________________
१३/१७ . पर्यायाणां द्रव्य-गुणाश्रितत्वम् ।
२०८३ तथोक्तम् उत्तराध्ययनेषु - 1"गुणाणमासओ दव्वं एगदव्वस्सिआ गुणा। लक्खणं पज्जवाणं तु उभओ अस्सिआ भवे।।” (उत्त.२८/६)
यथोक्तम् उत्तराध्ययनसूत्रे मोक्षमार्गरत्यध्ययने '“गुणाणं आसओ दव्यं, एगदव्वस्सिआ गुणा। लक्खणं पज्जवाणं तु उभओ अस्सिआ भवे ।।” (उत्त.२८/६) इति। भावविजयवाचककृता तद्वृत्तिस्त्वेवम् “गुणानामाश्रयो द्रव्यम् । अनेन रूपादय एव वस्तु न तद्व्यतिरिक्तमन्यदस्तीति सुगतमतमपास्तम् । तथा एकस्मिन् द्रव्ये आधारभूते आश्रिताः = स्थिता = एकद्रव्याश्रिता गुणाः। ____एतेन तु ये द्रव्यमेवेच्छन्ति न तद्व्यतिरिक्तान् रूपादीन् तन्मतमवमतम् । लक्षणं पर्यवाणां तु = पुनः । उभयोर्द्वयोः प्रक्रमाद् द्रव्य-गुणयोराश्रिताः भवेत्ति = भवेयुः।” (उत्त.२८/६, व्याख्या) इति । ततश्चैकद्रव्याश्रितत्वेन र अनुपचरितभावात्मकानां स्वभावानां गुणरूपता, उभयाश्रितत्वेन चोपचरितभावात्मकानां स्वभावानां कृ पर्यायरूपता सिध्यतीति भावः । છે' - આ પ્રમાણે શાસ્ત્રમાં જણાવેલ છે.
દ્રવ્ય-ગુણ-પચયના લક્ષણની વિચારણા કરી (થો) ઉત્તરાધ્યયનસૂત્રના મોક્ષમાર્ગરતિ નામના “૨૮ મા અધ્યયનમાં ઉપરોક્ત વાત સુંદર રીતે જણાવેલ છે. ત્યાં કહેલ છે કે “ગુણોનો આશ્રય દ્રવ્ય કહેવાય છે. ગુણો એક દ્રવ્યમાં આશ્રિત છે. દ્રવ્ય અને ગુણ ઉભયમાં આશ્રિતપણું એ તો પર્યાયનું લક્ષણ થાય છે.” ઉપાધ્યાય શ્રીભાવવિજયજી મહારાજે ઉત્તરાધ્યયનસૂત્રની વ્યાખ્યા કરેલી છે. પ્રસ્તુત ગાથાની વ્યાખ્યામાં તેઓશ્રીએ એવું જણાવેલ છે કે “ગુણોનો આશ્રય હોય તે દ્રવ્ય કહેવાય છે. ગુણાશ્રયત્ને દ્રવ્યનું લક્ષણ કહેવાથી બૌદ્ધ મતનું નિરાકરણ થઈ જાય છે છે. બૌદ્ધ લોકો એમ કહે છે કે “રૂપ-રસ-ગંધ વગેરે વિશેષ ધર્મો એ જ તાત્ત્વિક વસ્તુ છે. તેનાથી ભિન્ન છે કોઈ દ્રવ્ય નામની વસ્તુ નથી.” પરંતુ આ વાત વ્યાજબી નથી. કેમ કે ફક્ત “રૂપ-રસ વગેરે વિશેષ ધર્મો વા એ જ વિશ્વમાં વસ્તુ છે' - એવું નથી. પરંતુ રૂપ-રસાદિનો આશ્રય પણ વિશ્વમાં વિદ્યમાન છે અને તે જ દ્રવ્ય છે. (જો દ્રવ્ય નામની વસ્તુ ન હોય તો નિરાધાર એવા રૂપ-રસ વગેરે ક્યાં રહે ? તેથી રૂપ છે -રસાદિના આધાર સ્વરૂપે દ્રવ્યનો સ્વીકાર કરવો પણ જરૂરી છે. વાદિવેતાલ શાંતિસૂરિજી બૌદ્ધદર્શનના ઉપરોક્ત મંતવ્યનું નિરાકરણ કરવા માટે એમ કહે છે કે “પર્યાયની ઉત્પત્તિ અને નાશ થવા છતાં પણ દ્રવ્યની ઉત્પત્તિ કે નાશ થતા નથી. તેથી પર્યાય અને દ્રવ્ય સર્વથા એક નથી પણ ભિન્ન છે. તથા બન્ને પારમાર્થિક છે.') તથા આધારભૂત એક દ્રવ્યમાં રહેલી વસ્તુ ગુણ કહેવાય છે.
(.) એકદ્રવ્યાશ્રિતત્વને ગુણનું લક્ષણ કહેવા દ્વારા એકાંતદ્રવ્યવાદીના મતનું નિરાકરણ થઈ જાય છે. એકાંતદ્રવ્યવાદીઓ ફક્ત દ્રવ્યનો જ સ્વીકાર કરે છે. દ્રવ્યથી ભિન્ન એવા રૂપ-રસ વગેરે ગુણધર્મોનો તેઓ સ્વીકાર કરતા નથી. તેમના મતનું ઉપરોક્ત કથન દ્વારા નિરાકરણ થઈ જાય છે. કારણ કે જેમ દ્રવ્ય વાસ્તવિક ચીજ છે તેમ દ્રવ્યમાં રહેનાર ગુણ પણ વાસ્તવિક જ વસ્તુ છે. પર્યાયનું લક્ષણ તો ઉભયાશ્રિતપણું છે. પ્રસ્તુતમાં “ઉભય” શબ્દથી દ્રવ્ય અને ગુણ પકડવા. તેથી અર્થ એવો પ્રાપ્ત થશે કે – દ્રવ્ય અને ગુણ આ બન્નેમાં જે રહે તે પર્યાય કહેવાય છે. આ રીતે ઉપાધ્યાય શ્રીભાવવિજયજી મહારાજે દ્રવ્ય-ગુણ-પર્યાયના 1. गुणानामाश्रयो द्रव्यम्, एकद्रव्याश्रिता गुणाः। लक्षणं पर्यवाणां तु उभयोः आश्रिता भवेयुः।।