________________
१४/१७
० पुनरुक्तिदोषनिराकरणम् ०
२२२५ यद्यपि पूर्वं (१४/१६) परमाणुलक्षणस्य द्रव्यपर्यायस्य चतुर्विधपर्यायविभागेऽसमावेशाऽऽपादनप्रसङ्गे प्रकृतपरमात्मप्रकाशवृत्तिसन्दर्भो दर्शितः तथापि इह (१४/१७) तु गुणविकारात्मकपर्यायमतनिराकरणाय स उट्टङ्कित इति प्रयोजनभेदान्न पौनरुक्त्यं दोषतया उद्भावनीयम् । अन्यत्राऽपि अनया रीत्या पूर्वोक्तानुसारेण (१०/१९) च विभावनीयम् ।
_ नियमसारवृत्तौ पद्मप्रभेणाऽपि (गा.९, वृ.पृ.२१) केवलज्ञानादयः शुद्धगुणत्वेन मतिज्ञानादयश्च ॥ विभावगुणत्वेन दर्शिताः, न तु गुणपर्यायत्वेनेति तेनाऽपि समं देवसेनस्य विरोधः दुर्वारः । 'अस्त्रम् । अस्त्रेण शाम्यतीति न्यायेनेदमवसेयम् ।
योगदीपिकाऽभिधानायां षोडशकवृत्तौ यशोविजयवाचकैः “गुणाः जीवस्वभावाऽविनाभूताः (१) सामान्येन णि ज्ञानादयः, (२) विशेषेण केवलज्ञानादयः” (षो.९/६ यो.दी.वृ.पृ.२१४) इति यदुक्तं तेन “स्वभावगुण-का व्यञ्जनपर्याया अनन्तचतुष्टयरूपा जीवस्य” (आ.प. पृ.४) इति आलापपद्धतौ देवसेनोक्तिः प्रत्याख्याता ।
જ પુનરુક્તિદોષ અવિધમાન , (.) જો કે ઉપર જણાવેલ પરમાત્મપ્રકાશવૃત્તિનો સંદર્ભ પૂર્વે (૧૪/૧૬) દર્શાવેલ જ છે. તો પણ અહીં પુનરુક્તિનું દોષ તરીકે ઉલ્કાવન ન કરવું. કારણ કે બન્ને સ્થળે એક જ પાઠ ઉદ્ધત કરવા છતાં પ્રયોજનભેદ રહેલો છે. તે આ રીતે - પૂર્વે (૧૪/૧૬) જે ચાર પ્રકારના પર્યાયોનો વિભાગ જણાવેલ છે, તેમાં પરમાણુસ્વરૂપ દ્રવ્યપર્યાયનો સમાવેશ નથી થઈ શકતો. આ અનિષ્ટ આપાદન કરવા માટે પરમાત્મપ્રકાશવૃત્તિનો સંદર્ભ જણાવેલ હતો. જ્યારે અહીં તો ગુણવિકારસ્વરૂપ પર્યાયને જણાવનાર દેવસેનમતના નિરાકરણ માટે તે સંદર્ભ ટાંકેલ છે. આમ પ્રયોજનભેદ સ્પષ્ટ છે. તેથી પુનરુક્તિ અહીં દોષરૂપ નથી. આ ગ્રંથમાં બીજે ક્યાંય પુનરુક્તિ જણાય તો તેમાં નિર્દોષતાની વિભાવના ઉપર જણાવેલી છે. રીત મુજબ તથા પૂર્વે (૧૦/૧૯ પૃષ્ઠ ૧૬૩૩-૧૯૩૪) દર્શાવેલ પદ્ધતિ અનુસાર કરવી.
& પદપ્રભ સાથે દેવસેનને વિરોધ (નિયમ) નિયમસારની વ્યાખ્યામાં દિગંબરાચાર્ય પદ્મપ્રભજીએ પણ કેવલજ્ઞાનાદિ શુદ્ધગુણ તરીકે તથા મતિજ્ઞાનાદિ વિભાવગુણ તરીકે દેખાડેલ છે. પરંતુ ગુણપર્યાય તરીકે પાંચમાંથી એક પણ જ્ઞાનને જણાવેલ નથી. તેથી પદ્મપ્રભના વચનની સાથે પણ દેવસેનને વિરોધ આવશે. તેનું નિવારણ દેવસેન કરી શકે તેમ નથી. અસ્ત્ર અસ્ત્રથી શાંત થાય, તેમ દિગંબર દેવસેન દિગંબરથી સમજે. આ ન્યાયથી અહીં પદ્મપ્રભુજીની વાત દેવસેનની સામે જણાવેલ છે - તેમ સમજવું.
. કેવલજ્ઞાનાદિ રવભાવગુણવ્યંજનપર્યાય નથી હોતી (ા.) શ્રીહરિભદ્રસૂરિએ રચેલ ષોડશક ઉપર મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે યોગદીપિકા વ્યાખ્યા રચેલી છે. તેમાં જણાવેલ છે કે “જીવના સ્વભાવને છોડીને બીજે ક્યાંય ચૈતન્યથી ઝળહળતા ગુણો રહેતા નથી. આવા ગુણો (૧) સામાન્યથી જ્ઞાન વગેરે છે. (૨) તથા વિશેષરૂપે કેવલજ્ઞાન વગેરે છે.' મતલબ કે તેમણે કેવલજ્ઞાનાદિને વિશેષગુણ તરીકે જણાવેલ છે. પરંતુ ગુણપર્યાય તરીકે જણાવેલ નથી. આ કારણે જીવના અનંત ચતુષ્ટયસ્વરૂપ કેવલજ્ઞાનાદિને સ્વભાવગુણવ્યંજનપર્યાય તરીકે જાણવા