________________
१४/१७
* अज्ञाऽऽत्मज्ञलोकव्यवहारविमर्शः
२२३३
वस्तुतस्तु आत्मद्रव्ये विभावो नास्त्येव । यथा शिखरिण्यां प्रतीयमाना अम्लता न शर्कराविभावः किन्तु दधिस्वभाव एव तथा संसारिणि प्रतीयमाना रागादयो नाऽऽत्मविभावः परन्तु कर्मपुद्गलस्वभाव प एव । न ह्येकद्रव्यस्य स्वभावः अन्यद्रव्यविभावतया प्रतिपादयितुमर्हति । 'रागादीनाम् आत्मविभावत्वमिति रा तु अज्ञलोकव्यवहारः, न तु आत्मज्ञलोकव्यवहारः । शास्त्रज्ञैः क्वचित् तथोच्यमानं तु “म्लेच्छो हि म्लेच्छभाषया बोद्धव्य” इति न्यायादज्ञलोकप्रतिबोधनतात्पर्येणाऽवसेयम् ।
न हि आत्मनि प्रतीयमानत्वेन रागादीनामात्मस्वभावत्वं प्रतिसन्दधानेभ्योऽज्ञलोकेभ्यः पुद्गलस्वभावत्वं शे
प्रतिपादयितुं युज्यते, शास्त्रज्ञेषु तेषाम् अनाश्वासापत्तेः । अतो रागाद्यात्मस्वभावपक्षत्याजनाऽऽशयेन क मध्यममार्गावलम्बनतो रागादीनामात्मविभावत्वमुच्यते शास्त्रकारैः उपचारतः । ततश्च मम आत्माणि साम्प्रतं रागादिविभावपरिणामैः लिप्तः । अतः सम्यक्क्रिया-भगवद्भक्ति-तपःप्रभृतिभिः मया स रागादिशून्यः कार्य' इति व्यवहारदृष्ट्या क्रियायोगी मोक्षमार्गम् अभिसर्पति ।
का
♦ રાગાદિ આત્માનો વિભાવ પણ નથી જ ♦
=
(વસ્તુ.) વાસ્તવમાં તો આત્મદ્રવ્યમાં વિભાવપરિણામ છે જ નહિ. જેમ શિખંડમાં જે ખટાશ જણાય છે, તે સાકરનો વિભાવ નથી પણ દહીંનો જ સ્વભાવ છે, તેમ સંસારી જીવમાં જે રાગાદિ પરિણામ જણાય છે, તે આત્મદ્રવ્યનો વિભાવ નથી પણ કર્મપુદ્ગલદ્રવ્યનો જ સ્વભાવ છે. એક દ્રવ્યના સ્વભાવને બીજા દ્રવ્યનો વિભાવ કઈ રીતે કહી શકાય ? તેવું પ્રતિપાદન કરવું જરાય વ્યાજબી નથી. ‘રાગાદિ આત્માની વિભાવદશા છે, વિભાવપરિણામ છે’ - આવો પક્ષ કે વ્યવહાર તો અજ્ઞાની-મિથ્યાત્વી લોકોનો સમજવો. આત્મજ્ઞાની ક્યારેય રાગાદિને આત્માના વિભાવ તરીકે સ્વરસથી જણાવે જ નહિ. ક્યારેક શાસ્ત્રજ્ઞ લોકો રાગાદિને આત્માના વિભાવ તરીકે જણાવે તો તે અજ્ઞાની લોકોને પ્રતિબોધ કરવાના તાત્પર્યથી બોલાયેલ છે - તેમ સમજવું. અનાર્યભાષા આર્યપુરુષ સ્વરસતઃ ન બોલે. પણ ક્યારેક અનાર્યને સમજાવવા માટે જેમ અનાર્યભાષાનો ઉપયોગ આર્યપુરુષ કરે છે, તેમ ‘આત્મામાં અવાર-નવાર જણાતા al હોવાથી રાગાદિ આત્માનો જ સ્વભાવ છે' - તેવું માનતા એવા અજ્ઞાની લોકોને સમજાવવા માટે, રાગાદિ-આત્મસ્વભાવપક્ષ છોડાવવા માટે શાસ્ત્રકારો ક્યારેક રાગાદિને આત્માના વિભાવ તરીકે ઓળખાવે છે. છ ક્રિયાયોગીનો મોક્ષમાર્ગે વિકાસ છે
(૬ ૪.) ‘રાગાદિની આત્મામાં જ પ્રતીતિ થતી હોવાથી તે આત્માનો જ સ્વભાવ છે' - આવું અનુસંધાન કરતાં અજ્ઞાની લોકોને સીધેસીધું ‘રાગાદિ પુદ્ગલનો સ્વભાવ છે' - તેવું કહેવામાં આવે તો તેઓને શાસ્ત્રવેત્તા મનીષીઓ ઉપર જ અવિશ્વાસ થઈ જાય. પોતાનો અનુભવ ભ્રાન્ત છે - તેવું તેઓ સમજતા નથી. તેથી તેઓને ‘રાગાદિ પુદ્ગલસ્વભાવ છે’ - તેવું કહેવું યોગ્ય નથી. માટે ‘રાગાદિ આત્મસ્વભાવ છે’ - તેવી તેઓની માન્યતા છોડાવવાના આશયથી શાસ્ત્રકારો ઉપચારભાષાસ્વરૂપ વચલા માર્ગને શોધીને રાગાદિને આત્માના વિભાવપરિણામ તરીકે જણાવે છે. તેવું સાંભળીને ક્રિયાયોગી જીવને એવી દૃષ્ટિ પ્રગટે છે કે ‘મારો આત્મા રાગાદિ વિભાવ પરિણામથી વર્તમાનકાળમાં લેપાયેલ છે. તેથી સમ્યક્ ક્રિયા, ભગવદ્ ભક્તિ, તપ વગેરે દ્વારા મારે આત્માને રાગાદિશૂન્ય કરવો જોઈએ.' આવી વ્યવહારષ્ટિથી ક્રિયાયોગી મોક્ષમાર્ગમાં આગળ વધે છે. વાસ્તવમાં રાગ નથી આત્માનો સ્વભાવ કે નથી વિભાવ.