________________
• सिद्धत्वनिरुक्तिः ।
૧/૨-૧૨ प (४) निजज्ञानप्रतिभासमानपरज्ञेयाकारनिमित्तकरागाद्याविर्भावप्रतिरोधप्रणिधानप्राबल्यप्रणयनम्, रा (५) परमनिष्कषाय-निर्विकार-निर्विकल्प-निराकुल-निष्प्रपञ्च-निजाऽक्षयाऽनन्ताऽऽनन्दमयचैतन्य- स्वभावमाहात्म्यभावनञ्चेति एतानि पञ्च एतदन्यतरद् वा निजस्वभावभासकं ज्ञानयोगप्राधान्यं सूचयति भिन्नग्रन्थिकस्य संविग्नपाक्षिकस्य ।
इत्थमेव “दीहकालरयं जं तु कम्मं से सिअमट्ठहा। सिअं धंतं ति सिद्धस्स सिद्धत्तमुवजायइ ।।" (ા.નિ.૨૧૩) રૂત્તિ સાવરનિર્ણિતં સિદ્ધત્વ તસ્ય પ્રત્યારસન્નતાં ચાતા9િ૧/ર-૧૧ાા
(૪) પોતાના જ્ઞાનોપયોગમાં જે પારકા શેયપદાર્થોના આકારો પ્રતિભાસે છે, તે જોયાકારોના નિમિત્તે જે રાગાદિ વિકૃતપરિણામો પ્રગટ થાય, તેને અટકાવવાના પ્રણિધાનને - સંકલ્પને વધુ ને વધુ પ્રબળ કરતા રહેવું. (A) તે પ્રણિધાનમાં બાધક બને તેવી પ્રવૃત્તિને અને પરિણતિને તિલાંજલિ આપતા રહેવી. તથા (B) વારંવાર તે પ્રણિધાનને યાદ કરવું. આ બન્ને પ્રકારની સાવધાની વડે તે પ્રણિધાન પ્રબળ બને.
(૫) પોતાના ચૈતન્યસ્વભાવના માહાભ્યની નિરંતર ભાવના કરવી. “મારો ચૈતન્યસ્વભાવ (A) પરમ નિષ્કષાય, (B) પરમ નિર્વિકાર, (C) પરમ નિર્વિકલ્પ, (D) અત્યંત નિરાકુલ, (E) નિષ્ઠપંચ એ છે. (F) મારા પોતાના જ અક્ષય = કદી ન ખૂટે એવા અને અનન્ત = શાશ્વત આનંદથી વ્યાપ્ત
એવો મારો ચૈતન્યસ્વભાવ છે. આનંદની પ્રાપ્તિ મને અંદરમાંથી જ થશે. મારો ચૈતન્યસ્વભાવ અલૌકિક ધ છે. મારે તેમાં જ વિશ્રાન્તિ કરવી છે. ત્રણ લોકમાં ચૈતન્યસ્વભાવથી ચઢિયાતી કોઈ ચીજ નથી. એ એ જ પરમાર્થ તત્ત્વ છે. તેને પામીને, તેનો આશ્રય કરીને, તેમાં તરૂપ થઈને મારે પરિપૂર્ણ વીતરાગ ચૈતન્યસ્વરૂપે જ કાયમી ધોરણે પરિણમી જવું છે. આ પ્રમાણે ચૈતન્યસ્વભાવના મહિમાથી ભાવિત થવું.
ભાવભાસનની આવશ્યકતા જ આ પાંચેય પરિબળો અથવા પાંચમાંથી કોઈ પણ એક પરિબળ દ્વારા અંતરમાં ભાવભાસન = નિજસ્વભાવનું ભાસન થાય છે. તેવું પરિબળ “સંવિગ્નપાક્ષિકના જીવનમાં જ્ઞાનયોગની મુખ્યતા છે' - તેવું સૂચવે છે. જેણે ગ્રંથિભેદ કરેલો છે, ભાવ સમ્યગ્દર્શન જેની પાસે વિદ્યમાન છે એવા સંવિગ્નપાક્ષિકને વિશે આ વાત સમજવી. દ્રવ્યસમકિત જેની પાસે છે તેવા સંવિગ્નપાક્ષિકના જીવનમાં જ્ઞાનયોગની મુખ્યતાને સૂચવનારા આ ચિહ્નો નથી. અહીં તો ભાવસતિવાળા સંવિગ્નપાક્ષિક કઈ રીતે પોતાના જીવનમાં જ્ઞાનયોગ પ્રધાન બનાવે ? તેની વાત દર્શાવેલ છે.
જ જ્ઞાનયોગની મુખ્યતાથી સિદ્ધસુખ સમીપ જ (ત્ય.) આવી જ્ઞાનયોગમુખ્યતા વડે જ આવશ્યકનિયુક્તિમાં જણાવેલ સિદ્ધપણું સંવિગ્નપાક્ષિકના જીવનમાં ખૂબ નજીક આવે. ત્યાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે કે “જીવે દીર્ઘ કાળથી બાંધેલ જે રજકણ છે તે કર્મ કહેવાય છે. આઠ પ્રકારે બાંધેલ તે કર્મ જેણે બાળી નાંખેલ હોય તે સિદ્ધ કહેવાય. સિત (= બાંધેલ) અતિ (= બાળેલ) યેન સ સિદ્ધ' - આવી વ્યુત્પત્તિ છે. તેથી બાંધેલા કર્મને બાળવાપણું એ જ સિદ્ધમાં રહેલ સિદ્ધત્વ છે. તેને તેઓ મેળવે છે.” (૧૫/૨-૧૧) 1. दीर्धकालरजो यत् तु कर्म तस्य सितमष्टधा। सितं ध्मातमिति सिद्धस्य सिद्धत्वमुपजायते ।।