SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ २२५२ • निजपरमात्मपदप्रादुर्भावः प्रणिधातव्यः :/प -निरर्थकप्रवृत्ति-व्यर्थविचारादिपरिहारेण, अन्तः शास्त्रसन्न्यासमङ्गीकृत्य, रा, निजपरिपूर्णपरमात्मपदप्रकटीकरणप्रणिधानपूर्वं स्वप्रकृतिप्रेक्षण-निजान्तरङ्गभावपरीक्षण-भेदविज्ञान -निजशुद्धात्मध्यान-कायोत्सर्ग-निजशुद्धस्वरूपानुसन्धानाऽसङ्गसाक्षिभाव-ज्ञातृ- दृष्ट्रभावाद्यभ्यासबलेन देहेन्द्रियोऽन्तःकरण-वचन-विचार-विकल्प-विभावपरिणाम-श्वासोच्छ्वासादिक्रिया-कर्म -देहधर्मादिभ्यः ધારણ કરવો. ત્યારે નવા-નવા શાસ્ત્રો વાંચવામાં અટકવાના બદલે જરૂર પડે સદ્ગુરુના વચનામૃતોનું પાન કરવું. શાસ્ત્રવ્યસની ન બનવું. કારણ કે આ અંતરંગ સાધનામાં મનને વિચારોથી, વિકલ્પોથી કે શાસ્ત્રીય માહિતીથી ભરવાનું નથી પરંતુ એ તમામથી ખાલી કરવાનું છે. ૪ નવ પ્રકારે અંતરંગ પુરુષાર્થ કરીએ ૪ (નિ.) (૧) શાસ્ત્રસંન્યાસને સ્વીકારીને પ્રમાદને પરવશ થવાનું નથી કે ગપ્પા મારવાના નથી પણ પોતાના પરમાત્મપદને પરિપૂર્ણપણે પ્રગટ કરવાનું અંતરમાં દઢ પ્રણિધાન, પ્રબળ સંકલ્પ કરીને પોતાની મૂળભૂત પ્રકૃતિને સતત જોવી. (૨) પોતાના અંતરંગ ભાવોનું વારંવાર પરીક્ષણ કરવું. (૩) “શરીરાદિથી આત્મા જુદો છે' - તેવા ભેદવિજ્ઞાનનો નિરંતર અભ્યાસ કરવો. (૪) નિજ શુદ્ધ આત્માનું દીર્ઘ કાળ સુધી ધ્યાન કરવું. (૫) રોજ ત્રિકાળ ઓછામાં ઓછો એક-એક કલાક કાયોત્સર્ગ સાધના કરવી. બપોરે ભોજન પછી નિદ્રાધીન થવાના બદલે ઊભા-ઊભા કાઉસગ્ગ કરવો. કાયોત્સર્ગમાં લોગસ્સ વગેરે બોલવાના બદલે પોતાના પ્રશાંત-વીતરાગ-પરમનિર્વિકાર-નિષ્કષાય ચૈતન્યસ્વભાવમાં સ્થિર થવાનો ગુરુગમથી પ્રયત્ન કરવો એ આ સાધનામાં વધુ હિતકારી છે. (૬) ધ્યાન, કાયોત્સર્ગ સિવાયના સમયે કે જીવનનિર્વાહ માટે જરૂરી ભોજનાદિ પ્રવૃત્તિ કરવાના સમયે પોતાના અણાહારી-અસંગ-અલિપ્ત-અમૂર્ત-અક્રિય-અનંતાનંદમય શુદ્ધ = કર્મમુક્ત ચૈતન્યસ્વરૂપનું અનુસંધાન વારંવાર કરતા રહેવું. ધ્યાન-કાયોત્સર્ગાદિ સાધના કરતાં પણ બાકીના સમયમાં જે નિજ શુદ્ધસ્વરૂપનું અનુસંધાન થાય તેનું મહત્ત્વ અનેકગણું વધારે છે. તે અનુસંધાનથી ઔદયિકભાવસ્વરૂપ ઝેરમાં તે જ સમયે ક્ષાયોપથમિક ભાવનું અમૃત ભળે છે. તે ઝેરની તાકાતને તોડે છે. (૭) ભોજન, શયન, હલન-ચલન, વસ્ત્રપરિધાન, વાત-ચીત, શ્રવણ, શૌચક્રિયા, તત્ત્વચિંતન વગેરે પ્રવૃત્તિમાં પણ કર્તુત્વ-ભોસ્તૃત્વભાવને છોડી અસંગ સાક્ષીભાવનો અભ્યાસ કરવો. (૮) અંતરમાં શુદ્ધ ચૈતન્યના રંગે રંગાયેલ આનંદ, શાંતિ, શીતળતા, પ્રસન્નતા, સ્વસ્થતા, હળવાશ વગેરેની જે અનુભૂતિ થાય, તેનો ભોગવટો કરવામાં રોકાવાના બદલે ‘હું આત્મીય આનંદ, શાંતિ વગેરેનો કેવળ જ્ઞાતા છું - આવા જ્ઞાતાભાવનો દીર્ઘ અભ્યાસ કરવો. (૯) “આત્મીય આનંદ આદિનો હું માત્ર દૃષ્ટા છું - આવા દષ્ટાભાવનો અભ્યાસ કરીને તે આનંદાદિમાંથી પણ નિર્લેપપણે પસાર થઈ જવું. દેહાદિભિન્ન સ્વરૂપે આત્માને અનુભવીએ (રે.) ઉપરોક્ત નવ પ્રકારની સાધનાનો અભ્યાસ જેમ જેમ વધતો જાય તેમ તેમ તે પરિપક્વ
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy