________________
२०८४
___० गुणनिष्ठपर्यायविमर्शः ०
१३/१७ प न च गुणाश्रितत्वं पर्यायाणामसिद्धमिति शङ्कनीयम्, रा यतो “गुणेष्वपि नव-पुराणादिपर्यायाः प्रत्यक्षप्रतीता एव कियत्कालभाविनः। प्रतिसमयभाविनस्तु म पुराणत्वाद्यन्यथानुपपत्तेरवसीयन्ते । ततश्च द्रव्य-गुण-पर्यायात्मकमेकं शबलमणिवत् चित्रपतङ्गादिवद् वा वस्तु - इति स्थितम्” (उत्त.२८/६ शा.वृ.) इति उत्तराध्ययनबृहद्वृत्तौ श्रीशान्तिसूरयः | જે લક્ષણ બતાવેલ છે તેનાથી સિદ્ધ થાય છે કે એકદ્રવ્યાશ્રિત હોવાથી અનુપચરિતભાવસ્વરૂપ સ્વભાવ એ ગુણ છે અને ઉભયાશ્રિત હોવાથી ઉપચરિતભાવસ્વરૂપ સ્વભાવ એ પર્યાય છે.
શંકા :- (ર ઘ.) પર્યાયો દ્રવ્યમાં રહે છે' - આ વાત સમજી શકાય છે. પરંતુ પર્યાયો ગુણમાં પણ રહે છે' - આ વાત પ્રમાણસિદ્ધ જણાતી નથી. ગુણના પર્યાયો કઈ રીતે હોય ?
ગુણમાં પણ પર્યાયો હોય છે સમાધાન :- (ચો.) તમારી દલીલ વ્યાજબી નથી. કારણ કે “ગુણોમાં પણ પર્યાયની પ્રત્યક્ષ પ્રમાણથી પ્રતીતિ થાય છે. “આ રૂપ નવું છે,” “પેલું રૂપ જૂનું છે', “આ ફૂલની ગંધ તાજી છે', “પેલા ફૂલની સુવાસ જૂની છે' - ઈત્યાદિ રૂપે રૂપ વગેરે ગુણોમાં પણ નવીનત્વ, પ્રાચીનત્વ વગેરે પર્યાયો પ્રત્યક્ષ પ્રમાણથી સર્વ લોકોમાં પ્રસિદ્ધ જ છે. ગુણમાં રહેનારા નવીનત્વ, પુરાણત્વ વગેરે પ્રત્યક્ષસિદ્ધ પર્યાય કેટલાક કાળ સુધી ટકતા હોય છે. (અર્થાત તે યાવદ્રવ્યભાવી નથી કે યાવગુણભાવી નથી. તેથી તે
ગુણાત્મક નથી પણ ગુણભિન્ન પર્યાયાત્મક છે. તથા “અમુક કાળ સુધી ટકનારા તે પર્યાયો ગુણમાં પણ જ રહે છે' - તેવું ઉપરોક્ત પ્રત્યક્ષ પ્રતીતિ દ્વારા સિદ્ધ થાય છે. આમ “બે-પાંચ મહિના સુધી કે બે-પાંચ
દિવસ સુધી કે બે-પાંચ કલાક સુધી ગુણમાં રહેનારા પર્યાયો પ્રત્યક્ષપ્રમાણગમ્ય છે' - તેવું સિદ્ધ થાય Rી છે.) પ્રત્યેક સમયે ઉત્પન્ન થનારા ગુણનિષ્ઠ ક્ષણિક પર્યાયોનું આપણને પ્રત્યક્ષ પ્રમાણથી ભાન ભલે થતું Oા ન હોય. પરંતુ અમુક કાળ પછી ગુણમાં જે પુરાણત્વ વગેરે પર્યાયની પ્રતીતિ થાય છે તે પ્રતીતિ જો
પ્રતિક્ષણ ગુણમાં તે તે પર્યાયો ઉત્પન્ન ન થાય તો અસંગત બની જાય. આમ ગુણનિષ્ઠ પુરાણત્વ વગેરે પર્યાયોની અન્યથા અનુપપત્તિ હોવાના લીધે પ્રતિસમયભાવી ક્ષણભંગુર પર્યાયોની પ્રતીતિ = અનુમિતિ થઈ શકે છે. તેથી વિવિધ વર્ણવાળા એક મણિની જેમ અથવા વિવિધ વર્ણવાળા એક પતંગિયા વગેરેની જેમ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક વસ્તુ એક જ છે, અલગ-અલગ નથી. (મતલબ કે ઘટ-પટ-મઠની જેમ દ્રવ્ય -ગુણ-પર્યાય ત્રણ અલગ-અલગ વસ્તુ નથી પણ દ્રવ્ય-ગુણ-પર્યાયમય એક અખંડ વસ્તુ છે. પ્રત્યેક વસ્તુ આવી છે.)” આ પ્રમાણે શ્રી શાંતિસૂરિજી મહારાજે ઉત્તરાધ્યયનસૂત્રની બૃહદ્ધત્તિમાં જણાવેલ છે.
પ્રતિક્ષણ વસ્તુપરિવર્તનનું અનુમાન છે સ્પષ્ટતા :- કોઈ પણ વસ્તુ એકાએક જૂની થઈ નથી જતી. પરંતુ પ્રત્યેક સમયે તેમાં કંઈક ને કંઈક પરિવર્તન થતું જાય તો જ અમુક સમય પછી “આ વસ્તુ જૂની થઈ ગઈ છે' - આવી પ્રતીતિ લોકોને થઈ શકે. આ પ્રતિક્ષણ પરિવર્તન એટલે પ્રતિક્ષણ પર્યાયનો ઉત્પાદ અને વ્યય. દ્રવ્યની જેમ ગુણોમાં પણ જૂનાપણાની પ્રતીતિ થાય જ છે. તેથી ગુણમાં પ્રતિક્ષણ પર્યાયના ઉત્પાદ-વ્યયનો સ્વીકાર ન કરવામાં આવે તો (= અન્યથા) કાળક્રમે ગુણમાં જૂનાપણાની પ્રતીતિ અસંગત (= અનુપપન્ન) બની જાય. આમ અન્યથા અનુપપત્તિ દ્વારા ગુણનિષ્ઠ પ્રતિક્ષણભાવી પર્યાયની અનુમિતિ થઈ શકે છે.