________________
२१३०
सिखेषु द्रव्यविभावव्यञ्जनपर्यायाऽभावः
शुद्ध-स्थिर
સિદ્ધપર્યાય *જાણવો, કેવલભાવથી.* ॥૧૪/૩૫ द्रव्यव्यञ्जनं शुद्धद्रव्यशब्दपर्यायः खलु चेतनस्य आत्मद्रव्यस्य सिद्धता -स्वस्वभावस्थात्मप्रदेशतालक्षणः सिद्धपर्याय: हि एव उच्यते, शब्दवाच्यत्वे सति केवलात्मद्रव्यस्वभावरूपत्वात्। न हि सिद्धदशायां द्रव्यकर्म-भावकर्म-नोकर्मप्रचारः समस्ति, येनाऽऽत्मप्रदेशन कम्पनतोऽशुद्धद्रव्यव्यञ्जनपर्यायता आपद्येत । न वा संसारिदशायां द्रव्यादिकर्मवियोगो विद्यते, येन र्श तत्र शुद्धद्रव्यव्यञ्जनरूपता आपद्येत । ततश्च 'सिद्धपर्याय एव शुद्धात्मद्रव्यव्यञ्जनपर्यायः' इतिवत् ‘सिद्धपर्यायः शुद्धात्मद्रव्यव्यञ्जनपर्याय एव' इत्यपि अवधारणम् आवृत्त्या कर्तव्यम् । 'खलु' शब्दोऽत्र वाक्यशोभायां बोध्यः “ खलु स्याद् वाक्यभूषायां खलु वीप्सा - निषेधयोः । निश्चिते सान्त्वने मौने जिज्ञासादौ खलु स्मृतम्।।” (वि.लो. अव्यय - ६९) इति पूर्वोक्ते (८/४) विश्वलोचने धरसेनवचनात् । " हि पादपूरणे हेतौ विशेषेऽप्यवधारणे" (ए.ना.मा. २२) इति विश्वप्रकाशान्तर्गतैकाक्षरनाममालायां महेश्वरवचनादत्रावधारणे આઠ પર્યાયોમાંથી શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય નામનો પ્રથમ પર્યાય તે આત્મદ્રવ્યનો સિદ્ધપર્યાય જાણવો. સંસારીદશામાં જીવના આત્મપ્રદેશો ઉકળતા પાણીની જેમ સતત ઉપર-નીચે ફરતા જ હોય છે. જ્યારે સિદ્ધદશામાં આત્મપ્રદેશો શુદ્ધ અને સ્થિર બની પોતાના મૂળભૂત સ્વભાવમાં રહે છે. આમ આત્મપ્રદેશો શુદ્ધ-સ્થિર નિજસ્વભાવમાં રહે તે જ જીવની સિદ્ધદશા = સિદ્ધપર્યાય છે. તથા તે જ શુદ્ધ દ્રવ્યનો વ્યંજનપર્યાય છે. આત્મદ્રવ્યના સિદ્ધપર્યાયને શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય કહેવાનું કારણ એ છે કે તે પર્યાય શબ્દ દ્વારા જણાવી શકાય છે. તેમજ તે પર્યાય કેવલ આત્મદ્રવ્યસ્વભાવ સ્વરૂપ જ છે. મતલબ એ છે કે સિદ્ધપણું એ આત્મગુણનો પર્યાય નથી પરંતુ આત્મદ્રવ્યનો પર્યાય છે. તેથી તે દ્રવ્યપર્યાય છે. તે શબ્દવાચ્ય હોવાથી વ્યંજનપર્યાય છે. એ કેવલ આત્મસ્વભાવસ્વરૂપ હોવાથી શુદ્ધ પર્યાય છે. આથી તેને અહીં શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય તરીકે જણાવેલ છે. સિદ્ધપર્યાય જ કેવલ કે આત્મદ્રવ્યસ્વભાવસ્વરૂપે નિશ્ચિત હોવાનું કારણ એ છે કે સિદ્ધદશામાં જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મનો, રાગ -દ્વેષાદિ ભાવકર્મનો અને શરીરાદિ નોકર્મનો ફેલાવો (=સંબંધ) હોતો નથી. તેથી આત્મપ્રદેશોનું કંપન-હલન -ચલન થવાથી ઉત્પન્ન થનારા એવા અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયને ઉત્પન્ન થવાની ત્યારે શક્યતા રહેતી નથી. સિદ્ધદશામાં કેવલ આત્મદ્રવ્ય જ હોય છે, શુદ્ધ આત્મદ્રવ્ય જ હોય છે. તથા સંસારી દશામાં દ્રવ્યકર્મ વગેરેનો વિયોગ હોતો નથી. તેથી સંસારીદશામાં શુદ્ધ આત્મદ્રવ્યવ્યંજનપર્યાયરૂપતાની આપત્તિને અવકાશ નથી. આથી અહીં (૧) ‘સિદ્ધપર્યાય જ શુદ્ધાત્મદ્રવ્યવ્યંજનપર્યાય છે' - આવા અવધારણની જેમ (૨) ‘સિદ્ધપર્યાય શુદ્ધ આત્મદ્રવ્યવ્યંજનપર્યાય જ છે’ - આવું પણ અવધારણ, ‘’િશબ્દનું પુનરાવર્તન કરીને, કરવું જરૂરી છે. મૂળ શ્લોકમાં રહેલ ‘જીતુ’શબ્દ વાક્યશોભા માટે વપરાયેલ છે. “(૧) વાક્યની શોભામાં, (૨) વીપ્સામાં, (૩) નિષેધસ્થળે, (૪) નિશ્ચિત બાબતમાં, (૫) સાંત્વન અંગે, (૬) મૌનને વિશે, (૭) જિજ્ઞાસા વગેરે અર્થમાં ‘હતુ’શબ્દ શાસ્રકારોને સંમત છે” - આમ પૂર્વોક્ત(૮૪) વિશ્વલોચનકોશ સંદર્ભમાં ધરસેનજીએ કહેલ છે, તેને અનુસરીને ઉ૫૨ અર્થ જણાવેલ છે. તથા ‘(૧) પાદપૂરણ, (૨) હેતુ, (૩) વિશેષ અને (૪) અવધારણ - અર્થમાં ‘ફ્રિ’ વપરાય’ - આમ વિશ્વપ્રકાશકોશ અંતર્ગત એકાક્ષરનામમાલામાં મહેશ્વરકવિએ દર્શાવેલ છે.
* ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ કો.(૧૧)માં નથી.
=>> s*tl
=
=
=
१४/३
=