SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ १४/७ * स्वेच्छया कुकर्माद्यधीनता नोपादेया २१६३ वा भवतु - अखिलद्रव्य - गुण- पर्यायेषु कालतत्त्वं अल्पांशे महदंशे वा स्वप्रभावम् अवश्यं दर्शयति । किन्तु इदं ज्ञात्वा कालाद् न भेतव्यम्, यतः निष्कपटं जिनाज्ञापालनतः सततं स्वकीयान्तरङ्गचित्तवृत्तीनां सौम्यत्व-स्वस्थत्व-स्वच्छत्वसम्पादने तु शुद्धद्रव्य - गुण - पर्यायान् मलिनरूपेण न जातुचित् कालतत्त्वं प परिणामयति। कालैककृतं केवलज्ञानाद्यर्थपर्यायगतं तात्त्विकमपि पारिभाषिकं व्यावर्णितम् अशुद्धत्वं रा न नः हानिकरम्। न हि केवलः कालो जीवं जडतया, मुक्तात्मानं वा संसारितया, प्रकटं वा केवलज्ञानं मतिज्ञानतया, शुद्धैकात्मपर्यायं वा संसारितया परिणामयति जातुचित् । मु किन्तूपयोगशून्यतायाम्, आभोगपूर्वम् अविध्ययतनासेवने, यथेच्छं कुकर्म-संस्काराधीनतायाम्, र्श रुचिपूर्वं कुनिमित्तसेवायां वा कालः ज्ञानिनम् अज्ञानिरूपेण, भगवद्भक्तं वा भोगितया, साधुं वा क संसारिरूपेण, आराधकं वा विराधकरूपेण द्रुतं परिणामयति । इत्थं विज्ञाय सावधानतया अवश्यं भाव्यम्। पञ्चमारकस्य, हुण्डकावसर्पिणीकालस्य एकविंशतितमख्रिस्ताब्दशतकस्य च विलासमय- र्णि विषमप्रभावाद् दूरेण वर्तितव्यम् । ततश्च " अनन्तानन्दसन्दोहपरिपूर्णा निरत्यया । । तस्यां न प्रभवन्त्येव का સંસ્થિતાનામુવદ્રવાઃ। નરા-રુનાઘાઃ સા યસ્માત્ સર્વોપદ્રવર્ધિતા ।।” (૩.મ.પ્ર.પ્રસ્તાવ-૪/મા.-૨/પૃ.૧૬૭) ત્યેવન્ उपमितिभवप्रपञ्चायां कथायां व्यावर्णिता निर्वृतिनगरी प्रत्यासन्ना स्यात् । ।१४/७ ।। કે વ્યંજનપર્યાય તમામ દ્રવ્ય-ગુણ-પર્યાય ઉપર કાળતત્ત્વની ઓછા-વત્તા અંશે અસર અવશ્ય થાય છે. પરંતુ આવું જાણીને આપણે કાળ તત્ત્વથી ગભરાઈ જવાની જરૂર નથી. કારણ કે જીવ જો પ્રામાણિકપણે જિનાજ્ઞાપાલન કરી પોતાની અંતરંગ ચિત્તવૃત્તિને સતત સૌમ્ય, સ્વસ્થ અને સ્વચ્છ બનાવે તો જીવના શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનું મલિન-સંક્લિષ્ટ દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે પરિણમન કેવલ કાલતત્ત્વ કદાપિ કરી શકતું નથી. માત્ર કાળ દ્વારા કેવલજ્ઞાનાદિસંબંધી અર્થપર્યાયમાં દર્શાવેલ જે અશુદ્ધતાનું નિર્માણ થાય છે, તે વાસ્તવિક હોવા છતાં પણ પારિભાષિક છે. તેવી અશુદ્ધતા આપણને નુકસાનકારક નથી. તેથી તેનાથી સુ ડરવાની જરૂર નથી. પણ ચેતનનું જડદ્રવ્યરૂપે પરિવર્તન કરવાનું કાર્ય, મુક્તાત્માને સંસારી બનાવવાનું કામ, પ્રગટ થયેલ કેવલજ્ઞાનને મતિજ્ઞાનરૂપે પરિણમાવવાનું કામ કે કેવળ શુદ્ધ આત્માના = મુક્તાત્માના પર્યાયને સંસારીપર્યાયરૂપે પલટાવવાનું કાર્ય કદાપિ કાળતત્ત્વ કરતું જ નથી. CIL (વિ.) પરંતુ જીવ જાગૃત ન ૨હે, જાણી-જોઈને ઘાલમેલ કરે, સ્વેચ્છાથી કુકર્મને અને કુસંસ્કારને પરવશ થઈ જાય, ઈરાદાપૂર્વક કુનિમિત્તનું સેવન કરે તો સમ્યગ્ જ્ઞાનીને અજ્ઞાની રૂપે, ભગવદ્ભક્તને ભોગીરૂપે, સંયમીને સંસારી રૂપે, આરાધકને વિરાધકરૂપે પલટાવી દેતાં કાળતત્ત્વને વાર લાગતી નથી. આવું જાણીને સાવધ જરૂર રહેવું. પાંચમો આરો, હુંડા અવસર્પિણી કાળ, એકવીસમી સદીનું ભોગવિલાસમય વાતાવરણ વગેરેની ઝેરી અસર આપણને ન થાય તેની પૂરતી કાળજી લેવી. તેના લીધે ઉપમિતિભવપ્રપંચા કથામાં વર્ણવેલી નિવૃતિનગરી = મુક્તિપુરી નજીક આવે. ત્યાં સિદ્ધર્ષિગણીએ જણાવેલ છે કે ‘અનન્ત આનંદરાશિથી પરિપૂર્ણ, અવિનાશી નિવૃત્તિનગરીમાં રહેલા જીવોને ઘડપણ, રોગ વગેરે ઉપદ્રવો જે કારણે નથી થતા, તે કારણે તે સર્વોપદ્રવશૂન્ય છે.' (૧૪/૭)
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy