________________
२२३२ विकृति: नैव द्रव्यप्रकृतिः०
१४/१७ ___ “वस्तु = पर्यायवद् द्रव्यम्' (प्र.न.त.७/९) इति प्रमाणनयतत्त्वालोकालङ्कारसूत्रम्, “प्रमाणस्य विषयो प द्रव्य-पर्यायात्मकं वस्तु” (प्र.मी.१/१/३०) इति प्रमाणमीमांसासूत्रञ्च न विस्मर्तव्यमिति दिक् । रा प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – पर्यायस्य द्रव्यविकारात्मकपरिणामरूपत्वाद् अस्मदीया वर्तमाना म अखिलाः पर्यायाः द्रव्यविकृतितया बोध्याः। विकृतिः न जातुचिद् द्रव्यप्रकृतिः भवति, न वाऽविनश्वरा भवति । द्रव्यविकृतिलक्षणान् पर्यायान् रुच्या अवलोकनादेवेयं रागादिविभावदशा प्रादुर्भूता । एवमेवात्मा मलिनीकृतोऽस्माभिः । साम्प्रतं विभावदशाकारणीभूतपर्यायदृष्टिं परित्यज्य शुद्धात्मस्वभावप्रकटनप्रवणा निजात्मस्वभावदृष्टिः आत्मसात्कर्तव्या, इत्थमेवाऽऽत्मशुद्धिसम्भवात् ।
प्रकृते “जह इह विहावहेदू असुद्धयं कुणइ आदमेवादा। तह सब्भावं लद्धा सुद्धो सो कुणइ अप्पाणं ।।” (द्र.स्व.प्र.३६५) इति द्रव्यस्वभावप्रकाशगाथा अनुसन्धेया। ‘सब्भावं = निजात्मस्वभावदृष्टिम्' । ततश्चाऽस्मदीयप्रशस्ताऽप्रशस्तपर्यायोपसर्जनतः तदुद्गमस्थानभूते शुद्धात्मद्रव्ये दृष्टिः स्थापनीया ।
ગુણવિકાર પર્યાય નથી જ (“વસ્તુ.) પર્યાયયુક્ત દ્રવ્ય એ જ વસ્તુ છે’ – આ મુજબ વાદિદેવસૂરિરચિત પ્રમાણનયતત્તાલોકાલંકારસૂત્રને તેમજ “પ્રમાણનો વિષય દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુ છે' - આ મુજબ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિરચિત પ્રમાણમીમાંસાસૂત્રને અહીં ભૂલવું નહિ. તેથી “ગુણવિકાર એટલે પર્યાય - આવું બોલવું એ તદ્દન અનુચિત જ કહેવાય. અહીં જે કાંઈ કહેવાયેલ છે, તે એક દિશાસૂચન માત્ર છે. તે મુજબ આગળ વિચારવાની ભલામણ “વિ' શબ્દ દ્વારા કરવામાં આવેલ છે.
જે વિકૃતિ કદાપિ પ્રકૃતિ ન બને આધ્યાત્મિક ઉપનય :- દ્રવ્યનો વિકારાત્મક પરિણામ એ જ પર્યાય હોવાથી આપણા વર્તમાન છે તમામ પર્યાયો આત્મદ્રવ્યની વિકૃતિ રૂપ જાણવા. વિકૃતિ એ દ્રવ્યની પ્રકૃતિ બની શકતી નથી. તથા આ વિકૃતિ કાયમ ટકી પણ શકતી નથી. દ્રવ્યવિકૃતિસ્વરૂપ પર્યાયોને રુચિપૂર્વક નિહાળવાથી જ આપણી
રાગાદિ વિભાવદશા પ્રગટ થઈ છે. તથા આપણે જ આ રીતે આપણા આત્માને અશુદ્ધ કરેલ છે. તેથી હવે વિભાવદશાહેતુભૂત પર્યાયદૃષ્ટિને છોડી, શુદ્ધાત્મસ્વભાવને પ્રગટ કરવામાં સજ્જ એવી નિજાત્મસ્વભાવદષ્ટિને આત્મસાત્ કરવી જોઈએ. આ રીતે જ આત્મા શુદ્ધ-વિશુદ્ધ બની શકે.
પર્યાય ઉપર નહિ, દ્રવ્ય ઉપર ભાર આપો આ અંગે દ્રવ્યસ્વભાવપ્રકાશગ્રંથની એક ગાથા ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ત્યાં જણાવેલ છે કે “જેમ વિભાવહેતુને પામીને આત્મા પોતાને જ અહીં અશુદ્ધ કરે છે, તેમ સ્વભાવને પામીને આત્મા પોતાને શુદ્ધ કરે છે.” અહીં “સ્વભાવ' શબ્દનો અર્થ “નિજાત્મસ્વભાવદૃષ્ટિ - આમ સમજવો. તેથી આપણા પ્રશસ્ત કે અપ્રશસ્ત પર્યાય ઉપર બહુ ભાર આપવાના બદલે તે પર્યાય જેમાંથી પ્રગટ થાય છે એવા મૂળભૂત શુદ્ધ દ્રવ્ય તરફ આપણી દષ્ટિને સ્થિર કરવા જેવી છે.
1. यथेह विभावहेतून् अशुद्धं करोति आत्मानमेवात्मा। तथा स्वभावं लब्ध्वा शुद्धं स करोत्यात्मानम् ।।