________________
२०५६ ० उपचरितस्वभावविमर्शः 0
१३/१२ त्वसद्भूतव्यवहारतः उपचारेण, अन्यथा कालत्रये जातुचिद् घटादेरिव तस्य चाक्षुषत्वापत्तेः। न
ह्युपचरितः स्वभावः जातु प्रतियोगिनं स्वमुख्यकार्यकरणप्रवृत्तं प्रतिरुणद्धि, उपचरितत्वहानेः। न स वोपचरितः स्वभावः स्वकार्यकरणक्षमः, तत एव । न हि चक्रवर्त्तित्वेनोपचरितः चरटः षट्खण्डसाम्राज्य म परमार्थतो लभते।
न च रूपादिसन्निवेशवत्त्वलक्षणमूर्त्तत्वशालिनि परमाणौ कथममूर्त्तत्वं रूपादिसन्निवेशशून्यत्वलक्षणं २ सम्भवेदिति शङ्कनीयम्, क पुद्गलाणौ व्यावहारिकप्रत्यक्षाऽगोचरत्वलक्षणस्य गौणस्य अमूर्त्तत्वस्य स्वीकारात्, मुख्यमूर्त्तत्वणि गौणाऽमूर्त्तत्वयोः मिथोऽविरोधात् ।
इदमत्राकूतम् - चक्षुरादीन्द्रियेण रूपिद्रव्यगोचरः ओघतः साक्षात्कारो जन्यते । अतो रूपिद्रव्यं १० मूर्त्ततया व्यवह्रियते । ऐन्द्रियकप्रत्यक्षाऽगोचरश्चौघतोऽमूर्त्ततया व्यवह्रियते । अत ऐन्द्रियकप्रत्यक्षा
અસભૂતવ્યવહારની દૃષ્ટિએ ઉપચારમાત્રથી તેમાં અમૂર્તસ્વભાવને ન મનાય. કેમ કે ઔપચારિક વસ્તુ કદાપિ પોતાનું તથાવિધ મુખ્ય કાર્ય કરતી નથી. જો પુદ્ગલપરમાણુમાં અસદ્ભુત વ્યવહારનયના અભિપ્રાયથી અમૂર્તસ્વભાવને ઉપચારથી માનવામાં આવે તો ત્રણ કાળમાં ક્યારેક તો ઘટ વગેરેની જેમ પરમાણુનું ચાક્ષુષ પ્રત્યક્ષ થવાની આપત્તિ આવશે. કારણ કે ઔપચારિક સ્વભાવ ક્યારેય પણ પોતાનો વિરોધી સ્વભાવ પોતાનું મુખ્ય કાર્ય કરવા માંડે તો તેને અટકાવતો નથી. બાકી તે ઉપચરિત સ્વભાવમાંથી ઉપચરિતપણું જ રવાના થઈ જાય. તથા ઉપચરિત સ્વભાવ કદાપિ પોતાનું કાર્ય કરવા માટે પણ સમર્થ બની શકતો નથી. બાકી તો તેને ઔપચારિક ન કહી શકાય. ચોરમાં ચક્રવર્તી તરીકેનો ઉપચાર કરવાથી ચોર છ ખંડના સામ્રાજ્યને પરમાર્થથી પ્રાપ્ત કરતો નથી.
શા :- (ન .) પુદ્ગલ પરમાણુમાં રૂપાદિસંનિવેશ સ્વરૂપ મૂર્ણતા વિદ્યમાન જ છે. તેથી પુદ્ગલ તો પરમાણમાં અમૂર્તતા કઈ રીતે સંભવે ? કેમ કે અમૂર્તતા તો રૂપાદિસંનિવેશશૂન્યતા સ્વરૂપ છે. મતલબ - કે રૂપી દ્રવ્યને અરૂપી કઈ રીતે કહી શકાય ? તેથી પુદ્ગલદ્રવ્યમાં અમૂર્તત્વનો તદન નિષેધ કરવો સ તે જ વ્યાજબી છે.
E પુદગલાણુમાં ગૌણ અમૂર્તતા હો, સમાધાન :- (ાના.) પુદ્ગલ પરમાણુનું આંખ વગેરે ઈન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ થતું નથી. તેથી વ્યાવહારિકપ્રત્યક્ષનિરૂપિત વિષયતા પુગલ પરમાણુમાં રહેતી નથી. વ્યાવહારિકપ્રત્યક્ષ-અવિષયત્વ એ એક પ્રકારનું અમૂર્તત્વ જ છે. તેને ગૌણ અમૂર્તત્વ પણ કહી શકાય. વ્યાવહારિક પ્રત્યક્ષની અવિષયતા સ્વરૂપ ગૌણ અમૂર્તત્વનો અમે પુગલ પરમાણુમાં સ્વીકાર કરીએ છીએ. તેથી રૂપાદિસંનિવેશસ્વરૂપ મુખ્ય મૂર્તિત્વ અને વ્યાવહારિકપ્રત્યક્ષ અવિષયત્વ સ્વરૂપ ગૌણ અમૂર્તત્વ - આ બન્નેનો પુદ્ગલપરમાણુમાં સ્વીકાર કરી શકાય છે. કારણ કે તે બન્ને પરસ્પર વિરોધી નથી.
(મ.) પ્રસ્તુતમાં આશય એ છે કે આંખ વગેરે ઈન્દ્રિય વડે રૂપી વસ્તુ સામાન્યથી જણાતી હોય છે. ઘટ, પટ વગેરે દ્રવ્ય રૂપી છે. તેનું ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષ થાય છે. તેથી તે મૂર્ત કહેવાય છે. જેનું