________________
२३२४
0 अगीतार्था मोक्षमार्गविघ्नकरा: प यथोक्तं महानिशीथेऽपि “ता जेऽविदियपरमत्थे, गोयमा ! णो य जे मुणे। तम्हा ते विवज्जेज्जा, - ટોપરૂપથરાયTI T” (મ.નિ.૬/૦૪/9.9૬૧), “યત્ય-સીત્તેટિં, સ તિવિદેખા વMUI મોવર "સિને - વિષે, પરંમી તેજીને નદી” (નિ.૬/૦૪૬/g.9૬૬) તિા प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - जीवद्रव्यं भावुकम् । यथा सङ्गः तथा रङ्गः जीवं
- ત્યાજ્ય સાધુના રવરૂપનું વર્ણન - સ્પષ્ટતા :- (૧) છેદગ્રંથનો અભ્યાસ ન કરેલ હોય તે સામાન્યતયા “અગીતાર્થ' કહેવાય છે.
(૨) ખરાબ આચારવાળા સાધુ “કુશીલ' કહેવાય છે. તેના ત્રણ ભેદ છે - (a) જ્ઞાનકુશીલ, (b) દર્શનકુશીલ અને (c) ચારિત્રકુશીલ. (a) “ફાને વિણ વદુHIછે..” ગાથામાં જણાવેલ આઠ પ્રકારના જ્ઞાનાચારની વિરાધના કરે તે જ્ઞાનકુશીલ જાણવો. (b) “નિસંયિ નિવવિય..” વગેરે આઠ પ્રકારના દર્શનાચારની વિરાધના કરે તે દર્શનકુશીલ કહેવાય. (c) મંત્ર-તંત્ર-યંત્રના પ્રયોગ કરે, ચમત્કાર દેખાડે, સ્વપ્રફલકથન કરે, નિમિત્ત ભાખે, કામણ-વશીકરણ વગેરે કરે, સ્નાનાદિથી શરીરવિભૂષા કરે ઈત્યાદિ રૂપે ચારિત્રની વિરાધના કરે તે ચારિત્રકુશીલ કહેવાય.
(૩) જ્ઞાનાદિ રત્નત્રયીની પાસે રહે પરંતુ તેનું પાલન ન કરે તે “પાર્થસ્થ= “પાસત્યા' કહેવાય. અથવા કર્મબંધનના હેતુભૂત મિથ્યાત્વરૂપ પાશમાં = જાળમાં રહે તે “પાશ0' = “પાસત્યા' કહેવાય. તેના બે ભેદ છે. (ક) સર્વપાર્શ્વસ્થ અને (ખ) દેશપાર્શ્વસ્થ. (ક) સર્વથા રત્નત્રયીશૂન્ય, કેવળ સાધુવેશધારી
હોય તે સર્વપાર્થસ્થ. તથા (ખ) શય્યાતર પિંડ, રાજપિંડ, નિત્યપિંડ વગેરેને વિના કારણે વાપરે, સ્થાપના વા કુલની નિશ્રાએ વિચરે, સ્થાપનાકુલમાં પ્રવેશ કરે, ગૃહસ્થની પ્રશંસા કરે તે દેશપાર્થસ્થ કહેવાય.
(૪) સાધ્વાચારમાં જે શિથિલ હોય તે અવસત્ર કહેવાય. તેના પણ બે ભેદ છે. (ક) સર્વતઃ સ અને (ખ) દેશત. (ક) શેષકાળમાં પાટ, પાટલા, પીઠ, ફલક વગેરેનો વપરાશ કરે, સ્થાપનાપિંડ,
પ્રાકૃતિકાપિંડ વગેરેને વાપરે તે સર્વતઃ અવસગ્ન. તથા (ખ) પ્રતિક્રમણ, પડિલેહણ, સ્વાધ્યાય વગેરે સાધ્વાચાર કરે નહિ અથવા તો હીનાધિક કરે અથવા કોઈના બળાત્કારથી કરે તે દેશ અવસગ્ન કહેવાય.
(૫) ગુણ-દોષથી મિશ્ર હોય તે સંસક્ત કહેવાય. તેના બે ભેદ છે – (A) સંક્ષિણ અને (B) અસંક્તિ. (A) હિંસાદિ પાંચ આશ્રવ, ત્રણ ગારવ વગેરેથી યુક્ત હોય તે સંક્લિષ્ટ સંસક્ત. તથા (B) સારા ભેગો સારો થાય અને ખરાબ ભેગો ખરાબ થાય તે અસંક્લિષ્ટ સંસક્ત કહેવાય.
(૬) તથા ઉસૂત્રપ્રરૂપણા વગેરે કરે તે યથાછંદ કહેવાય.
(ચથો) મહાનિશીથસૂત્રમાં પણ જણાવેલ છે કે “હે ગૌતમ ! જેમણે પરમાર્થતત્ત્વનું વેદન કરેલ નથી અર્થાત્ શુદ્ધાત્માને અનુભવેલ નથી તથા તેથી જ જે મુનિ નથી, તેઓ દુર્ગતિમાર્ગને દેનારા છે. તેથી તેનો વિશેષ પ્રકારે ત્યાગ કરવો. અગીતાર્થ અને કુશીલ સાધુઓનો સંગ મન-વચન-કાયાથી છોડવો. જેમ માર્ગમાં ચોર વિઘ્નરૂપ છે, તેમ મોક્ષમાર્ગમાં અગીતાર્થ-કુશીલ સાધુ વિજ્ઞસ્વરૂપ છે.'
આપણા પરમાત્મવરૂપનું ધ્યાન ધરીએ ! આધ્યાત્મિક ઉપનય :- જીવ ભાવુક દ્રવ્ય છે. સામાન્યથી જેવા પ્રકારનો સંગ થાય તેવા પ્રકારનો
1. ततो येऽविदितपरमार्थाः, गौतम ! न च ये मुनयः। तस्मात् तान् विवर्जयेत् दुर्गतिपथदायकान् ।। 2. अगीतार्थ-कुशीलैः सङ्गं त्रिविधन वर्जयेत्। मोक्षमार्गस्य इमे विघ्नाः, पथि स्तेनकाः यथा।।