SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ /૨-૨ ☼ प्रतिमाऽऽलम्बनतो निजपरमात्मस्वरूपं ध्यातव्यम् २३२५ र्णि लगति। सदैव निजचित्तवृत्तिं परमात्मनि एकाग्रतया संस्थाप्य परमात्मरूपता सम्प्राप्या । तदर्थमेवाऽयं प महार्घः मानवभवोऽस्माभिरुपलब्धो महापुण्योदयतः । चित्तवृत्तिः निरन्तरं परमात्मसङ्गरक्ता स्यात्, स्यादेव तर्हि इलिका-भ्रमरीन्यायतः जीवः शिवस्वरूपः । परतप्तिपरिहारेण अर्हदनुग्रहयाञ्चापूर्वं रा परमात्मप्रतिमाद्यालम्बनतः जिनतुल्यं निजशुद्धपरमात्मस्वरूपम् अर्हत्प्रदर्शितम् अनन्तज्ञान-दर्शन-चारित्र म् -शक्ति-परमानन्द-शाश्वतशान्ति - सहजसमाधिमयं परमादरेण प्रतिदिनं दीर्घकालं यावत् तन्मयभावतोर्श ध्यातव्यम् । ततश्च कोऽप्यपूर्वी निजसच्चिदानन्दरसाऽऽस्वादो लभ्यते, येन निजान्तःकरणवृत्तिः पुनः पुनः तत्रैव लगति, तेनैव चोपरज्यते । सहजमल-भवानुबन्धिता - बहिर्मुखता-बन्धदशादिकञ्च ततो द्रुतं नश्यति रत्नत्रयञ्च तात्त्विकं लभ्यते । अयमेव विद्यते पारमार्थिकः पन्थाः परमपदप्राप्तेः । किन्तु अगीतार्थ- कुशील- पार्श्वस्थादिकुसङ्गे जाते सति छद्मस्थजीवस्य भावुकतया स्वकायिकवृत्तिः का રંગ જીવને લાગુ પડે છે. પોતાની ચિત્તવૃત્તિને પરમાત્મામાં સદૈવ લીન કરવા દ્વારા પરમાત્મસ્વરૂપ બનવા માટે મહામૂલો માનવભવ આપણને મહાન પુણ્યોદયથી પ્રાપ્ત થયો છે. વીતરાગના સંગમાં ચિત્તવૃત્તિ સતત રોકાયેલી રહે તો ‘ઈલિકા-ભ્રમરી’ ન્યાયથી જીવ શિવસ્વરૂપ બને છે. અત્યંત સૌમ્ય મુખમુદ્રાવાળી ૫રમાત્માની પ્રતિમા વગેરેનું આલંબન લઈને, પરમાત્માનું નહિ પરંતુ તીર્થંકર પરમાત્મા જેવા જ પોતાના શુદ્ધ પરમાત્મસ્વરૂપનું ધ્યાન કરવું. “અરિહંત-સિદ્ધ પરમાત્મા જેવું જ મારું સ્વરૂપ અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, અનંત શક્તિમય, અનંત પરમાનંદમય, શાશ્વત શાન્તિમય અને સહજ સમાધિમય છે. મૂળભૂત સ્વભાવે મારામાં અને પરમાત્મામાં કશો જ તફાવત નથી. હવે મારે મારું મૂળભૂત પરમાત્મસ્વરૂપ જ પ્રગટાવવું છે. પારકી પંચાતમાં કે બીજી આળ-પંપાળમાં ક્યાંય અટવાવું નથી. હે પ્રભુ ! આપના અચિંત્ય પ્રભાવથી, આપના જેવું, આપે બતાવેલું મારું પરમાત્મસ્વરૂપ અત્યંત ઝડપથી પ્રગટો, ઝડપથી પ્રગટો. આપની અનુગ્રહદૅષ્ટિથી હવે તે જ પ્રગટ કરવા યોગ્ય લાગે છે. હવે ]] મારે મારું શુદ્ધસ્વરૂપ તાત્કાલિક પ્રગટ કરવું છે, પ્રગટ કરવું જ છે. હે ભગવંત ! આપની વીતરાગતાનું આલંબન લઈને હું મારા વીતરાગ-વિકારશૂન્ય શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં સ્થિર થાઉં. મારા જ સ્વરૂપમાં હવે હું ઓતપ્રોત થાઉં છું. ૐ શાન્તિ... ૐ શાન્તિ.. ૐ શાન્તિ..” આ રીતે પરમાત્મા પ્રત્યેના પરમ આદરભાવથી, નિજ શુદ્ધસ્વરૂપમાં એકાકાર-તન્મય બનીને, પોતાના જ શુદ્ધ પરમાત્મસ્વરૂપનું ધ્યાન કરવું. જે સરૂપ અરિહંતકો, સિદ્ધસરૂપ વલી જેહ; - તેહવો આતમરૂપ છે, તિણમેં નહિ સંદેહ. (સમાધિસુધા - ૧૬) આ લક્ષ્યથી રોજ તે મુજબ ધ્યાન કરવું. દીર્ઘ કાળ સુધી તેવું ધ્યાન કરવું. તેનાથી પોતાના જ સચિત્આનન્દરસનો એવો કોઈક અપૂર્વ આસ્વાદ મળે છે કે જેના કારણે પોતાના અંતઃકરણની વૃત્તિ વારંવાર નિજપરમાત્મસ્વરૂપમાં જ જોડાય છે, રસપૂર્વક જોડાય છે અને શુદ્ધ પરમાત્મસ્વરૂપથી જ ચિત્તવૃત્તિ રંગાઈ જાય છે. તેના લીધે અનાદિકાલીન સહજમળ, સંસારનો વળગાડ, બહિર્મુખતા, કર્મબંધદશા વગેરે ઝડપથી ખતમ થાય છે તથા તાત્ત્વિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મળે છે. આ જ પરમપદની પ્રાપ્તિનો પારમાર્થિક પંથ છે. ૐ કુશીલાદિ સાધુ લૂંટારા જેવા છે છ (વિન્તુ.) પરંતુ અગીતાર્થ, કુશીલ, પાસસ્થા વગેરેનો સંગ કરવામાં આવે તો આપણું છદ્મસ્થ
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy