________________
२२३४ • निजात्मस्वभावदृष्टिः उपादेया ।
१४/१७ 'न च रागादीनामात्मविभावपरिणामत्वकथनमात्रेण ते आत्मपरिणामा भवन्ति, परमार्थतः तेषां कर्मपुद्गलस्वभावत्वात् । ततश्चात्मा कालत्रयेऽप्यलिप्तः एव रागादिभिः' इति निश्चयदृष्ट्या आत्मज्ञोऽपवर्गमार्गमभिधावति। प्रकृते “अलिप्तो निश्चयेनात्मा, लिप्तश्च व्यवहारतः। शुद्ध्यत्यलिप्तया જ્ઞાની, શિયાવાન્ પ્તિયા દૃશT T” (જ્ઞા..99/૬) રૂત્તિ જ્ઞાનસારરિા વિભાવનીયા
___ इत्थं मोक्षमार्गस्य निश्चय-व्यवहारानेकान्तरूपतां ज्ञानगोचरीकृत्य स्वज्ञानं च प्रमाणीकृत्य शे स्वसाधकदशावृद्धिकृते रागादिनां कर्मपुद्गलैकस्वभावत्वं प्रणिधाय निजदृष्टौ सम्यगेकान्तरूपतामापाद्य जायमाना तात्त्विकी शुद्धद्रव्यदृष्टिः रागाद्यजनकतया रागादिरहिततया च द्रुतं मोक्षमार्गे आत्मार्थिनम् अभिसर्पयति । सकलक्रियाकलापकालेऽसङ्गाऽमलाऽखण्डाऽविनाश्यात्मद्रव्यगोचरा निजा दृष्टिः न जातुचित् प्रच्युता स्यादित्यवधेयम् । एवञ्च “अत्यन्तशुद्धात्मोपलम्भः जीवस्य, जीवेन सह अत्यन्तविश्लेषः कर्मपुद्गलानां च मोक्षः” (प.का.१०८, वृ.पृ.१५९) इति पञ्चास्तिकायवृत्तौ अमृतचन्द्राचार्यदर्शितो मोक्षः सुलभः स्यात् ।।१४/१७।।
જ્ઞાનયોગની અભિરુચિને ઓળખીએ ? (“ર ઘ) પરંતુ આત્મજ્ઞાની એવું સમજે છે કે “રાગ વગેરેને આત્માના વિભાવપરિણામ કહેવા માત્રથી તે રાગાદિ આત્માના પરિણામ બનતા નથી. કારણ કે પરમાર્થથી તો રાગાદિ નથી આત્માનો સ્વભાવ કે નથી આત્માનો વિભાવ. રાગાદિ કર્મપુદ્ગલોનો જ સ્વભાવ છે. તેથી ત્રણેય કાળમાં આત્મા રાગ વગેરેથી લેપાયેલો નથી જ. આત્મા તો સર્વદા શુદ્ધ જ છે, અસંગ જ છે.” આવી નિશ્ચયદૃષ્ટિથી આત્મજ્ઞાની સાધક મોક્ષમાર્ગમાં પૂરપાટ દોટ મૂકે છે. પ્રસ્તુતમાં જ્ઞાનસારની એક કારિકાની વાચકવર્ગે
વિભાવના કરવી. ત્યાં મહોપાધ્યાયજી મહારાજે જણાવેલ છે કે “નિશ્ચયથી આત્મા અલિપ્ત છે. તથા રીતે વ્યવહારથી આત્મા રાગાદિ વડે લેપાયેલ છે. જ્ઞાની અલિપ્તદષ્ટિથી શુદ્ધ થાય છે. ક્રિયાવાનું “આત્મા રાગાદિથી લેપાયેલ છે. તો હવે હું તેને શુદ્ધ કરું' - તેવી દૃષ્ટિથી શુદ્ધ થાય છે.”
છે જ્ઞાનમાં અનેકાંત, દૃષ્ટિમાં સખ્યમ્ એકાંત (ત્યં.) આ રીતે “મોક્ષમાર્ગ નિશ્ચય-વ્યવહારમય અનેકાંતસ્વરૂપ છે' - આ પ્રમાણે જ્ઞાન દ્વારા જાણી સાધક પોતાના જ્ઞાનને પ્રમાણભૂત બનાવે. પછી પોતાની સાધકદશાને વધારવા “રાગાદિ કર્મપુદ્ગલનો જ સ્વભાવ છે, મારો નહિ - તેવું પ્રણિધાન કરીને પોતાની દષ્ટિને સમ્યગું એકાંતસ્વરૂપ બનાવવી. આમ જ્ઞાનને અનેકાંતસ્વરૂપ તથા પોતાની દૃષ્ટિને = શ્રદ્ધાને સમ્યફ એકાંતસ્વરૂપ બનાવવાથી તાત્ત્વિક શુદ્ધ દ્રવ્યદૃષ્ટિ પ્રગટે છે. તે તાત્ત્વિક શુદ્ધ દ્રવ્યદૃષ્ટિ રાગ-દ્વેષજનક ન હોવાથી અને રાગ-દ્વેષરહિત હોવાથી ઝડપથી મોક્ષમાર્ગે આપણને આગળ ધપાવે છે. માટે તમામ પ્રવૃત્તિ કરતી વખતે આપણી દૃષ્ટિ-શ્રદ્ધા-રુચિ-પ્રીતિ-લાગણી એ અસંગ-અલ-અખંડ-અવિનાશી આત્મદ્રવ્ય ઉપરથી ક્યારેય પણ ખસી ન જાય તેનું દઢ પ્રણિધાન કરવાની પ્રેરણા અહીં પ્રાપ્ત કરવા જેવી છે. એ સાવધાની રાખવાથી પંચાસ્તિકાયવૃત્તિમાં દર્શાવેલ મોક્ષ સુલભ થાય. ત્યાં અમૃતચંદ્રાચાર્યે જણાવેલ છે કે “જીવને અત્યંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિ સ્વરૂપ તથા જીવની સાથે ચોટેલા કર્મપુદ્ગલોનો સર્વથા વિયોગ થવા સ્વરૂપ મોક્ષ છે.” (૧૪/૧૭)