SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ २२५१ ૨૫/ ० अवञ्चकयोगस्वरूपद्योतनम् । सम्यग् भवति। ततश्चैतत्त्रितयसमन्वयेन आगमिकपदार्थप्रतिपादनं कर्तव्यमित्युपदिश्यतेऽत्र । (२) प तक्रं पीत्वा नवनीतक्षेपकः बलिष्ठः यथा मूर्खतया गण्यते तथा सुगमम् आगममोघतोऽभ्यस्य द्रव्यानुयोगाभ्यासकातरः प्राज्ञोऽपि मूर्खतया गण्यते। (३) शीघ्रमपवर्गोपलब्धये सम्यक्त्वादिबाधकतत्त्वापोहाय च द्रव्यानुयोगाभ्यासः न केवलमेष्टव्यः, अपि तु आवश्यकोऽपि। एतत्त्रितयं चेत- स सिकृत्य द्रव्यानुयोगपरिशीलनकामना कर्तव्या आत्मार्थिनेत्येवमुपदिश्यतेऽत्र । योगदृष्टिलक्षणनिजाऽऽन्तरचक्षुषा सद्गुरुगताऽसङ्गाऽलिप्त-स्वस्थ-सरल-प्रशान्त-पवित्र-तारक -तृप्त-विमल-विरक्त-चित्तवृत्तिसन्दर्शनलक्षणतः अवञ्चकयोगतः सम्यग्ज्ञान-सदाचारसमलङ्कृतस्वानुभूतिसम्पन्नसद्गुरुमुपलभ्य तत्सान्निध्ये, नैसर्गिक-नीरवस्थले, जघन्यतः षण्मासं यावद् धार्मिकसमारम्भ-लोकसम्पर्क પરિબળોનો સમન્વય કરીને જ કોઈ પણ શાસ્ત્રીય પદાર્થનું નિરૂપણ કરવાનું વલણ કેળવવાની પાવન પ્રેરણા આ શ્લોક દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય છે. (૨) છાશ પીએ અને દહીં-છાશ વલોવીને કાઢેલું માખણ ફેંકી દે તેવો સશક્ત હોજરીવાળો કોઈ પણ માણસ મૂરખ ગણાય છે. તેમ સરળ આગમનો ઓઘથી = સામાન્યતઃ અભ્યાસ કરે પણ દ્રવ્યાનુયોગનો અભ્યાસ શક્તિ હોવા છતાં ન કરે તો તેવા સાધકની ગણના પણ મૂરખમાં થવા લાગે છે. (૩) મોક્ષને ઝડપથી મેળવવા અને સમ્યગ્દર્શનાદિના બાધક તત્ત્વોનું નિવારણ કરવા માટે પણ દ્રવ્યાનુયોગનો અભ્યાસ માત્ર ઈચ્છનીય નહિ પરંતુ આવશ્યક પણ છે. આવી ત્રણેય બાબતને લક્ષમાં રાખીને દ્રવ્યાનુયોગનો ઊંડો અભ્યાસ કરવાની પ્રત્યેક આત્માર્થી જીવે પ્રબળ ઝંખના રાખવી જોઈએ. આવો આધ્યાત્મિક સંદેશ આ શ્લોક આપે છે. * સદ્ગુરુસાન્નિધ્યમાં ગ્રંથિભેદ કરીએ (વી.) ઉપર મૂળ ગ્રંથમાં ગુરુદેવના ઉપદેશથી દ્રવ્યાનુયોગના નિરૂપણની વાત જણાવી છે, તે છે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. સાધકજીવનમાં સદ્દગુરુનું ખૂબ મહત્ત્વ છે. પરંતુ ગુરુદેવને ચામડાની આંખે બહારથી વ! જોવાના બદલે યોગદષ્ટિસ્વરૂપ પોતાની આંતર ચક્ષુથી તેમના અંતરંગ સ્વરૂપનું દર્શન કરવું. તેમની અસંગ અને અલિપ્ત, સ્વસ્થ અને સરળ, પ્રશાંત અને પવિત્ર, તારક અને તૃપ્ત, વિમલ અને વિરક્ત ર એવી ચિત્તવૃત્તિના જ્ઞાનચક્ષુથી દર્શન કરવા એ અવંચક્યોગ છે. શાસ્ત્રજ્ઞાનના આધારે નહિ પણ આંતરિક યોગદષ્ટિના આધારે અવંચક્યોગ પ્રગટે છે. પોતાની પાત્રતાના-શુદ્ધિના આધારે સાધક સદ્દગુરુની પાત્રતાને -તારકતાને ઓળખી શકે છે. સમ્યફ જ્ઞાન અને સદાચાર – બન્નેથી સુશોભિત અને સ્વાનુભૂતિથી સંપન્ન એવા સદ્દગુરુને ઉપરોક્ત અવંચયોગથી ઓળખીને-મેળવીને તેમના જ પાવન સાન્નિધ્યમાં ગ્રંથિભેદ વગેરેનો તીવ્ર પુરુષાર્થ કરવો. શક્ય હોય તો આ પુરુષાર્થ નૈસર્ગિક અને નીરવ સ્થળમાં થાય તો વધુ સારું. જઘન્યથી છ માસ સુધી અહીં બતાવ્યા મુજબ નિરંતર પ્રયાસ કરવો. આ સાધના સમય દરમ્યાન (૧) ધાર્મિક સમારંભો-આયોજનો-કાર્યક્રમો ન યોજવા. (૨) લોકસંપર્ક - લોકપરિચય ટાળવો. (૩) હળવું-મળવું-ફરવું-બિનજરૂરી વાતચીત વગેરે નિરર્થક પ્રવૃત્તિઓ છોડવી. (૪) વ્યર્થ વિચારવાયુ, કલ્પનાના તરંગો, વિકલ્પોની હારમાળા વગેરેમાં અટવાઈ ન જવું. આટલી સાવધાની આ સાધના દરમ્યાન રાખવી. તે સમયગાળા દરમ્યાન પઠન-પાઠનાદિમાં સતત વ્યસ્ત રહેવાના બદલે અંતરમાં શાસ્ત્રસંન્યાસને
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy