SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/૨-૧? ० निरन्तरं निजात्मद्रव्यं निरीक्षणीयम् । २३३७ -शुद्धप्ररूपणा-स्वाध्याय-श्रद्धादिबलेन संविग्नपाक्षिकतया त्ववश्यं भाव्यम् । यथाच्छन्द-कुशीलत्वादिकं स्वस्य न स्यात् तथाऽवधातव्यमित्युपदेशः। संविग्नपाक्षिकस्य ज्ञानयोगप्राधान्यं न केवलं शास्त्राभ्यासानुपसर्जनभावेन, पठन-पाठन-शास्त्र- रा संशोधन-प्रकाशनादिप्रवृत्तिप्राधान्येन वा ज्ञेयम् । (૧) “ટ્રવ્યવનિર્ક માવિવર્ણિતમ્ નોર્મદિત વિદ્ધિ નિશ્વયેન વિવાભII” (T.૫.૮) : इति पूर्वोक्त(७/६)परमानन्दपञ्चविंशतिकाकारिकाऽवलम्बनतो निरन्तरं द्रव्यकर्म-भावकर्म-नोकर्मप्रभृतिपार्थक्येन निजात्मद्रव्याऽवलोकनम्, (२) अपक्षपातितया कुकर्माधीनस्वचित्तवृत्ति-कुसंस्कार-प्रमादपारवश्यादीनां गर्हणादितः स्वचित्तवृत्तिसंशोधनम्, ___ (३) अनवरतं निजज्ञानपरिणतः देहाध्यासेन्द्रियाध्यास-रागाद्यध्यासादीनां पृथक्करणाभ्यासलीनता, का કે વર્યાન્તરાય કર્મના ઉદયથી સંવિગ્નસાધુ ન બની શકાય એવી અનિવાર્ય સ્થિતિમાં દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ, સુસાધુસેવા, મોક્ષમાર્ગની શુદ્ધ પ્રરૂપણા, સ્વાધ્યાય, શ્રદ્ધા વગેરેના બળથી કમ સે કમ સંવિગ્નપાક્ષિક તો અવશ્ય બનવું. યથાછંદ કે કુશીલ વગેરે કક્ષામાં પહોંચવાની ભૂલ તો કદાપિ ન જ કરવી. આવો આધ્યાત્મિક ઉપદેશ આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે. હ જ્ઞાનયોગપ્રાધાન્યને પાંચ પ્રકારે સમજીએ હS (વિ.) (A) માત્ર શાસ્ત્રાભ્યાસને મુખ્ય બનાવવાથી સંવિગ્નપાક્ષિકના જીવનમાં જ્ઞાનયોગની મુખ્યતા ન જાણવી. અથવા (B) સ્વયં શાસ્ત્રો ભણવા, બીજાને શાસ્ત્રો ભણાવવા, શાસ્ત્રોનું સંશોધન કરવું, શાસ્ત્રનું પ્રકાશન વગેરે કરવું - આવી પ્રવૃત્તિની મુખ્યતા સંવિગ્નપાક્ષિકના જીવનમાં જોવા મળે તેટલા માત્રથી “આ સંવિગ્નપાક્ષિક જ્ઞાનયોગપ્રધાન છે' - તેમ ન જાણવું. જ્ઞાનયોગની મુખ્યતા નીચેના પાંચ પરિબળોના માધ્યમથી જાણી શકાય. (૧) જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, રાગાદિ ભાવકર્મ અને શરીરાદિ નોકર્મ વગેરેથી ભિન્નરૂપે પોતાના આત્માનું નિરંતર અવલોકન કરવું. પરમાનંદપંચવિંશતિકા પ્રકરણમાં જણાવેલ છે કે “નિશ્ચયથી પોતાના સ આત્માને તું દ્રવ્યકર્મમુક્ત, ભાવકર્મશૂન્ય, નોકર્મરહિત અને ચૈતન્યસ્વરૂપ જાણ.' આ સંદર્ભ પૂર્વે (૭/૬) દર્શાવેલ હતો. તેનું આલંબન લઈને ઉપર મુજબ અવલોકન સંવિગ્નપાક્ષિક કરે. અજ્ઞાનીને તો પોતાનો આત્મા કર્મથી અને કર્મજન્ય તત્ત્વોથી સંયુક્તરૂપે-એકમેકસ્વરૂપે-તન્મયપણે ભાસે છે. પણ સંવિગ્નપાક્ષિક તેવું ન કરે. - (૨) કુકર્મને આધીન બનેલી પોતાની ચિત્તવૃત્તિ, પોતાની ચિત્તવૃત્તિના કુસંસ્કારો, પોતાની પ્રમાદપરવશતા વગેરેની નિષ્પક્ષપાતપણે, બચાવ કર્યા વગર, ગહ-નિંદા-ધિક્કાર આદિ કરવા દ્વારા પોતાની ચિત્તવૃત્તિનું સંશોધન-સંમાર્જન-પરિમાર્જન કરવું. (૩) પોતાની જ્ઞાનપરિણતિમાંથી દેહાધ્યાસ, ઈન્દ્રિયાવ્યાસ, રાગાદિનો અધ્યાસ વગેરેને છૂટા પાડવાનો અભ્યાસ કરવામાં નિરન્તર લીન રહેવું.
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy