________________
२११२
- ટૂંકસાર -
.: શાખા - ૧૪ : અહીં પર્યાયોના મુખ્યપણે બે પ્રકાર જણાવેલ છે – વ્યંજનપર્યાય અને અર્થપર્યાય. (૧૪/૧)
ત્રણે કાળને સ્પર્શનાર સ્થૂલ પર્યાય તે વ્યંજનપર્યાય. ઘટ વગેરેમાં રહેલ સૂક્ષ્મ અને વર્તમાનકાલીન પર્યાય તે અર્થપર્યાય. શબ્દથી વ્યક્ત થતા પર્યાય તે વ્યંજનપર્યાય. તે સિવાયના કેવલીએ જોયેલા પર્યાય તે અર્થપર્યાય. શબ્દવાપ્ય ઊર્ધ્વતાસામાન્યને તથા તિર્લફસામાન્યને વ્યંજનપર્યાયરૂપે જાણવા. (૧૪(૨)
વ્યંજનપર્યાયમાં દ્રવ્યથી અને ગુણથી બે ભેદ પડે. તે બન્નેના શુદ્ધ અને અશુદ્ધ - એમ બે ભેદ પડે. આમ કુલ ચાર ભેદ પડે. અર્થપર્યાયમાં પણ તે જ રીતે ચાર ભેદ પડે. પ્રત્યેક સાધનાનું ચરમ ધ્યેય પોતાના શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયને અને શુદ્ધ ગુણવ્યંજનપર્યાયને પ્રગટાવવાનું છે. (૧૪/૩)
અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાયમાં દેવ, મનુષ્ય વગેરે પ્રકારો સમજવા. કેવળજ્ઞાન શુદ્ધ ગુણવ્યંજનપર્યાય છે. મતિજ્ઞાન અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય છે. (૧૪/૪).
ઋજુસૂત્રનયના મતે આત્માદિ દ્રવ્યની વર્તમાન ક્ષણ એ શુદ્ધ દ્રવ્યાWપર્યાય છે. આત્માદિ દ્રવ્યની વર્તમાનક્ષણસંતતિ એ અશુદ્ધ દ્રવ્યાWપર્યાય છે. (૧૪/૫)
પુરુષ' શબ્દ વ્યંજનપર્યાયને સૂચવે છે. “બાલ, યુવાન વગેરે અલ્પકાલીન અવસ્થા અર્થપર્યાયને સૂચવે છે. અશુદ્ધ ઋજુસૂત્રનય જે બાલપર્યાયને માને છે, તે અનેકક્ષણવિષયક છે. (૧૪/૬)
અગુરુલઘુપર્યાય પગુણ વૃદ્ધિનહાનિથી સૂક્ષ્મસ્વરૂપે મળે છે. તથા કેવળજ્ઞાનમાં ક્ષણભેદથી વિવિધ અર્થપર્યાય રહેલા છે. આથી કેવળજ્ઞાનમાં પણ શુદ્ધ-અશુદ્ધ ગુણઅર્થપર્યાય માની શકાય. (૧૪/૭)
પુદ્ગલને આશ્રયીને વિચારીએ તો અણુ = શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય અને ચણક = અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય છે. પુદ્ગલના ગુણ = ગુણવ્યંજનપર્યાય - એમ સમજવું. અણુના ગુણ = શુદ્ધ ગુણવ્યંજનપર્યાય અને ચણકના ગુણ = અશુદ્ધ ગુણવ્યંજનપર્યાય જાણવા. (૧૪/૮)
કેવળજ્ઞાનની જેમ ધર્માસ્તિકાય વગેરેમાં પણ ક્ષણિક એવા સૂક્ષ્મ અર્થપર્યાય રહે છે. (૧૪૯)
ધર્માસ્તિકાયની આકૃતિ = શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય અને ધર્માસ્તિકાયનો જીવાદિ સાથે સંયોગ = અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય - એમ જાણવું. (૧૪/૧૦)
આકૃતિની જેમ એકત્વ, પૃથક્વ, સંખ્યા, સંસ્થાન, સંયોગ, વિભાગ પણ પર્યાય છે.(૧૪/૧૧-૧૨)
ધર્માસ્તિકાયમાં થતો પરદ્રવ્યનો સંયોગ અને આત્માનો મનુષ્યપર્યાય એ અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય છે. અશુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય આત્માદિ દ્રવ્યનો સર્વથા નાશ કરી શકતા નથી. તેથી આત્માએ તમામ અવસ્થામાં ઠેષાદિથી મુક્ત રહેવું. (૧૪/૧૩) ચેતન કે જડ દ્રવ્ય જ્યારે બીજા દ્રવ્યની અપેક્ષા રાખે ત્યારે તેમાં અશુદ્ધતા આવે છે. તેથી આપણે પુદ્ગલથી નિરપેક્ષ બનવા પ્રયત્ન કરવો. (૧૪/૧૪)
અન્ય રીતે સજાતીયદ્રવ્યપર્યાય, વિજાતીયદ્રવ્યપર્યાય, સ્વભાવગુણપર્યાય અને વિભાવગુણપર્યાય - એમ ચાર પ્રકારે પર્યાય બતાવેલ છે. કચણુક, મનુષ્યપર્યાય, કેવળજ્ઞાન, મતિજ્ઞાન - આ તેના ક્રમશઃ ઉદાહરણ છે. તેમાંથી આપણે સ્વભાવગુણપર્યાય તરફ આપણી દૃષ્ટિ રાખવી.(૧૪/૧૫-૧૬)
પર્યાય દ્રવ્યનો વિકાર છે. ‘તે ગુણનો વિકાર છે' - આ દેવસેનવચન ઉસૂત્ર છે. (૧૪/૧૭-૧૯)