂપ-રસાદિનો ભોગવટો કરવાની ઈન્દ્રિયોની નિરંતર સર્વત્ર ચપળતા, (૩) મનઅધ્યાસ = અતીતની સ્મૃતિ, અનાગતની કલ્પના વગેરેમાં સ્વરસથી તણાયે રાખવાની મનની કુટેવ, રણ (૪) નામાવ્યાસ = પોતાની નામનાની તીવ્ર કામના, (૫) રૂપાધ્યાસ = પોતાના ફોટા વગેરે પ્રસિદ્ધ કરવાની ઘેલછા-મહત્ત્વાકાંક્ષા-તલપ-તૃષ્ણા, (૬) રાગાદિ વિભાવપરિણામોનો અધ્યાસ = રાગાદિમાં એકત્વબુદ્ધિ ! -તતૂપતા-તદાકારતા-તલ્લીનતા, (૭) વિકલ્પાધ્યાસ = મનમાં ઉઠતા સંકલ્પ-વિકલ્પમાં તન્મયતા-એકાકારતા , -એકરસતા વગેરેનો ઉચ્છેદ કરવો જોઈએ. કારણ કે તે સાતેય બાબતો સદંતર દેહાતીત, ઈન્દ્રિયાતીત, ડી મનાતીત, અનામી, અરૂપી, વીતરાગી, વિકલ્પશૂન્ય એવા આપણા આત્માનું ભાન ભૂલાવે છે. તેથી તે સાતેયને ઝડપથી મૂળમાંથી ઉખેડીને જો આપણે સિદ્ધસ્વરૂપી બનીએ તો શુદ્ધપરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયની દષ્ટિએ આપણામાં ચેતનસ્વભાવ આવે. િશુદ્ધ ચેતના સ્વભાવને અનુભવીએ . (તત્ત.) શુદ્ધ પરમભાવને ગ્રહણ કરનારા દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ ચેતનસ્વભાવ ધારણ કરવો, અનુભવવો – એ જ આપણું મુખ્ય ધ્યેય હોવું જોઈએ. કર્મજન્ય સર્વ ઉપાધિઓથી રહિત શુદ્ધ આત્મદ્રવ્ય પ્રત્યે દૃષ્ટિ, રુચિ, સુંદર આદર, બહુમાન આદિને સ્થાપવાથી તે ધ્યેય હાંસલ થાય છે. તેથી જ કુંદકુંદસ્વામીએ ભાવપ્રાભૃત ગ્રંથમાં જણાવેલ છે કે “આત્મા શુદ્ધ સ્વભાવવાળો છે. તથા તે શુદ્ધ આત્માને 1. શુદ્ધ: શુદ્ધસ્વભાવ: માત્મા આત્મનિ સ ર જ્ઞાતવ્ય: /
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy