SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૪ • 'गौर्वाहीका' वाक्यविमर्श: ० १९८७ __ नैयायिकमते गौणी वृत्तिं दधत् पदं लक्षकमेव, लक्षणातः तस्या अनतिरेकात् । इदमेवाभिप्रेत्य जगदीशेन शब्दशक्तिप्रकाशिकायां “गौर्वाहीकः - इत्यादौ तु शक्यार्थ-सदृशत्वावच्छिन्नबोधकतया गौणं गवादिपदं । गोसदृशादौ लक्षकमेवाऽस्तु, न तु ततो लक्षकाद् भिद्यते” (श.श.प्र.पृ.२४) इति।। निरुक्तविवृत्तिटिप्पनके “द्वे अभिधानशक्ती गौणी मुख्या च। तत्र गौणी गुणसाम्याद् अन्यत्राऽपि वर्त्तते, यथा ‘गौर्वाहीक' इति। जाड्यादिगुणसाम्याद् ‘गौः' इत्येषा अत्र वाहीके ग्रामीणेऽप्राप्तप्रज्ञे वर्तते” (नि.व. श .૭/T.૪/વં.૧૮/9.રૂ૭૦) રૂત્યુ¢ મુન્દશર્મા आलङ्कारिकास्तु इत्थं व्याचक्षते - गौणी वृत्तिरपि लक्षणैव । सादृश्यसम्बन्धाद् गौणी लक्षणा । 'गौर्वाहीक' इत्यादौ मता। तदुक्तं साहित्यदर्पणस्वोपज्ञवृत्तौ विश्वनाथेन “गोशब्दो मुख्यया वृत्त्या वाहीकशब्देन सहान्वयमलभमानः अज्ञत्वादिसाधर्म्यसम्बन्धाद् वाहीकार्थं लक्षयति । वाहीकस्याऽज्ञत्वाद्यतिशयबोधनं प्रयोजनम् । का YO ગૌણપદ લક્ષક છે - નવ્યર્નયાયિક . (નૈયા.) નૈયાયિકના મતે તો ગૌણી વૃત્તિને ધારણ કરતું પદ લક્ષક જ છે. કારણ કે લક્ષણા કરતાં ગૌણી વૃત્તિ ભિન્ન નથી. આ જ અભિપ્રાયથી શબ્દશક્તિપ્રકાશિકા ગ્રંથમાં નવ્યર્નયાયિકમૂર્ધન્ય જગદીશ તર્કલંકારે જણાવેલ છે કે “વાહીક દેશમાં ઉત્પન્ન થયેલ માણસને બળદ કહેવામાં આવે ત્યારે “ પદ બળદ સ્વરૂપ સ્વશક્યાર્થના સદશ મંદબુદ્ધિવાળા પદાર્થનું બોધક હોવાથી ગૌણ બને છે. તે “જો’ પદ સ્વશwાર્થનું બોધક બનવાના બદલે સ્વશક્યાર્થસદશ અર્થનો બોધ કરાવવાના લીધે તે “ો' પદ લક્ષણાથી જ અર્થબોધ કરાવે છે. તેથી તેને લક્ષક જ કહેવાય. લક્ષણાજન્ય શાબ્દબોધ કરાવવાથી તે ’ પદ લક્ષકથી ભિન્ન નથી.” - ગૌણી પણ શબ્દશક્તિ છે - મુકુંદ શર્મા જ (નિ.) યાસ્કનિરુક્તવિવૃત્તિના ટિપ્પણમાં મુકુંદ શર્મા નામના વિદ્વાને આ અંગે એક સરસ વાત કરી છે. ત્યાં તેમણે જણાવેલ છે કે “શબ્દની બે અર્થપ્રતિપાદક શક્તિ હોય છે. (૧) ગૌણી અર્થપ્રતિપાદક શક્તિ અને (૨) મુખ્ય અર્થપ્રતિપાદક શક્તિ. અભિધેયાર્થના ગુણની સમાનતાના લીધે અન્ય અર્થમાં વા પણ શબ્દની શક્તિ વિષયતા સંબંધથી કે પ્રતિપાદ્યતાસંબંધથી રહે તે ગૌણી શક્તિ કહેવાય. જેમ કે : વાદી’ | બળદ અર્થમાં રહેલ જડતા વગેરે ગુણના સામ્યથી વાહકમાં = પ્રજ્ઞાશૂન્ય ગામડીયા માણસમાં સ આ બળદ (ઢોર) છે' - આ પ્રમાણે જે શબ્દપ્રયોગ થાય છે તે ગણી શબ્દશક્તિનું ઉદાહરણ સમજવું.” ગણી લક્ષણા અંગે આલંકારિક મત જ (કાન) અલંકારશાસ્ત્રવિશારદો તો ગૌણી વૃત્તિને પણ એક પ્રકારની લક્ષણા જ કહે છે. સાદશ્યસંબંધથી જ્યાં પ્રતીતિ થાય ત્યાં ગૌણી લક્ષણા માન્ય છે. જેમ કે “જી: વાદી” - ઇત્યાદિ સ્થલમાં ગોસદશ વાહીકની પ્રતીતિ થવાથી ગૌણી લક્ષણા પ્રવર્તે. આ અંગે સાહિત્યદર્પણની સ્વોપજ્ઞવૃત્તિમાં વિશ્વનાથ કવિએ જણાવેલ છે કે “પ્રસ્તુતમાં “જો’ શબ્દ મુખ્યવૃત્તિથી (નૈયાયિકમતાનુસાર શક્તિથી, આલંકારિકદર્શનાનુસાર અભિધાથી) વાહીકશબ્દની સાથે અન્વયને પ્રાપ્ત કરી શકતો નથી. તેથી અનભિજ્ઞત્વાદિસ્વરૂપ સાધમ્મસંબંધથી ” શબ્દ ગોસદશત્વસ્વરૂપે વાહીક અર્થને લક્ષિત કરે છે = લક્ષણા દ્વારા જણાવે છે. વાહીકગત
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy