SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ २१५५ प * शुखगुणार्थपर्याये प्रमेयकेन्द्रितनिश्चयनयाभिगमः “પડ્યુળાનિ-વૃદ્ધિતક્ષળાનુનયુપર્યાયા:સૂક્ષ્માર્થપર્યાયા” એ જિમ (વૃત્ત = ઉત્તમ્) કહિઉં છઇ, सङ्ख्यातभाग-सङ्ख्यातगुणाऽसङ्ख्यातगुणाऽनन्तगुणहानि - वृद्धिभ्यां सूक्ष्मा अनन्ताः अर्थपर्याया हि = एव उक्ताः । यथा च देवसेनेन आलापपद्धतौ “अगुरुलघुविकाराः स्वभावपर्यायास्ते द्वादशधा षड्वृद्धि -हानिरूपाः। अनन्तभागवृद्धिः, असङ्ख्यातभागवृद्धिः, सङ्ख्यातभागवृद्धिः, सङ्ख्यातगुणवृद्धिः, असङ्ख्यातगुणवृद्धिः, रा अनन्तगुणवृद्धिः इति षड्वृद्धिः । तथा अनन्तभागहानिः असङ्ख्यातभागहानिः सङ्ख्यातभागहानिः, म सङ्ख्यातगुणहानिः, असङ्ख्यातगुणहानिः अनन्तगुणहानिः इति षड्हानिः । एवं षड्वृद्धि-हानिरूपा द्वादश ज्ञेयाः” (आ.प.पृ.३) इत्येवं स्वभावपर्यायरूपेण द्वादशधा विभक्ता अगुरुलघुगुणस्य पर्याया स्वतः प्रतिक्षणं विवर्तमाना अर्थपर्याया एवोक्ताः प्रमेयकेन्द्रितशुद्धर्जुसूत्रनयलक्षणनिश्चयनयदृष्ट्या । क १४/७ વૃદ્ધિ, (૯) અનંતગુણ વૃદ્ધિ. આ પ્રમાણે છ પ્રકારે હાનિ અને વૃદ્ધિ અગુરુલઘુ પર્યાયમાં દર્શાવેલ છે. પ્રસ્તુત ષસ્થાનપતિત હાનિની અને વૃદ્ધિની અપેક્ષાએ અગુરુલઘુ પર્યાયો અત્યંત સૂક્ષ્મ બની જાય છે. તેથી તે અનંત બની જાય છે. આ અગુરુલઘુ પર્યાયો શબ્દનિષ્ઠ નથી પણ અર્થનિષ્ઠ છે. તેથી તે અર્થપર્યાય તરીકે જ શાસ્ત્રમાં જણાવેલ છે. દેવસેનજીએ પણ આલાપપદ્ધતિ ગ્રંથમાં જણાવેલ છે કે ‘અગુરુલઘુ નામના વિકારો સૂક્ષ્મદ્રવ્યમાં સ્વાભાવિક રીતે રહેલા હોય છે. તેથી તે સ્વભાવપર્યાય કહેવાય છે. તે છ પ્રકારની વૃદ્ધિ સ્વરૂપ અને છ પ્રકારની હાનિ સ્વરૂપ હોવાથી બાર પ્રકારના છે. વૃદ્ધિ-હાનિ આ પ્રકારે સમજવી - (૧) અનંતભાગ વૃદ્ધિ, (૨) અસંખ્યાતભાગ વૃદ્ધિ, (૩) સંખ્યાતભાગ વૃદ્ધિ, (૪) સંખ્યાતગુણ વૃદ્ધિ, (૫) અસંખ્યાતગુણ વૃદ્ધિ, (૬) અનંતગુણ વૃદ્ધિ. આ પ્રમાણે અગુરુલઘુ 권 પર્યાયોની છ પ્રકારની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તથા હાનિ પણ છ પ્રકારે સમજવી. તે આ રીતે - (૧) Cu અનંતભાગ હાનિ, (૨) અસંખ્યાતભાગ હાનિ, (૩) સંખ્યાતભાગ હાનિ, (૪) સંખ્યાતગુણ હાનિ, (૫) અસંખ્યાતગુણ હાનિ અને (૬) અનંતગુણ હાનિ. આ પ્રમાણે છ પ્રકારની હાનિ સ્વરૂપ અને A છ પ્રકારની વૃદ્ધિ સ્વરૂપ અગુરુલઘુ પર્યાયો બાર પ્રકારે જાણવા.' આ પ્રમાણે આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ અગુરુલઘુ પર્યાયનો સ્વભાવપર્યાયરૂપે બાર પ્રકારે વિભાગ પાડેલો છે. બાર પ્રકારના વિભાગમાં વહેંચાયેલા અગુરુલઘુ પર્યાયો પોતાની જાતે જ પ્રતિક્ષણ પરાવર્તન પામે છે. પ્રતિક્ષણ પલટાતા એવા અગુરુલઘુ પર્યાય અર્થપર્યાય તરીકે જ ત્યાં પ્રમેયકેન્દ્રિત શુદ્ધ ઋજુસૂત્રનયસ્વરૂપ નિશ્ચયનયની દૃષ્ટિએ જણાવેલા છે. ષસ્થાનપતિત વૃદ્ધિ-હાનિનો વિચાર સ્પષ્ટતા :- એક અગુરુલઘુ ગુણના પર્યાય કરતાં બીજો અગુરુલઘુ ગુણનો પર્યાય શક્તિની અપેક્ષાએ બમણો મોટો હોય. અન્ય કોઈ અગુરુલઘુ ગુણના પર્યાય કરતાં તે દસગણો મોટો હોય, બીજા કોઈક અગુરુલઘુ ગુણના પર્યાય કરતાં તે સંખ્યાતગણો મોટો હોય, અસંખ્યાતગણો મોટો હોય, અનંતગુણ મોટો હોય – ઈત્યાદિ હકીકત આગમમાં વર્ણવેલ છે. આ વૃદ્ધિ અગુરુલઘુ ગુણના પર્યાયોની વૃદ્ધિરૂપ સમજવી. તથા હાનિ પણ અગુરુલઘુ ગુણના પર્યાયની હાનિરૂપ સમજવી. આમ એક પરમાણુમાં રહેલ અગુરુલઘુ
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy