________________
२३२६ • कुशीलादयः न तिरस्कार्याः ।
૧/૨-૨ आचारहीनतायाम्, स्वकीयवाग्वृत्तिः शाब्दिकाऽसभ्यतायाम्, स्वीयमनोवृत्तिश्च कुविचारणायाम् अटाट्यन्ते । _' ततश्च माया-मृषावाद-मालिन्यवशेन स्वात्मद्रव्यं दीर्घभवभ्रमणकारिसंसारिजीवतया परिणमति ।
कुसङ्गोत्तरकालं शास्त्राभ्यास-सदाचारपालन-सत्सङ्गाद्युत्साहोऽपि नश्यति, परमात्म-तद्गुणेषु चित्तवृत्तिम विनियोगस्तु अतिदुर्लभः भवति । इत्थञ्चाऽगीतार्थ-कुशीलसङ्गः मानवभव-सदाचारवैभव-गुणवैभवानां पुण्योदय-सत्पुरुषार्थ-परिणतिनैर्मल्यलभ्यानां लुण्टनेन लुण्टाकसमः। अतः तत्त्याग एव उचितः।
किन्तु तन्निन्दा-द्वेषादिकं न कार्यम्, तेषामपि आत्मरूपत्वात् । कालान्तरे तेऽपि प्रायः परमात्मतया • परिणंस्यन्ति । ततश्चाऽगीतार्थ-कुशीलादयः त्याज्याः, न तु तिरस्कार्याः । इत्थमस्खलद्गत्या दुर्घटनां णि विना साधनायानसञ्चालनेन द्रुतं लोकाग्रस्थं मोक्षपुरं प्राप्यमित्युपदिश्यतेऽत्र। तदनुसरणतश्च का “अट्ठविहकम्मवियडा सीदीभूदा णिरंजणा णिच्चा। अट्ठगुणा कयकिच्या लोयग्गनिवासिणो सिद्धा ।।" (प.स.३१) इति दिगम्बरीये प्राचीने पञ्चसङ्ग्रहे दर्शितं सिद्धस्वरूपं तरसा लभ्यते ।।१५/२-९।। જીવદ્રવ્ય ભાવુક હોવાથી શક્તિ હોવા છતાં આપણી પોતાની કાયિકવૃત્તિ હીન આચારમાં, પોતાની વાફવૃત્તિ અસભ્ય અને અસત્ય શબ્દોમાં તથા પોતાની ચિત્તવૃત્તિ હલકા વિચારોમાં અત્યંત ભટકે છે. આરાધનામાં શક્તિ છૂપાવવી તે માયા છે. અસભ્ય-અસત્યભાષણ એ મૃષાવાદ છે. કુવિચારમગ્નતા એ મનની મલિનતા છે. તેથી તેને આધીન થઈ જવાના લીધે આપણું આત્મદ્રવ્ય દીર્ઘ ભવભ્રમણકારી સંસારી જીવ તરીકે પરિણમે છે. કુસંગ પછી શાસ્ત્રાભ્યાસ, સદાચારપાલન, સત્સંગ વગેરેમાં જોડાવાનો ઉત્સાહ પણ ખલાસ થાય છે. પરમાત્મામાં અને પરમાત્મગુણોમાં ચિત્તવૃત્તિને પરોવવાની વાત તો દૂર
જ રહી જાય છે. આમ અગીતાર્થ, કુશીલ વગેરેનો સંગ આપણા પુણ્યોદયેલભ્ય માનવભવને, સત્પુરુષાર્થલભ્ય શું આચારવૈભવને અને પરિણતિની નિર્મળતાથી મળનારા ગુણવૈભવને લૂંટી લેનાર હોવાથી લૂંટારા સમાન છે. તેથી તેનો ત્યાગ કરવો જ જોઈએ.
# કુશીલ સાધુની નિંદા ન કરીએ * (વિ.) પરંતુ તેની પણ નિંદા, કુથલી વગેરે ન કરવી. કારણ કે તેઓ પણ આત્મા જ છે. કાલાંતરે આ પ્રાયઃ પરમાત્મરૂપે તેઓ પરિણમવાના છે. તેથી અગીતાર્થ, કુશીલ વગેરેને છોડવાના ખરા પણ તરછોડવાના
નહિ. તેઓનો અંતરથી ધિક્કાર કે તિરસ્કાર ન કરવો. તેમના પ્રત્યે કરુણા-મૈત્રી-માધ્યચ્ય વગેરે યથોચિત ભાવનાને ધારણ કરવી. આ રીતે accident કર્યા વિના આપણી સાધનાગાડીનું driving કરીને ઝડપથી લોકાગ્ર ભાગમાં આવેલ મોક્ષનગરે પહોંચી જવાની આધ્યાત્મિક પ્રેરણા આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે. તે પ્રેરણાને ઝીલવાથી દિગંબરીય પ્રાચીન પંચસંગ્રહમાં દેખાડેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રાપ્ત થાય છે. ત્યાં સિદ્ધસ્વરૂપનું વર્ણન કરતાં જણાવેલ છે કે “લોકના ઊર્ધ્વ ભાગમાં વસનારા સિદ્ધ ભગવંતો આઠેય પ્રકારના કર્મોને દૂર કરીને અત્યંત શીતળ અને નિરંજન બનેલા છે. તેઓ નિત્ય છે. આઠ ગુણને ધારણ કરનાર છે. તેમજ તેઓ કૃતકૃત્ય છે.” (૧૫/૨-૯)
1. अष्टविधकर्मविकलाः शीतीभूता निरज्जनाः नित्याः। अष्टगुणाः कृतकृत्याः लोकाग्रनिवासिनः सिद्धाः।।