________________
२२९६ • स्वभूमिकौचित्यतो मोक्षमार्गसेवनम् ।
૨૫/૨-૨ 5 અવબોધ નથી પામ્યા, તે પણિ માર્ગમાંહે કહ્યા છઇ.
સા પરમાર્થ ? જ્ઞાની તે જ્ઞાનવંત, જે ગુરુ, તેહના (પદક) ચરણ કમલને વિષે એકાન્ત (લીના=) એ રક્ત પરિણામ છઈ. તે માટઈ શ્રી જિનમાર્ગનેહિ જ સેવીયે.૧૫/-રા प दृश्यः। ये च सदालयादिचरणगुण-पिण्डविशुद्धयादिकरणगुणविरहिताः तेऽपि अज्ञानक्रियायुक्ता रा सन्तः मोक्षमार्गस्थाः आख्याताः।
વતઃ ?
यतः ते स्वात्मकल्याणोद्देशतो ज्ञानिगुरुजनपदलीनाः = द्रव्यानुयोग-चरणकरणानुयोगसम्बरन्धिगीतार्थतान्वितसद्गुरुवर्गचरणकमलोपासनैकरक्ताः। अतः श्रीजिनोक्तमोक्षमार्गमेव ते स्वभूमिकौक चित्यतः सेवन्ते । न हि गीतार्थगुरूपासकानां चरण-करणगुणवैकल्येऽपि मोक्षमार्गप्रतिबन्धकाभिनिणि वेशादिकं जातुचित् सम्भवति, प्रत्युत गीतार्थगुरूपासनाबलेन सम्यग्ज्ञान-क्रियाप्रतिबन्धककर्मापनयनतः का ते कालान्तरे द्रुतं मोक्षमार्गमभिसर्पन्त्येव । નિકાચિત જ્ઞાનાવરણના ઉદયથી સાધુ વિશિષ્ટવિજ્ઞાનવિકલ હોય – તેવું સંભવે છે. તથા તેવા મુનિઓ પણ મોક્ષમાર્ગમાં રહેલા છે. તથા સ્ત્રી-પશુ-નપુંસક વગેરેથી શૂન્ય શુદ્ધ મકાનમાં નિર્દોષ વસતિમાં) રહેનારા સાધુ સદૃઆલયવાળા કહેવાય છે. ચારિત્રના મૂલગુણમાં = ચરણસિત્તરિમાં સદૃઆલય વગેરે આચારનો સમાવેશ થાય છે. પિંડવિશુદ્ધિ વગેરેનો ચારિત્રના ઉત્તરગુણમાં = કરણગુણમાં = કરણસિત્તરિમાં સમાવેશ થાય છે. જે મુનિઓ ઉપરોક્ત વિશુદ્ધ મૂલગુણ અને વિશુદ્ધ ઉત્તરગુણ વિનાના હોય છે તેઓ દોષયુક્ત વસતિ આદિનું સેવન કરતા હોવાથી અજ્ઞાનગર્ભિત ક્રિયાવાળા હોય છે. તેવા પણ મુનિઓ મોક્ષમાર્ગમાં રહેલા છે - આ પ્રમાણે શાસ્ત્રમાં જણાવેલ છે.
શંકા :- (તા.) (૧) “જેમનામાં સમ્યફ પ્રજ્ઞા ન હોય કે (૨) જેમનામાં ચારિત્રના મૂલ-ઉત્તરગુણ જ ન હોય કે (૩) જેમની ક્રિયા અજ્ઞાનગર્ભિત હોય તેવા મહાત્મા મોક્ષમાર્ગમાં રહેલા છે' - એવું શેના આધારે કહી શકાય ? જ્ઞાન વિના ચારિત્ર કઈ રીતે સંભવી શકે ?
& મોક્ષમાર્ગ ભૂમિકા મુજબ હોય જ 21 સમાધાન :- (યતઃ.) તમારી દલીલ વ્યાજબી નથી. કારણ કે ઉપર જણાવેલા ત્રણેય પ્રકારના
મહાત્માઓ પોતાના આત્મકલ્યાણના ઉદેશથી જ્ઞાની ગુરુવર્ગના ચરણકમળમાં લીન હોય તો તેઓ મોક્ષમાર્ગમાં જ રહેલા છે. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ વગેરે સંબંધી ગીતાર્થતાને ધારણ કરનારા જ્ઞાની સદ્ગુરુવર્ગના ચરણકમલની ઉપાસના કરવામાં જ લીન હોવાથી તે આત્મકલ્યાણકામી મહાત્માઓ પોતાની ભૂમિકા અનુસાર જિનોક્ત મોક્ષમાર્ગનું જ સેવન કરે છે. આથી તેઓ પણ મોક્ષમાર્ગમાં જ રહેલા છે - તેવું જાણવું. ગીતાર્થ ગુરુની ઉપાસના કરનાર સાધુ ભગવંતના જીવનમાં ચારિત્રના મૂલગુણમાં અને ઉત્તરગુણમાં ખામી હોવા છતાં પણ મોક્ષમાર્ગમાં અટકાયત કરનાર કદાગ્રહ વગેરે દુર્ગુણો તેમના જીવનમાં ક્યારેય સંભવતા નથી. ઊલટું, ગીતાર્થ ગુરુના ચરણકમલની ઉપાસનાના બળથી સમ્યગ્રજ્ઞાનના અને ક્રિયાના પ્રતિબંધક કર્મ દૂર થવાથી તેઓ કાલાંતરમાં મોક્ષમાર્ગે ઝડપથી આગળ જ વધે છે. તેથી ‘તેવા મહાત્માઓ પણ મોક્ષમાર્ગમાં જ રહેલા છે' - તેવું કહેવું વ્યાજબી છે.
(