SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ?/? ☼ सदसत्स्वभावं स्वात्मद्रव्यं ध्येयम् १९६९ -क्षेत्र-काल-भावापेक्षस्य अस्मदीयाऽस्तित्वस्वभावस्य अपरोक्षानुभूतिकृते नाभिकमले हृत्पद्मे वा असङ्गभावतः स्वोपयोगं स्थिरीकृत्य स्वपरिणामवैशारद्यं यतनया सम्पादनीयम् । तथा 'परकीयद्रव्याद्यपेक्षया प अस्मदीयम् अस्तित्वं नास्ति, न वा परकीयद्रव्यादिषु स्वास्तित्वं वर्तते' इति विज्ञाय निरुक्तपरकीयद्रव्य-क्षेत्रादिषु मध्यस्थता धार्या । तन्निमित्तः क्षोभः न कार्यः । रा 2 अस्ति-नास्तिस्वभावानुविद्धं निजात्मतत्त्वं सर्वदा ध्येयम् । इदमेवाभिप्रेत्य बृहन्नयचक्रे माइल्लधवलेन 1“अत्थित्ताइसहावा सामण्ण-विसेससंठिया जत्थ। अवरुप्परमविरुद्धा तं णियतच्चं हवे परमं ।।” (बृ.न.च.३५८) र्श इत्युक्तम्। इत्थञ्च प्रकृते स्व-परद्रव्यादिचतुष्टयग्राहकद्रव्यार्थिकनयद्वयग्राह्याभ्याम् अस्ति-नास्तिस्वभावाभ्यां क युक्ते आत्मादिद्रव्ये पौनःपुन्येन एकाग्रप्रत्ययाभ्यासः आज्ञाविचयाभिधानं धर्मध्यानं जनयति, “स्वरूप र्णि -पररूपाभ्यां सदसद्रूपशालिषु । यः स्थिरप्रत्ययो ध्यानं तदाज्ञाविचयाह्वयम् ।।” (त्रि.श.पु. २ / ३ / ४४९) इति त्रिषष्टिशलाकापुरुषचरित्रे श्रीहेमचन्द्राचार्यवचनात् । ततश्च “ अतुलमणन्नसरिसयं निव्वाणं निव्वुई परं का सोक्खं” (वि.आ.भा.३१८५ ) इति विशेषावश्यकभाष्योक्तं निर्वाणं प्रत्यासन्नतरं स्यात् ।।१३ / १।। -શ્રુતાદિ તરીકે હું કઈ રીતે પરિણમી જાઉં ? તેથી તે સ્વરૂપે હું નથી જ' - આવું હૃદયસ્પર્શી રીતે જાણીને સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવસાપેક્ષપણે આપણા અસ્તિત્વને અપરોક્ષપણે અનુભવવા માટે નાભિકમળમાં કે હૃદયકમળમાં અસંગભાવે ઉપયોગને કેન્દ્રિત કરી સ્વ-ભાવને પોતાના પરિણામને ધવલ બનાવવા પ્રયત્નશીલ રહેવું. તથા ‘પરકીય દ્રવ્યાદિની અપેક્ષાએ આપણું અસ્તિત્વ નથી, પરકીય દ્રવ્યાદિમાં આપણું અસ્તિત્વ નથી’ - આવું જાણી હમણાં બતાવેલ પરકીય દ્રવ્ય-ક્ષેત્રાદિ પ્રત્યે મધ્યસ્થતાને ધારણ કરવી. પરકીય દ્રવ્યાદિમાં થતાં ફેરફારના નિમિત્તે કોઈ આંતરિક ખળભળાટ ઉભા થઈ ન જાય તેની કાળજી રાખવી. આજ્ઞાવિચય ધર્મધ્યાનને પામીએ ઊ (પ્તિ.) અસ્તિસ્વભાવથી અને નાસ્તિસ્વભાવથી વણાયેલ એવા પોતાના આત્મતત્ત્વનું જ સર્વદા ધ્યાન ધરવું જોઈએ. આ જ અભિપ્રાયથી બૃહદ્ભયચક્રમાં માઈલ્લધવલજીએ જણાવેલ છે કે ‘સામાન્યરૂપે અને વિશેષરૂપે અસ્તિત્વાદિ સ્વભાવો જ્યાં પરસ્પર અવિરુદ્ધ બનીને રહેલા છે, તે પરમ નિજતત્ત્વ = આત્મતત્ત્વ છે.’ આ રીતે પ્રસ્તુતમાં જિનાજ્ઞા મુજબ સ્વદ્રવ્યાદિચતુષ્કગ્રાહક દ્રવ્યાર્થિકનયથી ગ્રાહ્ય એવા અસ્તિસ્વભાવથી યુક્ત તથા પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનયથી ગ્રાહ્ય એવા નાસ્તિસ્વભાવથી યુક્ત એવા આત્માદિ દ્રવ્યને વિશે વારંવાર જિનાજ્ઞાનુસાર એકાગ્રપણે પ્રતીતિ કરવાનો અભ્યાસ કરવાથી આજ્ઞાવિચય નામનું ધર્મધ્યાન પ્રગટ થાય છે. કારણ કે કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિજી મહારાજે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં શ્રીઅજિતનાથ ભગવંતની દેશનાના અવસરે જણાવેલ છે કે ‘સ્વરૂપની અપેક્ષાએ સત્વભાવથી યુક્ત તથા પરરૂપની દૃષ્ટિએ અસત્સ્વભાવથી યુક્ત એવા દ્રવ્યોને વિશે જે સ્થિર પ્રત્યય = પ્રતીતિ છે તે આજ્ઞાવિચય નામનું ધ્યાન છે.' આવા ધર્મધ્યાનને પામવાની અહીં આડકતરી રીતે સૂચના પ્રાપ્ત થાય છે. તેનાથી વિશેષાવશ્યકભાષ્યમાં બતાવેલ નિર્વાણ ખૂબ નજીક આવે છે. ત્યાં જણાવેલ છે કે ‘અતુલ, અજોડ, પરમ શાંતિ (= નિવૃત્તિ) અને સર્વોત્કૃષ્ટ સુખ એ જ નિર્વાણ છે.(૧૩/૧) = 원위의 외 1. अस्तित्वादिस्वभावाः सामान्य- विशेषसंस्थिता यत्र । अपराऽपरमविरुद्धाः तद् निजतत्त्वं भवेत् परमम् ।। 2. अतुलमनन्यसदृशकं निर्वाणं निवृत्तिः परं सौख्यम् ।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy