SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ २०५८ ० देवसेन-शुभचन्द्रमतमीमांसा 0 यथा पञ्चास्तिकायसङ्ग्रहवृत्तौ अमृतचन्द्रेण आत्मानमधिकृत्य “व्यवहारेण कर्मभिः सह एकत्व* परिणामाद् मूर्तोऽपि निश्चयेन नीरूपस्वभावत्वान्न हि मूर्तः” (प.का.स.२७/वृ.पृ.५३) इत्युक्तम्, अग्रेऽपि रा तत्रैव तेनैव “अमूर्तः स्वरूपेण जीवः, पररूपाऽऽवेशाद् मूर्तोऽपि” (प.स.९७ वृ.पृ. १४२) इत्युक्तम्, यथा न च “जीवद्रव्यं पुनः अनुपचरिताऽसद्भूतव्यवहारेण मूर्तम् अपि शुद्धनिश्चयनयेन अमूर्तम्” (बृद्र.स.गा.२७ । चूलिका वृ.पृ.८६) इति बृहद्र्व्यसङ्ग्रहवृत्तौ ब्रह्मदेवेन इत्युक्तम्, तथैव देवसेनेन शुभचन्द्रेण च 'पुद्गल परमाणुः निश्चयेन वर्णादिमत्त्वाद् मूर्तोऽपि व्यवहारेण ऐन्द्रियकसाक्षात्कारऽगोचरत्वाद् अमूर्तोऽपि' क इत्यभ्युपगन्तव्यमेव अकामेनापि, युक्तेरुभयत्र समानत्वात्, सम्प्रदायानुकूलत्वाच्च । “जे खलु इंदियगेज्ज्ञा * विसया जीवेहिं हुंति ते मुत्ता। सेसं हवदि अमुत्तं" (प.का.९९) इति पूर्वोक्त(११/२ + १२/३) पञ्चास्तिकायोक्त्यनुसारेण इन्द्रियाऽग्राह्यतया परमाणोरमूर्त्तता दिगम्बरसम्प्रदायस्याऽपि अनुकूलैवेत्याशयः । का 2“मुत्ता इंदियगेज्झा” (प्र.सा. १३९) इति प्रवचनसारवचनमप्यत्र भावनीयम् । વ્યવહારથી પુદ્ગલ પરમાણુમાં અમૂર્તત્વ માન્ય પણ છે. તેથી શુભચંદ્રની વાત વ્યાજબી નથી. છે પરમાણુ અમૂર્ત પણ છે છે (થા.) જે રીતે પંચાસ્તિકાયસંગ્રહવ્યાખ્યામાં દિગંબર અમૃતચન્દ્રાચાર્યે ૨૭ મી ગાથાનું વિવરણ કરતાં આત્માને ઉદ્દેશીને જણાવેલ છે કે “કર્મોની સાથે એકત્વપરિણામથી પરિણત થયેલ હોવાથી આત્મા વ્યવહારથી મૂર્ત હોવા છતાં પણ નિશ્ચયથી આત્મા નીરૂપસ્વભાવવાળો હોવાથી મૂર્ત નથી = અમૂર્ત છે.” તેમજ આગળ પણ તે જ ગ્રંથની ૯૭ મી ગાથાની વ્યાખ્યામાં અમૃતચંદ્રાચાર્યે જણાવેલ છે કે જીવ સ્વરૂપથી અમૂર્ત છે. તથા મૂર્ત એવા પરદ્રવ્યના સ્વરૂપમાં પ્રવેશ કરવાના લીધે જીવ મૂર્ત પણ ૨ છે.” તથા જે રીતે બ્રહ્મદેવજીએ બૃહદ્રવ્યસંગ્રહવ્યાખ્યામાં ચૂલિકાવિવરણમાં જણાવેલ છે કે “વળી, જીવદ્રવ્ય અનુપચરિત અસભૂત વ્યવહારનયથી મૂર્ત પણ છે તથા નિશ્ચયનયથી અમૂર્તિ છે.” બરાબર તે જ રીતે CL દેવસેને તથા તેના અનુયાયી શુભચંદ્રજીએ ઈચ્છા ન હોય તો પણ માનવું જ જોઈએ કે “પુદ્ગલપરમાણુ A1 વર્ણાદિયુક્ત હોવાથી નિશ્ચયથી મૂર્તિ હોવા છતાં પણ ઈન્દ્રિયજન્ય સાક્ષાત્કારનો વિષય ન બનવાના લીધે વ્યવહારથી અમૂર્ત પણ છે.” આનું કારણ એ છે નિશ્ચય-વ્યવહારથી બે વિરુદ્ધ ગુણધર્મોનો સમાવેશ કરવાની યુક્તિ તો બન્ને સ્થળે સમાન જ છે. તથા દિગંબર-શ્વેતાંબર બન્ને સંપ્રદાયને ઉપરોક્ત વાત તથા યુક્તિ અનુકૂળ જ છે. “જે વિષયો જીવો દ્વારા ઈન્દ્રિયગ્રાહ્ય હોય, તે મૂર્ત હોય છે. તે સિવાયના પદાર્થો અમૂર્ત કહેવાય' - આ મુજબ પંચાસ્તિકાયમાં કુંદકુંદસ્વામીએ જે જણાવેલ છે, તદનુસાર ઈન્દ્રિયથી અગ્રાહ્ય હોવાના લીધે પરમાણુમાં અમૂર્તતા દિગંબરસંપ્રદાયને પણ અનુકૂળ જ છે. આ મુજબ અહીં આશય રહેલો છે. આ સંદર્ભ પૂર્વે (૧૧/૨ + ૧૨/૩) પણ દર્શાવેલ છે. “ઈન્દ્રિયગ્રાહ્ય વિષયો મૂર્ત છે' - આ પ્રમાણે પ્રવચનસારમાં પણ કુંદકુંદસ્વામીએ જે જણાવેલ છે, તેના ઉપર પણ ઊહાપોહ કરવાથી ઈન્દ્રિયઅવિષય હોવાથી પરમાણુ અમૂર્ત સિદ્ધ થાય છે. 1. ये खलु इन्द्रियग्राह्याः विषयाः जीवैः भवन्ति ते मूर्ताः। शेषं भवति अमूर्त्तम्। 2. मूर्त्ता इन्द्रियग्राह्याः।
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy