SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ २०३२ • निष्प्रयोजनारोपाऽनङ्गीकारः १३/९ ____ “सिद्धे व्यवहारे निमित्तानुसरणात् । न च स्वेच्छाकल्पितेन निमित्तेन लोकव्यवहारनियमनम्, अव्यवस्थया लोकव्यवहारविप्लवप्रसङ्गाद्” (न्या.कु.४/१ वृ.पृ.२२५) इति न्यायकुसुमाञ्जलिस्वोपज्ञवृत्तौ उदयनोक्तिः अपि रा अत्र न विस्मर्तव्या। न हि परस्परानुवेधलक्षणम् उपचारनिमित्तम् अवलम्ब्य केनाऽपि विज्ञेन शरीरादौ चैतन्यवद् अमूर्त्तत्वम् उपचर्यते, निष्प्रयोजनत्वात् । प्रयोजनविरहे तूपचारप्रवृत्त्ययोगात् । । तदुक्तं विशेषावश्यकभाष्यमलधारवृत्तौ “मुख्याऽभावे सति प्रयोजने निमित्ते चोपचारः प्रवर्त्तते । न चैवमुपचारे શિશ્વિત્ પ્રયોનનતિ” (વિ..મ. ૨૮9 વૃ) રૂતિ માંવનીયમ્ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - उदात्तप्रयोजनसत्त्वे कञ्चिद् निमित्तविशेषमाश्रित्य शिष्टाः गि एकद्रव्यगुणम् अपरद्रव्ये उपचरन्ति, न तु उपचारनिमित्तास्तित्वमात्रेण । न हि मुखगतकृष्णति लोपलम्भमात्रेण 'तव मुखं शशिवद् भासते' इत्युपचर्य परकीयमुखं कलङ्कितमिति ज्ञापयन्ति का शिष्टाः। न ह्यनुपयोगतः घट-कुड्याद्यास्फालनमात्रेण 'अन्धोऽयमि'त्युपचरन्ति वृद्धाः। જીવતો જાગતો હોવાથી અહીં પણ લાગુ પડે છે. ૪ ઉપચારનિયમન વિચાર ૪ (“સિદ્ધ) તે જ રીતે ઉદયનાચાર્યે ન્યાયકુસુમાંજલિ સ્વોપજ્ઞવૃત્તિમાં જે જણાવેલ છે, તે પણ અહીં ભૂલવા જેવું નથી. ત્યાં જણાવેલ છે કે “વ્યવહાર પ્રસિદ્ધ હોય તો જ નિમિત્તનું અનુસરણ કરવામાં આવે. પરંતુ પોતાની ઈચ્છાથી કલ્પેલા નિમિત્તથી લોકવ્યવહારનું નિયમન કરવું યોગ્ય નથી. કારણ કે તેમ કરવામાં કોઈ જાતની વ્યવસ્થા = મર્યાદા જ ન રહેવાના કારણે પ્રસિદ્ધ લોકવ્યવહારનો ઉચ્છેદ થવાની આપત્તિ આવે. આ બન્ને કથનના આધારે પ્રસ્તુતમાં કહેવાનો આશય એ છે કે શરીર વગેરેમાં આત્મગત ચૈતન્યનો ઉપચાર શિષ્ટ લોકો કરે છે. તેથી પ્રસિદ્ધિ પ્રમાણે ઉપચારનું કોઈક નિમિત્ત હોવું જોઈએ. તે નિમિત્ત શરીરનો અને આત્માનો પરસ્પર અનુવેધ જ છે. આવું શાસ્ત્રજ્ઞ પુરુષોએ શોધી કાઢેલ છે. જેમ ઉપચારનું આ નિમિત્ત હાજર હોવાથી શરીરમાં આત્મગત ચૈતન્યનો ઉપચાર થાય છે તેમ શરીરમાં આત્મગત અમૂર્તત્વનો પણ ઉપચાર શિષ્ટ લોકો શરૂ કરતા નથી. કારણ કે તેઓએ તેવો ઉપચાર કરવામાં કોઈ પ્રયોજન જોયું નથી. તથા પ્રયોજન વિના તો ઉપચારની પ્રવૃત્તિ કરી જ ન શકાય. તેથી તો વિશેષાવશ્યકભાષ્યમલધારવ્યાખ્યામાં જણાવેલ છે કે “મુખ્ય પદાર્થ ગેરહાજર હોય ત્યારે પ્રયોજન અને નિમિત્ત વિદ્યમાન હોય તો ઉપચાર પ્રવર્તે છે. શરીરાદિમાં અમૂર્તતા વગેરેનો ઉપચાર કરવામાં તો કોઈ પ્રયોજન જ નથી.” તેથી શરીરાદિમાં અમૂર્તતાદિનો ઉપચાર કરવો યોગ્ય નથી. આ બાબતની વિદ્વાનોએ વિભાવના કરવી. કર્મબંધજનક - પરપીડાકારક ઉપચારને છોડીએ છે આધ્યાત્મિક ઉપનય :- ટબા મુજબ અહીં એવું ફલિત થાય છે કે કોઈક ઉમદા પ્રયોજન હાજર હોય ત્યારે શિષ્ટ પુરુષો કોઈક નિમિત્ત વિશેષને આશ્રયીને એક વસ્તુના ગુણધર્મનો બીજી વસ્તુમાં આરોપ કરે છે. પરંતુ ઉપચારનિમિત્ત હાજર હોવા માત્રથી શિષ્ટ પુરુષો કાંઈ ઉપચાર કરતા નથી. દા.ત. કોઈકના મોઢા ઉપર કાળો તલ કે ડાઘ જોઈને “તમારું મોઢું ચંદ્ર જેવું લાગે છે' - આવો ઉપચાર કરીને “સામેની વ્યક્તિનું મોટું કલંકિત છે' - તેવું શિષ્ટ પુરુષો જણાવતા નથી. કોઈક માણસ અનુપયોગથી
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy