________________
૧/૨ • उत्पादादीनां स्वाभाविकं समनैयत्यम् ।
११२७ અનાદિકાલીન એકાંતવાસનાઇ મોહિત જીવ એહવો વિરોધ જાણઈ છઈ, પણિ પરમાર્થઈ વિચારી રે જોતાં વિરોધ નથી. સમનિયતતાઈ પ્રત્યય જ વિરોધભંજક છઈ. ઇતિ ગાથાર્થ. લોરા
केवलमनादिकालीनैकान्तगोचरवितथवासनाविमोहितो जीवो तेषां मिथो विरोधं पश्यति किन्तु प परमार्थमीमांसायां नास्ति तेषां विरोधः, दीपाऽऽकाशन्यायतः समनैयत्येन तत्प्रत्यक्षस्यैव विरोधभञ्जकत्वात् । उत्पादादीनां समनैयत्यं स्वभावत इष्टम् । इदमेवाऽभिप्रेत्य सिद्धिविनिश्चये अकलङ्कમિનોજીમ્ “ઉત્પાદુ-સ્થિતિમાનાં સ્વમાવાવનુવન્દિતા” (સિ.વિ.૩/૦૧/મા.9/9.૨૦૨) તિા
एतेन “अनित्यत्वं हि नाशित्वं प्रसिद्धम्, नित्यत्वञ्चाऽनाशित्वम् । तच्चैतदुभयं विरुद्धत्वान्नैकत्र सम्भवति। र्श न हि नष्टमनष्टञ्चेत्येकं किञ्चित् प्रतिभाति” (न्या.भू.पृ.५५६) इति न्यायभूषणकृतो भासर्वज्ञस्योक्तिरपिके ઉત્પત્તિ, મનુષ્ય તરીકે નાશ અને જીવસ્વરૂપે પ્રૌવ્ય - એક જ આત્મામાં એકીસાથે રહે તેમાં કોઈ વિરોધ નથી.
દીપાકાશન્યાયથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાં અવિરોધ જ (7) ફક્ત અનાદિ કાળના એકાન્તવાદવિષયક ખોટા સંસ્કારથી વિશેષ પ્રકારે મૂઢ થયેલો જીવ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય વચ્ચે વિરોધને જુએ છે. પરંતુ પારમાર્થિક હકીકતની વિચારણા કરવામાં આવે તો ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય - આ ત્રણેયનો એકત્ર સ્વીકાર કરવામાં કોઈ વિરોધ નથી. કારણ કે ઉત્પાદ વગેરે ત્રણેય ગુણધર્મો સમનિયત = સમવ્યાપ્ત સ્વરૂપે જણાય છે. જ્યાં જ્યાં ઉત્પાદ, વ્યય હોય છે ત્યાં ત્યાં કોઈકને કોઈક સ્વરૂપે ધ્રૌવ્ય પણ અવશ્ય હોય છે. તથા જ્યાં જ્યાં પ્રૌવ્ય હોય છે ત્યાં ત્યાં કોઈકને કોઈક સ્વરૂપે ઉત્પાદ-વ્યય પણ અવશ્ય હોય છે. આ પ્રમાણે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય વચ્ચે છે સમરૈયત્ય = સમવ્યાતિ પ્રત્યક્ષ પ્રમાણથી જ ઉપલબ્ધ થાય છે. દીવાના અને આકાશના દષ્ટાંત દ્વારા આ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય વચ્ચેની સમવ્યાપ્તિ આ જ શાખાના પ્રથમ શ્લોકની વ્યાખ્યામાં આપણે સારી રીતે સમજી ગયા છીએ. આમ સમવ્યાપ્તિસ્વરૂપે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું જે પ્રત્યક્ષ થાય છે તે જ ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય વચ્ચે વિરોધને હટાવશે. ઉત્પાદ આદિ ત્રણેયમાં સ્વભાવથી જ સમવ્યાપ્તિ માન્ય છે. આ જ અભિપ્રાયથી અકલંકસ્વામીએ સિદ્ધિવિનિશ્ચયમાં જણાવેલ છે કે “ઉત્પાદ, દ્રૌવ્ય અને નાશ - આ ત્રણનો સ્વભાવ જ એવો છે કે જેના કારણે તેઓમાં પરસ્પર અવિનાભાવ = સમવ્યાપ્તિ રહેલી છે.” માટે એકત્ર ઉત્પાદાદિ ત્રિતયનો સ્વીકાર પ્રામાણિક જ છે.
ઈ ન્યાયભૂષણકારમતસમીક્ષા ઈ. | (સ્લેન) ન્યાયભૂષણ ગ્રંથની રચના કરનાર ભાસર્વજ્ઞ નામના નૈયાયિકે એકાંતવાદના કુસંસ્કારથી પ્રેરાઈને તે ગ્રંથમાં જણાવેલ છે કે “અનિત્યત્વ એટલે વિનાશિત્વ - આ પ્રમાણે પ્રસિદ્ધ છે. તથા નિયત્વ એટલે અવિનાશિત્વ - આ મુજબ પ્રસિદ્ધ છે. વિનાશિત્વ અને અવિનાશિત્વ - આ બન્ને ગુણધર્મો તો પરસ્પર વિરુદ્ધ છે. તેથી એક વસ્તુમાં નિત્યત્વ અને અનિયત સંભવતા નથી. કારણ કે કોઈ પણ વસ્તુ વિનષ્ટ હોય અને અવિનષ્ટ હોય - તેવું જણાતું નથી.” જ શાં.મ.ધ.માં “એહોનો’ પાઠ છે. આ.(૧)નો પાઠ અહીં લીધો છે.