SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ २२२६ ० गुण: सामान्यात्मकः पर्यायश्च विशेषात्मकः १४/१७ ततः पूर्वोक्ता (११/४) शुद्धाऽशुद्धगुणव्यञ्जनपर्यायकल्पना यद् वा स्वभाव-विभावगुणव्यञ्जनपर्यायकल्पना प देवसेनसम्मता अनुचिता एव । किञ्च, पूर्वोपदर्शितेन (२/२) तत्त्वार्थसर्वार्थसिद्धि-राजवार्त्तिकादिसंवादेन गुणस्य सामान्यरूपता पर्यायस्य च विशेषरूपता प्रसिद्धा। ततश्च ज्ञानादेः सामान्यरूपतया मतिज्ञानादि-चक्षुर्दर्शनादीनाञ्च म विशेषव्यक्तिरूपतया तेषां ज्ञानादिपर्यायरूपता भवितुं नार्हति । न हि विशेषः सामान्यस्य पर्यायो न भवति, अन्यथा नीलघटोऽपि घटस्य पर्यायतामास्कन्देत । ततश्च “विभावगुणव्यञ्जनपर्याया मत्यादयः...... स्वभावगुणव्यञ्जनपर्याया अनन्तचतुष्टयरूपा जीवस्य” (आला.प.पृ.४) इति आलापपद्धती देवसेनेन यदुक्तं १३ तदुपचारमात्रमेव बोध्यम् । ‘परमार्थतः तेषाम् आत्मद्रव्यमात्रवृत्तित्वेन आत्मद्रव्यपर्यायत्वेऽपि ज्ञानात्मनोः णि तादात्म्येन मतिज्ञानादीनां ज्ञानादिगुणसापेक्षत्वेन च प्रकृते आत्मपर्याया अपि मतिज्ञानादयः ज्ञानादि गुणव्यञ्जनपर्यायतया उपचारमात्रत उच्यन्ते आलापपद्धतौ देवसेनेन' इत्यङ्गीकर्तव्यं देवसेनानुयायिभिः । पूर्वं द्वितीयशाखायां (२/१३) गुणविकारात्मकपर्यायप्रतिषेधपरा या शास्त्रोक्ति-युक्तयः प्रदर्शिताः ता - આમ આલાપપદ્ધતિમાં દેવસેનજીએ જે જણાવેલ છે, તેનું નિરાકરણ થઈ જાય છે. મતલબ કે કેવલજ્ઞાનાદિને વિશેષગુણ કે શુદ્ધગુણ કહેવા વ્યાજબી છે. પરંતુ તેને ગુણના પર્યાય તરીકે માનવા વ્યાજબી નથી. તેથી (૧) આ જ શાખાના ચોથા શ્લોકમાં પૂર્વે જણાવેલ શુદ્ધ-અશુદ્ધ ગુણવ્યંજનપર્યાયની કલ્પના કે (૨) સ્વભાવ-વિભાવ ગુણવ્યંજનપર્યાયની દેવસેનસંમત કલ્પના અનુચિત જ છે. સામાન્યનો પર્યાય વિશેષ ન બને છે. (વિશ્વ) વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે પૂર્વે બીજી શાખાના બીજા શ્લોકમાં સ તત્ત્વાર્થસર્વાર્થસિદ્ધિ, તત્ત્વાર્થરાજવાર્તિક વગેરેનો સંવાદ દર્શાવેલ હતો. તે મુજબ ગુણ સામાન્યસ્વરૂપ છે - તથા પર્યાય વિશેષાત્મક છે. પ્રસ્તુતમાં જ્ઞાનાદિ ગુણ સામાન્યાત્મક છે. તથા દેવસેનને પર્યાય તરીકે Kી સંમત એવા મતિજ્ઞાનાદિ-ચક્ષુદર્શનાદિ પર્યાય વિશેષસ્વરૂપ છે. તેથી વિશેષવ્યક્તિ સ્વરૂપ મતિજ્ઞાનાદિ -ચક્ષુદર્શનાદિ કદાપિ જ્ઞાનાદિના પર્યાય તરીકે બની શકે નહિ. ક્યારેય પણ વિશેષ વ્યક્તિ સામાન્યનો ણ પર્યાય બને નહિ. બાકી તો નીલઘટ પણ ઘટનો પર્યાય બનવાની આપત્તિ આવશે. (ઘટનો પર્યાય નીલરૂપ બને, નીલઘટ નહિ. માણસનો પર્યાય ભારતીયત્વ વગેરે બને. પરંતુ ભારતીય મનુષ્ય, અનાર્ય મનુષ્ય વગેરે નહિ. ભારતીય મનુષ્ય, અનાર્ય મનુષ્ય વગેરે મનુષ્યના ભેદ = પ્રકાર કહેવાય, પર્યાય નહિ.) તેથી “મતિજ્ઞાન વગેરે વિભાવગુણવ્યંજનપર્યાય છે... જીવના અનંતજ્ઞાનાદિ ચતુષ્ટય સ્વભાવગુણવ્યંજનપર્યાય છે' - આ પ્રમાણે આલાપપદ્ધતિમાં દેવસેનજીએ જે જણાવેલ છે, તે તો ઉપચારમાત્ર સમજવું. મતિજ્ઞાનાદિ અને ચક્ષુદર્શનાદિ ફક્ત આત્મદ્રવ્યમાં જ રહે છે. તેથી પરમાર્થથી તો તેઓ આત્મદ્રવ્યના જ પર્યાય છે. તો પણ જ્ઞાન અને આત્મા વચ્ચે અભેદ = તાદાભ્ય છે. તથા મતિજ્ઞાનાદિ જ્ઞાનાદિગુણસાપેક્ષ છે. માટે મતિજ્ઞાનાદિ જેમ આત્માના પર્યાય કહેવાય છે, તેમ પ્રસ્તુતમાં આલાપપદ્ધતિમાં દેવસેન દ્વારા તે જ્ઞાન વગેરે ગુણના પણ પર્યાય = ગુણવ્યંજનપર્યાય કહેવાયેલ છે - તેમ સમજવું. પરંતુ તે ઉપચારથી જ કહેવાય છે. આ મુજબ દેવસેનના અનુયાયીઓએ સ્વીકારવું જોઈએ. તથા પૂર્વે
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy