SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ १४/३ • सिद्धपर्यायस्वरूपोपदर्शनम् । २१३१ દિઃ પ્રાયોનિ इदमेवाभिप्रेत्य भगवतीसूत्रे '“गोयमा ! अहमेयं जाणामि.... जाव जन्नं तहागयस्स जीवस्स अरूवस्स . अकम्मस्स अरागस्स अवेदस्स अमोहस्स अलेसस्स असरीरस्स ताओ सरीराओ विप्पमुक्कस्स णो एवं पन्नायति, तं जहा - कालत्ते वा जाव सुक्किल्लत्ते वा सुब्भिगंधत्ते वा दुब्भिगंधत्ते वा तित्ते वा जाव महुरत्ते । वा कक्खडत्ते वा जाव लुक्खत्ते वा, से तेणटेण जाव चिट्ठित्तए वा” (भ.सू.१७/२, सू.५९७) इत्युक्तम् । श તે પ્રમાણે અહીં મૂળશ્લોકમાં રહેલ “દિ અવધારણ અર્થમાં પ્રયોજેલ છે. આ સિદ્ધ ભગવંત દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત છે (એ.) “સિદ્ધપર્યાય શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયસ્વરૂપ છે' - આવું જણાવવાના અભિપ્રાયથી જ ભગવતી સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરે ફરમાવેલ છે કે “હે ગૌતમ! હું આ પ્રમાણે જાણું છું કે – તેવા પ્રકારની અવસ્થાને પામેલ (સિદ્ધદશાને પામેલ) જીવ અરૂપી હોય છે, કમરહિત હોય છે, રાગશૂન્ય હોય છે, વેદમુક્ત હોય છે (=સ્ત્રી-પુરૂષ-નપુંસક વેદથી રહિત હોય છે), મોહ વગરનો હોય છે, તેને કોઈ લેશ્યા કે કાયા હોતી નથી. ઔદારિક, તૈજસ, કાર્પણ વગેરે શરીરથી તે કાયમ માટે સંપૂર્ણતયા રહિત હોય છે. આવા સિદ્ધ જીવને ઉદેશીને આવી પ્રરૂપણા થઈ શકતી નથી કે તેમાં કૃષ્ણ વર્ણથી માંડીને શ્વેત વર્ણ છે, સુગંધ કે દુર્ગધ છે, તિક્ત રસ (= કટુ રસ) થી માંડીને મધુર રસ છે, કર્કશ છે સ્પર્શથી માંડીને રૂક્ષ સ્પર્શ છે.' તે કારણથી “તે સિદ્ધ ભગવંત સાદિ અનંત કાળ સુધી સિદ્ધશિલામાં 11 કેવળ સ્થિર રહે છે, શુદ્ધ આત્મસ્વભાવમાં રહે છે, હલનચલન કરતા નથી' - આ પ્રમાણે કહેવાય છે.” ભગવતીસૂત્રના પ્રસ્તુત પ્રબંધને પણ વાચક વર્ગે અહીં ખ્યાલમાં રાખવો. | સ્પષ્ટતા :- સિદ્ધ ભગવાનને કૃષ્ણ-નીલ-રક્ત-પીત-શુક્લ વર્ણમાંથી એક પણ વર્ણ નથી હોતા. સુગંધ કે દુર્ગધ, કોઈ પણ પ્રકારની ગંધ નથી હોતી. કડવો-તીખો-તૂરો-ખાટો-ખારો-મીઠો આ છ રસમાંથી એક પણ રસ નથી હોતો. કર્કશ-મૃદુ-લઘુ-ગુરુ-શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-રૂક્ષ આ આઠ સ્પર્શમાંથી એક પણ સ્પર્શ નથી હોતો. આમ સિદ્ધ ભગવંત તમામ વર્ણ-ગંધ-રસ-સ્પર્શથી રહિત છે. આ પ્રમાણે ભગવતી સૂત્રમાં જે જણાવેલ છે તેનાથી સિદ્ધ ભગવંત નોકર્મશૂન્ય છે' એવું સિદ્ધ થાય છે. સિદ્ધ ભગવંતમાં રાગ વગેરે નથી હોતા - આવું કહેવા દ્વારા “સિદ્ધ ભગવંતમાં ભાવકર્મ નથી તેવું ભગવતીસૂત્રમાં સૂચિત કરેલ છે. તથા સિદ્ધ ભગવંત કર્મશૂન્ય છે - આવું કહેવા દ્વારા સિદ્ધ ભગવંતમાં દ્રવ્યકર્મનો અભાવ દર્શાવેલ છે. આમ દ્રવ્યકર્મથી, ભાવકર્મથી અને નોકર્મથી રહિત સિદ્ધદશામાં પ્રગટ થનારો આત્મપ્રદેશસ્થિરતાસ્વરૂપ સિદ્ધપર્યાય કેવલ આત્મદ્રવ્યસ્વભાવરૂપ છે, શુદ્ધ આત્મદ્રવ્યદશા સ્વરૂપ છે. તેથી તે શુદ્ધ દ્રવ્યભંજનપર્યાય તરીકે સિદ્ધ થાય છે. 1. गौतम ! अहम एतद जानामि... यावद यद णं तथागतस्य जीवस्य, अरूपस्य, अकर्मणः, अरागस्य, अवेदस्य, अमोहस्य, अलेश्यस्य, अशरीरस्य, तेभ्यः शरीरेभ्यः विप्रमुक्तस्य नो एवं प्रज्ञायते, तद् यथा - कालत्वं (= कृष्णत्वं) वा... यावद् शुक्लत्वं वा सुरभिगन्धत्वं वा दुरभिगन्धत्वं वा तिक्तत्वं वा... यावद् मधुरत्वं वा कर्कशत्वं वा... यावद् रूक्षत्वं वा, अथ - तेन અર્થેન... યાવત તિષ્ટ વI
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy