SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ १५/१- ३ ० निजवीतरागचैतन्यस्वभावमाहात्म्यं प्रादुर्भावनीयम् ० २२५९ वीतरागचैतन्यस्वभावमाहात्म्यबलेन निजोपयोगं स्वसन्मुखं कृत्वा उपयोगे कामरागादिमयतानुभवः , समूलं समुच्छेदनीयः। तदर्थम् “इथिओ जे ण सेवन्ति, आदिमोक्खा हु ते जणा” (सू.कृ.१/१५/९) इति । सूत्रकृताङ्गोक्तिः, “चर्माऽऽच्छादितमांसास्थि-विण्मूत्रपिठरीष्वपि। वनितासु प्रियत्वं यत् तन्ममत्वविजृम्भितम् ।।” रा (ક.મા.૮/૧૭) રૂત્તિ અધ્યાત્મસીરારિકા ઘ વિમવનીયા | तथापि अनादिकालीनबहिर्मुखतासंस्कार-प्रमाद-स्वसन्मुखताप्रणिधानमन्दतादिवशतः निजोपयोगस्य । बहिर्मुखत्वे सखेदं सावधानं निजोपयोगोऽन्तर्मुखः कार्यः। पौनःपुन्येन एतादृशान्तरङ्गोद्यमाभ्यासवशेन निजोपयोगपरिणतौ रागाद्यध्यासो मन्दो भवति, पृथग् भवति, अपुनर्भावेन चोच्छिद्यते। इत्थञ्च क “आत्मनोऽनन्तसद्बोध-दर्शनाऽऽनन्द-वीपिणः। अमूर्तस्याऽत्रिरूपस्य स्वरूपस्थितिलक्षणः ।।” (उ.भ.प्र.प्रस्ताव८/भाग-३/श्लो.८९०/पृ.२९५) इत्येवम् उपमितिभवप्रपञ्चायां कथायां व्यावर्णितो मोक्षः प्रत्यासन्नतरः । ચાતુ/૧૧/૧-રૂTI માટે સૌપ્રથમ આપણા વીતરાગ સ્વભાવનો, ચૈતન્ય સ્વભાવનો મહિમા અંદરમાં ઉભો કરવો જોઈએ. તે માટે આત્મલક્ષે શાસ્ત્રાભ્યાસ = સ્વાધ્યાય કરવો જોઈએ. આત્માનુભવીના પડખાં સેવવા જોઈએ. આવા સ્વાધ્યાય, સત્સંગ વગેરેના માધ્યમે પોતાના વીતરાગ ચૈતન્યસ્વભાવનું અપૂર્વ માહાભ્ય પ્રગટે છે. તેના બળથી પોતાના ઉપયોગને સ્વસમ્મુખ વાળવો. આ રીતે આપણા ઉપયોગમાં કામરાગ, સ્નેહરાગાદિની સાથે અનાદિ કાળથી મિથ્યાત્વવશ એકરૂપતાની જે પ્રતીતિ થાય છે, તેને મૂળમાંથી જ સમ્યફ રીતે ઉખેડવી. તે માટે શાસ્ત્રવચનોની પણ વિભાવના કરવી. જેમ કે સૂત્રકૃતાંગ આગમમાં જણાવેલ છે કે “જે માણસો સ્ત્રીઓનો ભોગવટો નથી કરતા, તે માણસો સૌપ્રથમ મોક્ષમાં જનારા છે.' અધ્યાત્મસારમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “સ્ત્રી એટલે ચામડાથી ઢાંકેલી અને માંસ-હાડકા-મળ-મૂત્રથી ભરેલી એવી કોઠી. આવી સ્ત્રીઓમાં મોહાવા જેવું કશું નથી. તેમ છતાં સ્ત્રીઓમાં જે સારાપણાની બુદ્ધિ થાય છે, તે મમતાનો-વાસનાનો વિલાસ છે.' છે બહિર્મુખતાની સખેદ નોંધ લઈએ છે (તા.) આવા શાસ્ત્રવચનોની ઊંડાણથી વિભાવના કરવા છતાં પણ (૧) અનાદિકાલીન બહિર્મુખતાના સંસ્કારના લીધે, (૨) પ્રમાદવશ કે (૩) સ્વસમ્મુખ રહેવાના પોતાના પ્રણિધાનની મંદતા વગેરેના કારણે આપણો ઉપયોગ બહારમાં સ્ત્રી વગેરે નબળા નિમિત્તોમાં ખેંચાય તો તેનો અંતરમાં ખેદ ઊભો કરવો, તેવી બહિર્મુખતાની અંદરમાં નોંધ (= અવધાન) લેવી. તથા આપણા ઉપયોગને પાછો આપણા તરફ ખેંચીને અંતર્મુખ કરવો. વારંવાર આવો અંતરંગ પુરુષાર્થનો અભ્યાસ કરવાના પ્રભાવે પોતાની ઉપયોગપરિણતિમાં રાગાદિની સાથે તાદાભ્યનો અધ્યાસ મંદ થાય છે, છૂટો થાય છે. તથા ફરી ક્યારેય પણ ન આવે તે રીતે રાગાધ્યાસનો ઉચ્છેદ થાય છે. આ રીતે મોક્ષમાર્ગે આગળ વધતાં ઉપમિતિભવપ્રપંચા કથામાં વર્ણવેલ મોક્ષ ખૂબ જ નજીક આવે. ત્યાં મોક્ષને વર્ણવતા સિદ્ધર્ષિગણીએ જણાવેલ છે કે “અનન્ત સમ્યગુ જ્ઞાન-દર્શન-સુખ-શક્તિથી યુક્ત, અમૂર્ત તથા સત્ત્વ-રજ–તમોગુણથી રહિત એવો આત્મા પોતાના સ્વરૂપમાં રહે તે જ મોક્ષનું લક્ષણ છે.” (૧૫/૧-૩)
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy