________________
१३/१२ • देवसेन-शुभचन्द्रमतसमीक्षा 0
२०५७ गोचरत्वं हि व्यावहारिकम् अमूर्त्तत्वम् उच्यते, न तु नैश्चयिकम् । पौद्गलिकपरमाण्वादेः ऐन्द्रियकसाक्षात्काराऽगोचरतया प्रकृतं यद् गौणम् अमूर्त्तत्वं विधीयते तस्य मूर्त्तत्वकार्यप्रतिरोधकतया प तात्त्विकव्यवहारविषयत्वम्, न तु असद्भूतव्यवहारविषयत्वम् । इत्थञ्चैकत्र मुख्यमूर्त्तत्व-गौणाऽमूर्त्तत्वयोः ग युगपत् समावेशेन स्याद्वाद एव सर्वत्र जयति ।
इदमत्राऽस्माकमाकूतम् - आलापपद्धतौ “पुद्गलस्योपचारादपि नास्ति अमूर्त्तत्वम्” (आ.प.पृ.१५) इति पूर्वमुक्त्वा तत्रैव पश्चाद् “अणोरमूर्त्तत्वाऽभावे पुद्गलस्यैकविंशतितमो भावो न स्यात् । परोक्षप्रमाणाऽपेक्षया श असद्भूतव्यवहारेणाऽपि उपचारेण अमूर्त्तत्वं पुद्गलस्य” (आ.प.पृ.१६) इत्युक्त्या देवसेनस्य स्ववचनविरोधो क જ્ઞાયા
एतेन “पुद्गलस्य तूपचारादपि नास्ति अमूर्त्तत्वम्” (का.अ.गा.२६१/वृ.पृ.१८६) इति कार्तिकेयानुप्रेक्षावृत्ती शुभचन्द्रेण गड्डरिकाप्रवाहन्यायेन यदुक्तं तद् निरस्तम्, पुद्गलद्रव्ये एकविंशतितमभावाऽनुपपत्तेः, पुद्गलपरमाणौ व्यवहारेण अमूर्त्तत्वस्य इष्टत्वाच्च । ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષ ન થાય તેનો અમૂર્ત તરીકે વ્યવહાર સામાન્યતયા થતો હોય છે. તેથી ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષની અગોચરતા એ વ્યાવહારિક અમૂર્તતા કહેવાય. આ અમૂર્તતા ગૌણ છે, નૈૠયિક નથી. ગૌણ અમૂર્તતા પોતાના વિરોધી મૂર્તસ્વભાવને પોતાનું કાર્ય કરવા દેતી નથી.તેથી જ ગૌણ અમૂર્ણતાના આશ્રયભૂત એવા પરમાણુનું ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષ થતું નથી. આમ વ્યાવહારિક પ્રત્યક્ષનો વિષય ન બનવાથી પરમાણુ વગેરેમાં પ્રસ્તુત જે ગૌણ અમૂર્તતાનું વિધાન કરવામાં આવે છે. તે તાત્ત્વિક વ્યવહારનો વિષય છે, અસદ્ભતવ્યવહારનો વિષય નથી. આ રીતે એક જ ધર્મીમાં = પુગલપરમાણુ વગેરેમાં મુખ્ય મૂર્તિત્વ અને ગૌણ અમૂર્તત્વનો એકી સાથે સમાવેશ સિદ્ધ થવાથી સર્વત્ર સ્યાદ્વાદનો જ વિજય થાય છે.
દેવસેનવચનમાં વદતો વ્યાઘાત (રૂ.) પ્રસ્તુતમાં અમારો આશય એ છે કે દેવસેનજીએ આલાપપદ્ધતિ ગ્રંથમાં પૃષ્ઠ નં.૧૫ ઉપર લા પુદ્ગલ દ્રવ્યમાં ઉપચારથી પણ અમૂર્તત્વ નથી' - એમ જણાવેલ છે. તથા પૃષ્ઠ નં.૧૬માં ત્યાં જ દેવસેનજીએ જણાવેલ છે કે “પુદ્ગલ અણુમાં અમૂર્તત્વ માનવામાં ન આવે તો પુદ્ગલમાં અમૂર્તત્વ રા નામનો એકવીસમો સ્વભાવ સંગત નહિ થઈ શકે. આમ પરોક્ષ પ્રમાણની અપેક્ષાએ અસદ્દભૂત વ્યવહારનયથી પણ પુદ્ગલદ્રવ્યમાં અમૂર્તસ્વભાવને ઉપચારથી માનવો જોઈએ.' દેવસેનજીએ આમ પાછળથી પુદ્ગલમાં ઉપચારથી અમૂર્તસ્વભાવનો સ્વીકાર કરેલ છે જ. આ રીતે એક જ ગ્રંથમાં એક જ પૃષ્ઠ આગળ-પાછળ કરતાં દેવસેનજીની ઉક્તિમાં વિરોધ જણાય છે.
છે શુભચંદ્રમતનિરાસ છે | (ક્ત.) ગાડરિયાપ્રવાહન્યાયથી દેવસેનવચનને અનુસરીને કાર્તિકેયાનુપ્રેક્ષાવ્યાખ્યામાં દિગંબર શુભચન્દ્રજીએ “પુદ્ગલમાં તો ઉપચારથી પણ અમૂર્તત્વ નથી” – આ પ્રમાણે જે જણાવેલ છે, તેનું નિરાકરણ ઉપર જણાવ્યા મુજબ થઈ જાય છે. કારણ કે જો પુદ્ગલમાં ઉપચારથી = વ્યવહારથી પણ અમૂર્તત્વ ન માનો તો પુગલદ્રવ્યમાં એકવીસમો સ્વભાવ અસંગત થવાની આપત્તિ આવશે. તથા