SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ २१५६० शुद्धगुणार्थपर्याये आध्यात्मिकनिश्चयनयाभिप्राय: ० १४/७ कार्तिकेयानुप्रेक्षावृत्तौ शुभचन्द्रेण अपि “अगुरुलघुविकाराः स्वभावपर्यायाः। ते द्वादशधा” (का.अ. ૨૪૨/9.9૭૩) ત્યાધુમ્ | इदमेवाभिप्रेत्य द्रव्यस्वभावप्रकाशे माइल्लधवलेन अपि “अगुरुलहुगाऽणंता समयं समयं समुब्भवा जे वि। दव्वाणं ते भणिया सहावगुणपज्जया जाण ।।” (द्र.स्व.प्र.२१) इत्युक्तम् । ___यत्तु “स्वभावपर्यायो नाम समस्तद्रव्याणाम् आत्मीयाऽऽत्मीयाऽगुरुलघुगुणद्वारेण प्रतिसमयम् उदीयमानषट्स्थानपतितवृद्धि-हानिनानात्वाऽनुभूतिः” (प्र.सा.९३ व्या.) इति प्रवचनसारतत्त्वप्रदीपिकाव्याख्याकृता अमृतचन्द्रेण उक्तं तत्तु आध्यात्मिकनिश्चयनयदृष्ट्या शुद्धगुणार्थपर्यायप्रतिपादनपरमिति विभावनीयम् । ગુણના પર્યાય કરતાં અન્ય પરમાણુમાં રહેલ અગુરુલઘુ ગુણના પર્યાયોની વૃદ્ધિ અને હાનિ ઉપર મુજબ છ પ્રકારની હોય છે. સર્વ સૂક્ષ્મ-અમૂર્ત દ્રવ્યોમાં રહેનારા તે પર્યાયો પ્રતિક્ષણ બદલાય છે. તેથી અગુરુલઘુ ગુણના પર્યાય અર્થપર્યાયસ્વરૂપ જ છે. અગુરુલઘુ પર્યાયો સંખ્યાની દૃષ્ટિએ અનંતા છે. સૂફ રવભાવપર્યાયનો અતિદેશ –ફ (ર્જિ) કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં દિગંબર શુભચન્દ્રજીએ પણ “અગુરુલઘુવિકારો સ્વભાવપર્યાયાત્મક છે. તે બાર પ્રકારે છે' - ઈત્યાદિ બાબત વિસ્તારથી જણાવેલ છે. જે પ્રમેચકેન્દ્રિત નિશ્વનચનો વિમર્શ છે (૪) પ્રમેયકેન્દ્રિત નિશ્ચયનયની દૃષ્ટિએ શુદ્ધ ગુણના અર્થપર્યાયનું પ્રતિપાદન કરવાના અભિપ્રાયથી Rી જ દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં માઈલધવલે પણ જણાવેલ છે કે “દ્રવ્યોના અનન્ત અગુરુલઘુગુણ જે પ્રતિસમય પરિણમન કરે છે તેને પણ દ્રવ્યના સ્વભાવગુણપર્યાય કહેલા છે - તેમ જાણો.” અહીં CT “સ્વભાવગુણપર્યાય' શબ્દથી શુદ્ધગુણઅર્થપર્યાય જ અભિપ્રેત છે. - આધ્યાત્મિક નચથી રવભાવપર્યાયની વ્યાખ્યા જ (વ.) પ્રવચનસાર ગ્રન્થની તત્ત્વપ્રદીપિકા નામની વ્યાખ્યા કરનારા દિગંબરાચાર્ય અમૃતચન્દ્રજીએ જે જણાવેલ છે કે “સમસ્ત દ્રવ્યોમાં પોતપોતાના અગુરુલઘુ ગુણ દ્વારા પ્રતિસમય ઉત્પદ્યમાન ષસ્થાનપતિત વૃદ્ધિ-હાનિના તફાવતની અનુભૂતિ તે સ્વભાવપર્યાય કહેવાય”, તે કથન “આધ્યાત્મિક નિશ્ચયનયની દૃષ્ટિએ શુદ્ધગુણના અર્થપર્યાયનું પ્રતિપાદન કરવાના અભિપ્રાયથી છે - તેમ ઊંડાણથી વિચારવું. કહેવાનો આશય એ છે કે દેવસેનજી અને માઈલ્લલવલ્લ પ્રમેયકેન્દ્રિત શુદ્ધ ઋજુસૂત્રનયસ્વરૂપ નિશ્ચયનયની દૃષ્ટિએ શુદ્ધગુણઅર્થપર્યાયને જણાવતા હોવાથી તેઓએ પ્રતિક્ષણ પરિવર્તનશીલ અગુરુલઘુ ગુણને જ શુદ્ધ ગુણના અર્થપર્યાય તરીકે જણાવેલ છે. તે અગુરુલઘુ ગુણના અનુભવની કોઈ જ વાત તેઓએ કરી નથી. જ્યારે અમૃતચન્દ્રજી આધ્યાત્મિક નિશ્ચયનયની દૃષ્ટિથી શુદ્ધ ગુણઅર્થપર્યાયને “સ્વભાવપર્યાય' શબ્દથી જણાવી રહેલા છે. તેથી તેમણે અગુરુલઘુ ગુણની વૃદ્ધિનહાનિના તફાવતની અનુભૂતિને શુદ્ધ ગુણઅર્થપર્યાય તરીકે જણાવેલ છે. પ્રમેયકેન્દ્રિતનિશ્ચયનયની જેમ આધ્યાત્મિક નિશ્ચય કોઈ પણ પ્રમેયની પ્રરૂપણા કરીને અટકી જતો નથી પરંતુ તેની અનુભૂતિની દિશામાં જીવને દોરી જાય છે. આટલો બન્ને નયમાં ફરક 1. अगुरुलघुका अनन्ता समयं समयं समुद्भवाः। द्रव्याणं ते भणिताः स्वभावगुणपर्यया (इति) जानीहि।।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy