SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ १९६८ • स्वास्तित्व-नास्तित्वविचार: ० ૨૩/૬ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – (१) 'शुद्धचैतन्याऽखण्डपिण्डात्मकैकस्वद्रव्यरूपेणैव अस्मि, प औदारिक-तैजस-कार्मणादिशरीर-श्वासोच्छ्वास-भाषा-मनःप्रभृतिपुद्गलद्रव्य-धर्मास्तिकायादिपरद्रव्यस्वरूपेण रा च नास्मि । (२) निजाऽसङ्ख्येयात्मप्रदेशलक्षणे स्वक्षेत्रेऽस्मि, लोक-नगर-वसति-संस्तारक-गगनादिलक्षणे मच परक्षेत्रे नास्मि । (३) प्रवर्त्तमाननिजशुद्धवर्त्तनालक्षणे स्वकालेऽस्मि, अतीताऽनागत-परकीयवर्त्तना लक्षणे च परकाले नास्मि । (४) अविचलसमता-शाश्वतशान्ति-सहजसमाधि-परमानन्दाऽनन्तशक्ति -प्रकृष्टशुद्धिसमनुविद्धन अक्रियाऽखण्डाऽतीन्द्रिय-निर्विकल्प-निस्तरङ्ग-निरावरण-केवलस्वप्रकाशमया ऽपरोक्षाऽन्याऽनपेक्षशुद्धोपयोगलक्षणनिजस्वभावेन अस्मि, गमनाऽऽगमन-भोजन-भाषण-शयनाऽऽसण नादिक्रिया-रागादिविभावपरिणाम-विकल्प-वितर्काऽन्तर्जल्प-गारवत्रिक-संज्ञाचतुष्क-विकथाचतुष्क-कषायचतुष्क का -वेदत्रिक-लेश्याषट्क-मिथ्यात्वाऽज्ञानाऽसंयमाऽसिद्धत्वादिलक्षणौदयिकभाव-वक्ष्यमाण(१४/४)विभावगुणव्यञ्जनपर्यायात्मकमतिज्ञानादिलक्षणक्षायोपशमिकभावस्वरूपपरभावेन च नास्मी'त्यवसाय स्वकीयद्रव्य # આપણા અસ્તિત્વને ઓળખીએ ૪ આધ્યાત્મિક ઉપનય :- “(૧) શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડસ્વરૂપ એક નિજદ્રવ્યસ્વરૂપે જ હું છું. ઔદારિકશરીર, તેજસશરીર, કામણાદિશરીર, શ્વાસોચ્છવાસ, ભાષાદ્રવ્ય, મનોદ્રવ્ય વગેરે મુદ્દગલદ્રવ્ય તથા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો તો પર દ્રવ્ય છે. તે સ્વરૂપે મારું અસ્તિત્વ નથી. (૨) પોતાના અસંખ્ય આત્મપ્રદેશ સ્વરૂપ સ્વક્ષેત્રમાં હું વસું છું. લોક (= ચૌદ રાજલોકસ્વરૂપ વિશ્વ), નગર, વસતિ (= મકાન કે ઉપાશ્રયાદિ), સંથારો (પથારી), આકાશ વગેરે તો મારા માટે પરક્ષેત્ર છે. તેમાં હું રહેતો નથી. (૩) પ્રવર્તતી પોતીકી શુદ્ધવર્તના સ્વરૂપ સ્વકાળે હું છું. અતીત, અનાગત કે પરકીય વર્તનાસ્વરૂપ પરકાળે મારું અસ્તિત્વ નથી. (૪) શુદ્ધ ઉપયોગ સ્વરૂપ નિજસ્વભાવરૂપે હું છું. એ શુદ્ધ ઉપયોગ અક્રિય (બાહ્યક્રિયાશૂન્ય), અખંડ, 2 અતીન્દ્રિય, નિર્વિકલ્પ, નિસ્તરંગ, નિરાવરણ, કેવળ સ્વપ્રકાશમય, અપરોક્ષ અને અન્યથી (= ઈન્દ્રિય -મન વગેરેથી) નિરપેક્ષ છે. તેમજ અવિચલ સમતા, શાશ્વત શાંતિ, સહજ સમાધિ, પરમ આનંદ, અનંત શક્તિ અને પ્રકૃષ્ટ શુદ્ધિથી તે શુદ્ધોપયોગ સારી રીતે વણાઈ ગયેલ છે, એકમેક બની ચૂકેલ છે. આવા શુદ્ધોપયોગાત્મક નિજ સ્વભાવે જ હું વર્તુ છું. પરંતુ ગમન-આગમન, ભોજન, ભાષણ, શયન (નિદ્રા), આસન (= બેસવું) વગેરે ક્રિયા તો પરભાવ છે. તે સ્વરૂપે મારું અસ્તિત્વ નથી. તે જ રીતે રાગાદિ વિભાવ પરિણામ, વિકલ્પ, વિતર્ક, અન્તર્જલ્પ (મનમાં થતો બબડાટ), રસ-ઋદ્ધિ-શાતા ગારવ, આહાર-ભય-મૈથુન -પરિગ્રહ સંજ્ઞા, સ્ત્રી-ભોજન-દેશ-રાજકથાસ્વરૂપ ચાર વિકથા, ક્રોધાદિ ચાર કષાય, સ્ત્રી-પુરુષ-નપુંસકવેદ, કૃષ્ણાદિ છ લેશ્યા, મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ વગેરે સ્વરૂપ ઔદયિકભાવરૂપે પણ મારું અસ્તિત્વ નથી. તે ઔદયિક ભાવ મારા માટે પરભાવ જ છે. તે જ રીતે મતિજ્ઞાન વગેરે ક્ષાયોપથમિક ભાવસ્વરૂપે પણ મારું અસ્તિત્વ નથી. કેમ કે મતિજ્ઞાનાદિ પરિણામો પણ વિભાવગુણ વ્યંજનપર્યાય જ છે. [આ વાત આગળ (૧૪૪) જણાવવામાં આવશે.] આથી તે સ્વભાવે હું નથી રહેતો. જ્ઞાનમાં જે પરપ્રતિભાસ થાય છે, તે પણ ઉપચરિત છે, વાસ્તવિક નહિ. [આ વાત પૂર્વે (૧૨/૧૦) જણાવેલ જ છે.] તો પછી પરપ્રતિભાસ -વિષયપ્રતિભાસ જ જેમાં સામાન્યથી મુખ્યપણે છવાયેલ હોય તેવા વિભાવગુણવ્યંજનપર્યાય સ્વરૂપ મતિ
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy