________________
/
अग्रेतनगुणस्थानयोग-क्षेमादिकृते यतितव्यम्
पृथक्तया स्वात्मानम् अनुभूय ग्रन्थिभेदोत्तरकालीनाऽपरोक्षस्वानुभूतिमय-नैश्चयिक-भावसम्यग्दर्शनस्य प योग-क्षेम-शुद्धि-वृद्धिकृते अग्रेतनगुणस्थानयोग-क्षेमादिकृते चाऽनवरतमात्मार्थिना यतितव्यम् । तद्बलेन च “मोक्षस्त्वात्मव्यवस्थानं व्याधिक्षयसमं सुखम् ” (वै.क.ल.८/३७६) इति वैराग्यकल्पलतादर्शितं सिद्धसुखं પ્રત્યાક્ષેત્રતનું સ્થાત્ |9/9-9 ||
લખી રાખો ડાયરીમાં.....જ
બને છે, બળવાન બને છે. તેના બળથી સાધક પ્રભુ એવો અનુભવ કરે છે કે ‘(૧) શરીર, (૨) ઈન્દ્રિય, (૩) અંતઃકરણ, (૪) વચન, (૫) વિચાર, (૬) ઈષ્ટાનિષ્ટ વિકલ્પ, (૭) રાગાદિ વિભાવ પરિણામો, (૮) શ્વાસ-ઉચ્છ્વાસ આદિ ક્રિયા, (૯) જ્ઞાનાવરણાદિ કર્મ તથા (૧૦) રોગ, ઘડપણ, કાળાશ-ઉજળાશ-લાંબા-ટૂંકાપણું વગેરે દેહધર્મો આદિથી હું તો તદન નિરાળો છું, જુદો છું, છૂટો છું' - આવો અનુભવ કરીને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, સ્થિરતા, શુદ્ધિ, વૃદ્ધિ માટે આત્માર્થીએ અત્યંત પ્રયત્ન સુ કરવો. અહીં જે સમકિતની વાત ચાલી રહી છે, તે ગ્રંથિભેદ પછી પ્રગટ થનાર નૈૠયિક (= તાત્ત્વિક) સમ્યગ્દર્શનની વાત સમજવી. તે અપરોક્ષ સ્વાનુભૂતિમય ભાવ સમ્યગ્દર્શન છે. તથા સમતિપ્રાપ્તિ પછી પણ આ જ દિશામાં આગળ વધીને ઉપર-ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ, સ્થિરતા, શુદ્ધિ અને સ વૃદ્ધિ માટે આત્માર્થી જીવે સતત અત્યંત પ્રયત્ન કરવો. ક્ષણવાર પણ પ્રમાદ ન કરવો. વર્તમાન કળિયુગમાં ઓછામાં ઓછો છ માસ સુધી આવો પુરુષાર્થ આત્મજ્ઞાનીની નિશ્રામાં દૃઢપણે કરવામાં આવે તો પ્રાયઃ ગ્રંથિભેદ થઈ જ જાય. પરંતુ રાત-દિવસ ઉપરોક્ત સાધનામાં લાગ્યા રહેવું પડે. દિવસમાં બે-ચાર કલાક સાધના અને બાકીના સમયમાં પ્રમાદ, આળસ, બહિર્મુખતા વગેરે ચાલુ રહે તો પ્રયોજનનિષ્પત્તિ ન થાય. ભવસાગરના કિનારે આવેલા સાધકને મોહના મોજા તાણીને ડૂબાડી દે છે. આવા અંતરંગ દઢ ઉદ્યમના બળથી વૈરાગ્યકલ્પલતામાં દર્શાવેલ સિદ્ધસુખ ખૂબ નજીક આવે. ત્યાં સિદ્ધસુખને જણાવતા કહેલ છે કે ‘આત્મામાં પૂર્ણતયા રહેવું તે મોક્ષ છે. (દીર્ઘકાલીન સર્વ) રોગનો ઉચ્છેદ થવાથી જેમ રોગીને સુખ મળે છે, તેમ કર્મરોગનો ઉચ્છેદ થવાથી આત્મસ્વાસ્થ્યસ્વરૂપ પૂર્ણ સુખ તમામ મુક્તાત્મા પાસે હોય છે.' (૧૫/૧-૧)
· વાસના હઠીલી છે, પોતાનું ધાર્યું કરવા તત્પર છે. ધારણામુક્ત ઉપાસના આજ્ઞાંકિત છે.
२२५३
• સાધનાનું ચાલકબળ શક્તિ છે. દા.ત. બાહુબલી મુનિ ઉપાસનાનું ચાલકબળ ભક્તિ છે. દા.ત. સુલસા
रा
म